Friday, 23 August 2019

સાતમ છે !

તીનપત્તી  કરે  છે  પોકાર ,ભાઈ  સાતમ  છે,
છે ટાઈમપાસ,નથી જુગાર ,ભાઈ સાતમ છે.

કમાલની ચીજ  છે, બાવન  પત્તાની  ધોલી  ,
આવ્યા કરે છે એના વિચાર,ભાઈ સાતમ છે.

બાવન  પત્તામાં   બ્રહ્માંડ સમાયો -યુગોથી,
મારાં  ખિસ્સાં  છે  શ્રીકાર, ભાઈ  સાતમ  છે.

શકુનિ   શિષ્યો  આજે , રમવા  થનગનતા,
તું  પણ  થઈ  જા  તૈયાર, ભાઈ  સાતમ છે.

રમી -રોન -જોકર -રાજા-રાણી -અટવાયા,
ખોલ દેવામાં નથી સાર,  ભાઈ  સાતમ છે.

રમવાની  ઈચ્છા , મન  ને  મનમાં સમાય,
મોકો મળે ,રમી લે ચિક્કાર,ભાઈ સાતમ છે.

જેણે    પણ   કરી હોય  આ  પત્તાની  શોધ,
પ્રભુ  કરે એનો બેડો પાર  ,ભાઈ સાતમ છે.
                             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


No comments:

Post a Comment