Saturday, 28 February 2015

દરિયો !
દરિયો  હિલોળા  ખાય,
શાંત  પણ  થઈ   જાય!
ડુંગરા  જેવો એ  ઊછળે ,
ખુદથી પણ એ શરમાય !
આમ તો    ડાહ્યો-ડમરો,
આંખોમાં પણ    સમાય !
નીર છો ને   રહ્યા  ખારાં,
તળિયે મોતી  પરખાય !
માઝા ના  મૂકે એ કદીયે,
સુનામીથી એ  અકળાય !
અસીમ વિસ્તરેલો  છતાં,
મુઠ્ઠીમાં પણ એ  પકડાય !
અનેક રૂપ છે  સમંદરનાં ,
'કાન્ત' એ શેં  ઓળખાય !
             ***
-'કાન્ત'





  
હું  !

કિનારાને  અવગણી,
મઝધારમાં ચાલીશ !

મારા  મૃત   શરીરને ,
અગ્નિમાં હું  બાળીશ !

મંદિરોમાં રોજ ભટકું,
દીનમાં પ્રભુ ભાળીશ  !

દુઃખ ને જોઈ નહીં રડું,
વિપત્તિને હું  ખાળીશ !

કવિતા  મારું   સર્વસ્વ,
કંચન કામિની ટાળીશ !

નાં ધરું હાથમાં મંજીરા,
બોલેલું મારું હું પાળીશ !

નવી હવાની   અસરને,
તારી મરજીમાં ઢાળીશ !
             ***
-'કાન્ત'
-

Friday, 27 February 2015

ग़ज़ल !

आ  आ भी जा  मिल  लें  हम,
हमारी  रंजिशें   तो   हों  कम !

हमारे  ताल्लुक़  में  गम नहीं ,
इश्कका  चल   भर  लें    दम  !

आँसू कभी  रुकने  वाले  नहीं ,
छोड़  दें  हम  दोनों  ये  भरम  !

और  कुछ  रोज बोझ  उठा लें ,
चल  छोड़  दें  सारी  ये  शरम  !

मुक्क़दर  तो  हमारा   देखिये,
इसी  वक़्त  याद आया धरम !

चाँद  ज्यादा  रोशन  है   अभी,
सूरज  का  देखा  नहीं   करम  !

दुश्मनी  है  तो तू  जमके  कर,
या  तू  आ  जा  हमारे    हरम !
                  ***
-'कान्त '  








Thursday, 26 February 2015

कूक रहा गगन !

कूक  रहा  गगन,
क्षितिज ये उपवन !
सुन  रहा  मेरा  मन !

क्षण  क्षण का ये चिरंतन हास्य,
कहाँ  से प्रकट हुआ उल्लास ?
छलक छलक के ले आये पवन !
कूक रहा गगन !

ना  मैं  भीतर  ना मैं  बाहर,
पुलक पुलक शा पारावार !
अगम संग ये कोई  मिलन !
कूक रहा गगन !
              ***
-ફિલિપ ક્લાર્કની ગુજરાતી રચના 
'ટહુકી રહ્યું ગગન' નો હિન્દી અનુવાદ 
-कृष्णकांत भाटिया 'कान्त'

Wednesday, 25 February 2015

नज़म  !

जिसे प्यार मैंने समज लिया,
       कहीं वो मेरा भरम न हो !
तेरे नाम पर  मैंने  जी   लिया,
      कहीं  वो  मेरा धरम न हो !
तेरी  बात  कुछ  और  थी,
       मेरी  बात कुछ और है !
मैं  तो  लुट गया तेरे  प्यार में ,
      कहीं  वो मेरा करम  न हो !
आईना  भी मुझसे रूठ  गया,
      उसका भी साथ छूट गया !
यूँ  रुका मेरा  सफ़र भी  यहीं ,
    कहीं  वो मेरा  मरहम न हो !
आज   चाँद  मेरी   छत  पे  है,
    सितारे भी हैं  अगल बगल !
 ये    चाँदनी  भी  मदहोश   है ,   
    कहीं  वो  मेरा  सनम न हो !
अफ़वाह   है   मेरे   मरने   की ,
     मौत से मुहब्बत करने की !
परेशान   हुँ  मैं  इस  बात   से ,
    ज़न्नत  में कहीं  हरम  न हो !
                 ***
-'कान्त '

Monday, 23 February 2015

होली !

