મેહુલો !
સમીસાંજનો મેહુલો વરસે ધીમી ચાલે !
વરસાદી મોસમમાં, લોકો હરખે-મ્હાલે !
હમીરસરમાં આજે ,જલપરી કરે છે વાસ,
વરસ ધરતીના લાડા,તું છો ખાસમખાસ.
હડી કાઢ ,ઝરમર ઝરમર -છાંટાના તાલે .
વરસાદી મોસમમાં લોકો હરખે- મ્હાલે.
મોટાબંધનું મન માનવમહેરામણ ઝં ખે ,
ભુજિયાને પણ તારી આ ઉદાસી ડંખે .
સરવર સરવર રમવું છે આવતી કાલે,
વરસાદી મોસમમાં લોકો હરખે- મ્હાલે.
હમીરસરને તો તુંજ છલકાવી શકે,
નાહકના આ લોકો ખોટે ખોટું બકે.
રાત રહી જા ,ઓવારણાં લઈશ સકાળે.
વરસાદી મોસમમાં લોકો હરકે મ્હાલે
***.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
સમીસાંજનો મેહુલો વરસે ધીમી ચાલે !
વરસાદી મોસમમાં, લોકો હરખે-મ્હાલે !
હમીરસરમાં આજે ,જલપરી કરે છે વાસ,
વરસ ધરતીના લાડા,તું છો ખાસમખાસ.
હડી કાઢ ,ઝરમર ઝરમર -છાંટાના તાલે .
વરસાદી મોસમમાં લોકો હરખે- મ્હાલે.
મોટાબંધનું મન માનવમહેરામણ ઝં ખે ,
ભુજિયાને પણ તારી આ ઉદાસી ડંખે .
સરવર સરવર રમવું છે આવતી કાલે,
વરસાદી મોસમમાં લોકો હરખે- મ્હાલે.
હમીરસરને તો તુંજ છલકાવી શકે,
નાહકના આ લોકો ખોટે ખોટું બકે.
રાત રહી જા ,ઓવારણાં લઈશ સકાળે.
વરસાદી મોસમમાં લોકો હરકે મ્હાલે
***.
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '