Tuesday, 25 September 2018

ગઝલ 

ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા 

 ચેતનાનો   દ્વાર  છીએ   હું   અને   તું,
 સોનેરી   સંસાર    છીએ     હું અને તું.

એક  આખી  ક્ષણ  હવે તો ઓળખે છે,
એકતારો     તાર   છીએ   હું  અને તું.

લાગણીની  રાતરાણી   જો  મઘમઘે ,
પ્રેમના    દાતાર    છીએ   હું  અને તું.

બાગનો ને પાનખરનો સાથ  કાયમ,
જીંદગીનો    સાર  છીએ  હું  અને  તું. 

જો ,જમાનો  આપણો  થૈ ,ચાલવાનો,
ઓમનો   આકાર   છીએ   હું  અને તું.

મૌનની છે આ પળો ને , હોઠ પાગલ,
 આસમાની  ધાર   છીએ  હું  અને તું.

'કાંત 'ના  તો  બેસણા  છે ,ટોડલે ને,
મોરનો    પોકાર   છીએ   હું અને તું.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Thursday, 20 September 2018

લાલજી  !

ગોરે  વિઝાં  લાલજી ,તો  તેં  મુંજો  જિગ઼ર ,
ડે  સભદ જા વાવડ઼ , ડે  કોક  નંઇં   ખબર.

તું  કાવ  કારણ  જે   અંગણ  મેં  ટિલેં   તો,
ગાલ  પુગી  આય, હિંધ  જે  નગર  નગર.

સુઠો  મોલ  ઉગે, કચ્છી જી  હિન  સભા મેં,
નેં  માડુ  મિડ઼ે  નેરીયેં , ઇનકે  ટગર ટગર.

ચોફેર  થ્યો  ઉજારો  પાંજી  માતૃભાષાજો,
હરફ    સટૂં   કઢિયેં  તા, હિત  ડગર ડગર.

કાગડા  લફી  વ્યા  લાલજી, અડેખાઈ જા ,
'કાન્ત ' સૂંઘે  તો     નિત,કચ્છી જી  ભજર.
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
સ્પર્શ  !

(અછાંદશ )

તારો  સ્પર્શ  રોમાંચિત  કરે છે મને 
રોમેરોમ  પુલકિત.
અલૌકિક  અનુભવ !
પૂછું  છું  હું અમાસના અંધકારને 
તું  કયારે  પામીશ  ચાંદનીનો  સ્પર્શ ?
ચંદ્ર  સાથે  શું તારે કિટ્ટા છે ?
જો  હું તો મારી  પ્રિયતમાને  સ્પર્શું  છું.
ગાઢ  અંધારામાંયે  એ  દેખાય છે મને.
કાળો  મેશ  અંધકાર  વિચલિત 
થઈ  જાય છે !
કહે છે , ચાંદની તો પેલે  કિનારે  છે 
હું આ કિનારે !
હું  કંઈ  માણસ  થોડો છું !
જે બે કિનારાને  જોડી શકે !
તું  તો  માણસ છે ને.....
હા.....હું  બે કિનારાને  જોડતો  સેતુ બનાવું છું ,
પણ  એ  સ્પર્શને પામવા માટે નહીં 
માત્ર  જડ  રસ્તાને  પામવા માટે !
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ.મો.99090  71588 




Wednesday, 19 September 2018

એમાં  શું  ?

અમે  પ્રજાના  સેવક, પગાર વધારી  લઈએ  એમાં શું ?
થોડીક  અમારી  સુખ  સમૃદ્ધિ,,સજાવી લઈએ એમાં શું ?

શાને  કકળાટ  કરો  છો  તમે,અમે તમારા સેવક છીએ,
જરીક  બાગ -બંગલા  અમે, બનાવી  લઈએ  એમાં શું ?

તમારા માટે ખુલ્લી છે ,સસ્તા અનાજની ખાલી  દુકાન,
તમે પ્રજા;અમે રાજા, સત્તાને  વટાવી  લઈએ એમાં શું ?

જેમણે  સાચી સેવા કરી  દેશની,  એમને  ઓળખો  છો ?
બાપુની   સાદગીને   આજે  , ભુલાવી લઈએ  એમાં શું ?

એ   તો સાબરમતીના સંત  હતા ,ઢીલી પોતડી વાળા,
સજ્જ-ધજ્જ  થઈ , મેક -અપ  કરાવી લઈએ એમાં શું ?