सखी   फागुन  आयो,
मैंने मंडप है  सजायो !

जिया मेरा रे  लुभायो,
चल  खेल लें री होली !

पियु  ने बहुत सतायो ,
तन पे गुलाल लगायो !

मेरा आतम है जगायो,
चल  खेल लें री  होली !

भँवरे  ने     गुनगुनायो ,
ये  मधुर गीत  सुनायो !

मोहे  प्रेम  पाठ  पढ़ायो ,
चल  खेल  लें  री  होली !

व्रज  में  है  रास  रचायो ,
चहुँ  ओर है  रंग उड़ायो !

मैंने  तोहे  ही है  बुलायो,
चल  खेल  लें  री   होली !
              ***
-'कान्त'

  

  
होली !

सखी  फागुन  आयो
मैंने मंडप है सजायो ,
चल खेल लें री होली !

पियुने बहुत  सतायो 
गुलाल तन पे लगायो,
चल खेल लें री होली !

भँवरे  ने   गुनगुनायो 
ये  मधुर गीत सुनायो ,
चल खेल लें री   होली !

व्रज में है रास  रचायो 
चहुँ ओर रंग    उड़ायो ,
चल खेल लें री  होली !

मोसे मोको ही बचायो 
मन मोरो  ही  लुभायो !
चल खेल लें री   होली !
         ***
-'कान्त '

   
ગઝલ !

શબ્દોનો  હું  સરવાળો  છું ,
ખુદનો   હું  અજવાળો  છું !

મોસમ મારી ગીત ગઝલ,
ગ્રીષ્મનો હું  ગરમાળો  છું !

રાસેશ્વર  સાથે   રાસ રમું,
નટવર  હું  લટકાળો   છું !

રિમઝિમ વરસે છે ગગન,
સરોવરની  હું  પાળો   છું !

ચાદર ઓઢીને સૂઈ જા તું,
દરવાજાનો  હું તાળો   છું !

અંતર  મારું  સાફ  ધવલ,
તનથી  ભલે  હું કાળો   છું !

આવી  જા  કાયા  સંકોરી,,
થાકેલાનો   હું  માળો   છું  !
              ***
-'કાન્ત'
          


Friday, 20 February 2015

ગઝલ  !

કેવી  સજા ,કેવી  મઝા ,
પ્રેમમાં  પડવા   તણી  !

છેલ્લે  પગથિયે  બેઠો,,
ફિકર ન નડવા  તણી !

હું  તો સદા  છું  નૂતન,
મુબારક પડવા  તણી  !

લડું જંગ  હુકમ કરે તું,
તૈયારી  લડવા  તણી !

ઊભું   આયના   સામે,
બીક ન તડવા   તણી  !

વાત કર તું ગુલાલની ,
ઋતુ  છે  મળવા તણી  !

છે  અદાઓ આ ફાંકડી,
કાન્ત'ની બળવા તણી !
           ***
-'કાન્ત'

Wednesday, 18 February 2015

ગઝલ  !

ભૂલી  જવાની   વાત  કરો છો,
પીઠ  પાછળ     ઘાત  કરો  છો !

ખુદથી જ  હારી  ગયા  છો તમે,
હવે    કોને  મ્હાત   કરો      છો?

લૂંછી  ન શક્યા  કોઈના   આંસુ,
રૂપિયાની  ખેરાત   કરો      છો !

અમે તો આખી રાત નથી  સૂતા ,
જાગી જવાની જાહેરાત કરો છો !

હવે  બધાં ને ખબર છે  વાતની,
તમે કોનાથી મુલાકાત  કરો છો?

જમાનો  તો  એનો  એ  જ     છે,
કયાં  ખુદને     સાક્ષાત કરો છો !

આવી ગઈ   ચકલીઓ  આંગણે ,
ઘરને શા માટે મોલાત  કરો છો?
                      ***,
-'કાન્ત'





Monday, 16 February 2015


શિવજી !
કંઠમાં વિષના ધારક છે શિવજી ,
કામદેવના તો મારક છે શિવજી!

