શિવજી !
કંઠમાં વિષના ધારક છે શિવજી ,
કામદેવના તો મારક છે શિવજી!
કૈલાશના મહાદેવ છે અધિપતિ,
શરણાગતના તારક છે શિવજી !
ભાગીરથી ઊતરી એમની જટામાં,
સૃષ્ટિના તો સંહારક છે શિવજી !
તાંડવ નૃત્યના શિવ છે રચઈતા,
ગીત-સંગીતના કારક છે શિવજી !
અંગ ભભૂતિ મૃગચર્મ પર બિરાજે,
મોહ માયાના તો હારક છે શિવજી !
ચન્દ્ર સોહે છે ચન્દ્રશેખરના લલાટે,
રામ નામના તો સારક છે શિવજી !
ગલે રૂઢમાળા ભુજંગો છે કાળા,
'કાન્ત' કવિતાના ચારક છે શિવજી
-'કાન્ત'
No comments:
Post a Comment