Thursday, 12 February 2015

સ્પર્શ 

...આજની સવાર મારા દાંપત્ય જીવનના ચાર દાયકાનું સરવૈયું લઈને આવી છે.
હું એને આવકારું છું.જયારે 1976 માં મારી ગૃહસ્થીની શરૂઆત થઈ હતી ત્યારની 
અને 2015 માં 'ઘરપદીના' 39 ડગલાં (39 વર્ષ)ચાલ્યા પછીની પરિસ્થતિ માં મોટો 
તફાવત છે.અને આ તફાવત જ મારા જીવતરનું ભાથું છે.આ નાજુક ક્ષણ ને પામવી 
એ જ પહેલાં તો દુર્લભ છે.અને તેની આવી અભિવ્યક્તિ કરવી એ કોઈ એવોર્ડના 
દાયરામાં ન સમાય તેવું 'achievement' છે.
...જીવનભર સાથ તો કોઈ પણ સ્ત્રી આપી શકે પણ શાંતિ અને અશ્રુવહન માટે પોતાનો 
ખભો 'real lover' જ આપી શકે.મને આવી 'real lover 'પત્ની મળી એ મારું સૌભાગ્ય 
છે.યુવાની થી મને 'social  work '  કરવાની , કવિતા લખવાની ,અભિનય કરવાની,
ગાવા-વગાડવાની ઘેલછા.જે આજ સુધી મારી સાથે જોડાયેલી છે.કૌટુંબિક જીવન 
જીવવું અને આ બધું નિભાવવું અઘરું હોય છે.મારી જીવન સંગીનીએ મારા માટે આ બધું 
સરળ બનાવ્યું.ડગલે-પગલે મને સહકાર  આપ્યો.વિશ્વાસ આપ્યો.
...અમે સાથે મળીને જ જીવન શ્રદ્ધાને પોષણ આપ્યું છે.સત્યને જીવંત રાખ્યો છે.શ્ર્લોક 
અને લોકને જોડવાનો પ્રયાસ કર્યો છે.'ઘૂંટી છે જીવન ભાત સાથે મળીને,'કાન્ત'મ્હોરવા 
દીધી છે કુટુંબ કળીને!'અને એ કળીએ આજે ઘેઘૂર વડલાનું રૂપ લઈ લીધું છે.જેના છાંય-
ડામાં અમારું 'દાંપત્ય' શ્વસી રહ્યું છે.આજના દિવસે તમારી લાગણી તમારા આશીર્વાદ 
અમને જીવવા માટેનું નવું બળ પૂરું પાડશે !
                                                       ***
-'કાન્ત'



No comments:

Post a Comment