કૈલાશના  મહાદેવ છે  અધિપતિ,
શરણાગતના તારક  છે  શિવજી !

ભાગીરથી ઊતરી એમની જટામાં,
સૃષ્ટિના  તો   સંહારક છે   શિવજી !

તાંડવ નૃત્યના  શિવ  છે રચઈતા,
ગીત-સંગીતના  કારક છે  શિવજી !

અંગ ભભૂતિ મૃગચર્મ પર  બિરાજે,
મોહ માયાના તો  હારક  છે શિવજી !

ચન્દ્ર સોહે  છે ચન્દ્રશેખરના લલાટે,
રામ નામના તો  સારક છે  શિવજી !

ગલે  રૂઢમાળા   ભુજંગો   છે  કાળા,
'કાન્ત' કવિતાના ચારક છે શિવજી 
                                     -'કાન્ત' 

Friday, 13 February 2015

ગઝલ !

ચોતરફ વસંતનો પ્રભાવ છે,
પ્રેમ  ઋતુનો  આ સ્વભાવ છે !

એકલું ઘૂમવું ભલા શા કામનું  ?
તારી  સાથે મારો  લગાવ  છે !

લયલા સામે જ ઊભી આ રહી,
મજનુને ક્યાં કોઈ અભાવ  છે !

ગીત હું  મિલનના  ગાતો  ફરું,
વમળ ઊઠે એવું આ તળાવ છે !

સંવેદના છો  ને  દિલમાં  રહી  ,
પીઠ  પાછળ સહેવા  ઘાવ  છે !

મૌનને   ફૂટે  છે   શબ્દ  જયારે,
લાગણી  નો  જ આ દબાવ છે !

ઝંખનાના પ્લોટનો  નંબર કયો ?
'કાન્ત'નો જ્યાં રોજનો પડાવ છે !
                   ***
-'કાન્ત'






Thursday, 12 February 2015

સ્પર્શ 

...આજની સવાર મારા દાંપત્ય જીવનના ચાર દાયકાનું સરવૈયું લઈને આવી છે.
હું એને આવકારું છું.જયારે 1976 માં મારી ગૃહસ્થીની શરૂઆત થઈ હતી ત્યારની 
અને 2015 માં 'ઘરપદીના' 39 ડગલાં (39 વર્ષ)ચાલ્યા પછીની પરિસ્થતિ માં મોટો 
તફાવત છે.અને આ તફાવત જ મારા જીવતરનું ભાથું છે.આ નાજુક ક્ષણ ને પામવી 
એ જ પહેલાં તો દુર્લભ છે.અને તેની આવી અભિવ્યક્તિ કરવી એ કોઈ એવોર્ડના 
દાયરામાં ન સમાય તેવું 'achievement' છે.
...જીવનભર સાથ તો કોઈ પણ સ્ત્રી આપી શકે પણ શાંતિ અને અશ્રુવહન માટે પોતાનો 
ખભો 'real lover' જ આપી શકે.મને આવી 'real lover 'પત્ની મળી એ મારું સૌભાગ્ય 
છે.યુવાની થી મને 'social  work '  કરવાની , કવિતા લખવાની ,અભિનય કરવાની,
ગાવા-વગાડવાની ઘેલછા.જે આજ સુધી મારી સાથે જોડાયેલી છે.કૌટુંબિક જીવન 
જીવવું અને આ બધું નિભાવવું અઘરું હોય છે.મારી જીવન સંગીનીએ મારા માટે આ બધું 
સરળ બનાવ્યું.ડગલે-પગલે મને સહકાર  આપ્યો.વિશ્વાસ આપ્યો.
...અમે સાથે મળીને જ જીવન શ્રદ્ધાને પોષણ આપ્યું છે.સત્યને જીવંત રાખ્યો છે.શ્ર્લોક 
અને લોકને જોડવાનો પ્રયાસ કર્યો છે.'ઘૂંટી છે જીવન ભાત સાથે મળીને,'કાન્ત'મ્હોરવા 
દીધી છે કુટુંબ કળીને!'અને એ કળીએ આજે ઘેઘૂર વડલાનું રૂપ લઈ લીધું છે.જેના છાંય-
ડામાં અમારું 'દાંપત્ય' શ્વસી રહ્યું છે.આજના દિવસે તમારી લાગણી તમારા આશીર્વાદ 
અમને જીવવા માટેનું નવું બળ પૂરું પાડશે !
                                                       ***
-'કાન્ત'



Wednesday, 11 February 2015

હે રામ !

બાપુ......સત્તાની ગલીઓમાં આ
બધાં ખુરશી પર બેસવા નીકળ્યા છે !
હવે એ ચાલશે રેડ કાર્પેટ પર.........
રહેશે બંગલામાં.......ઘૂમશે મોંઘી ગાડીઓમાં !
'સબકા સાથ સબકા વિકાસ'......'આમ આદમીના'
નામે 'ખાસ સગવડો ભોગવશે ' !
પોતે જનતા સાથે કરેલા વાયદાઓ પૂરા નહીં
કરી શકે ત્યારે દોષનો ટોપલો બીજાના માથે
મૂકી દેશે !
અને અમે નીકળી પડ્યા છીએ
એમની વાહ વાહ કરવા માટે.......!
અમારો વર્ષોનો અનુભવ છે કે નેતાઓએ
રચેલા મીના બજારમાં અમને નથી સુખ
મળતું કે નથી અમારું દુઃખ વેચાતું !
છતાં એમના જયજયકાર માટે આ
દેશની સડકો પર અમે કીડીયારાની જેમ
ઉભરાઈએ છીએ.......અને ફરી પાછા
હતા ત્યાં ને ત્યાં વસીએ છીએ
શ્વસીએ છીએ !
બાપુ ....આજે તમે પણ એમના માટે
અપ્રસ્તુત છો !તમે માત્ર ખુરસી સુધી
જવાનો રસ્તો છો !નેતા કોઈ પણ હોય
ફિતરત બધાની સરખી છે.
આ દેશના 40 %લોકોને બે ટાઈમ જમવાનું
નસીબ થતું નથી ત્યારે 'કમળ 'લાખોનો
સૂટ પહેરતાં અચકાતો નથી ......'ઝાડુ'
ફાઈવ સ્ટાર હોટલમાં 'કેક' કાપતાં
શરમાતો નથી !
એ તો તમે હતા કે આ દેશની નારીને
એક કપડાં માં જોઈને દ્રવી ઊઠ્યા અને
આજીવન સીવેલા કપડાં ન પહેરવાનું
વ્રત લીધું !
આમ આદમીની વાતો કરનારા આ ખાસ
આદમીઓ પોતાની શપથ  વિધિ પાછળ
પણ કરોડો રૂપિયાનો ધુમાડો કરતાં
નહીં અચકાય !જરાય નહીં શરમાય
એ પાંચ વરસ સત્તાના મદમાં રહેશે
અમે......પ્રકાશ......પાણી......વાણી
ની પાછળ દોડતા રહીશું !
પાંચ વરસ પછી ફરી એ અથવા બીજો
કોઈક 'આમ આદમી 'બનીને આવશે.....
અમને ભરમાશે......!
અમે એની જયજયકાર કરશું......
આ ચાલતું રહેશે.........છળતું રહેશે.......!
                    ***
-'કાન્ત'

Thursday, 5 February 2015

પ્રેમ  !

પ્રેમનો  મર્મ   સમજાવ  મને,
અધવચ્ચે   ન રખડાવ  મને !

અભાવોની  વચ્ચે  જીવું છું હું,
ટકોરા મારી ન ખખડાવ મને !

તારું  ભોળપણ  રહે  અકબંધ,
આ ફરેબી રૂપ ન બતાવ મને !

ઈશ્કનો આજે હું દર્દીબન્યો છું ,
કડવી દવા ન પિવડાવ મને !

હું ડૂબતી કશ્તી ને કિનારો તું,
મજધારે આવી બચાવ  મને !

છોડી દે હવે  આ ગેબી  રમત,
જિંદગીનો દાવ  અપાવ મને !

હું  નથી  જવાનો  ખાલી હાથે,
તારો હસ્ત  સ્પર્શ કરાવ  મને !
                 ***
-'કાન્ત'