આવું  ચાલતું  રહેશે સદાકાળ ,તમે    શું કરી   શકશો ?
અમારી આસપાસ ,લક્ષ્મીને વસાવી લઈએ  એમાં શું ?

રાજ    રજવાડાઓએ    ન્હોતા  કર્યા  આવા   જલસા ,
દેશની    થોડીક   મિલ્કત   દબાવી લઈએ  એમાં  શું ?
                                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
        
ગઝલ 

લગાગા,લગાગા,લગા 

ખિલોંતા  ખિલાજે  નતો ,
વડે  સડ   રુઆજે  નતો !

સમંઘર  મિલે તો ભલા,
નદી   કે   ડિસાજે  નતો ! 

અયો  કીં અસાંજા વલા,
ભરોશો  ભુલાજે   નતો !

વખત હી ગુરે તો મિલો,
અસાંનું   મિલાજે  નતો !

સબધ હી પુછેંતા ખિલી,
કુરો  ચોં ? કુછાજે  નતો !

ગઝલ ચે,લગાગા કુછો ,
ભલા કીં  વિસાજે  નતો !

હર ખણીં ,પુગાસીં ખરા,
ઢગે જીં   ખિડાજે  નતો !
            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Tuesday, 18 September 2018

ગઝલ 

ગાલગાગા,ગાલગાગા,ગાલગા 

આ  સમયની  વાત  ટાળું  ક્યાં  સુધી ?
બારમાસી    વચન  પાળું   ક્યાં સુધી ?

ને     વિચારો     રોજરોજે     પજવતા,
મેલભીનો    મોહ ,   ગાળું  ક્યાં  સુધી ?

આ    સિતારા  મનભરી  ને  ચમકતા,
ચાંદનીને    રોજ    ભાળું   ક્યાં   સુધી ?

આંગણે     આવે   તમારી    યાદ   લૈ 
બારણાંએ  બંધ ,  તાળું   ક્યાં    સુધી ?

'કાંત '   મારી    ગઝલનેયે      દોડવું ,
કાફિયાનું     રૂપ     કાળું    ક્યાં સુધી ?
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
                                       

નિદ્રા  !

તું   નિદ્રામાં  શાને  સૂતો  જીવડા ,
 છળે   છે  એ પળ પળ  ભારી  રે. 
                                         0તું ..
આમ  જુઓ  તો   નિદ્રા   બિચારી , 
માનવી  જાય  એના પર વારી રે.
જાગતલને  પણ  પજવે  એ  તો,
નીકળે    જો    એની   સવારી  રે !
                                        0તું ..
મન   પ્રદેશમાં  પ્રવેશી   એ તો,
સ્વપ્નોના  ઝૂલે  તને ઝુલાવે રે.
આંખની  આતુર  મીટને   તોડી,
બની  જાય   નાની   પ્યારી   રે !
                                       0તું ..
જાગરણનો  ઓચ્છવ  ઉજવ્યો ,
પાર     ઉતરવાની  તૈયારી  રે.
ઓચિંતી  વચમાં   આવી  દોડે ,
પાંપણને  કરી  દે  એ  ભારી રે !
                                      0તું...
લીંપી  ગૂંપીને  આંગણે   ઊભો ,
તુલસીની   કરી રુડી  ક્યારી  રે !
નિદ્રા  કે હું   જાગવા નહીં   દઉં ,
'કાન્ત ' વિપત  છે  ભારી     રે !
                                      0તું..
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ.મો। 99090  71588 






Monday, 17 September 2018

ગીત  !

ધસમસતો  આવે    છે  દરિયો  ને,
         ખારાં   ઊસ    એનાં  પાણી.
ઊછળતાં  મોજાંમાં,હું તો સમાણી !

દરિયાને  તીર   સેવું   છું  ઓરતાં ,
        ને   હોઠ પર એનું નામ ડોલે.
સાહ્યબો    સમાઈ   જાય   હૈયામાં,
         જીભ   મારી આવોજી  બોલે.

તરફડતી     માછલીના   શ્વાસમાં,
         કરચલા    કરે   છે  ઉજાણી.
ઊછળતાં મોજાંમાં  હું તો સમાણી !

આથમતા રવિને  હાલચાલ  પૂછું ,  
       ને  કંઈ   કેટલુંયે   એ  સં કોરે.
આવે    જો   મારી  આંખમાં આંસુ,
        દરિયાના  પાલવથી    લૂછું !

ભીના તે  સ્પર્શમાં  સઘળું ઓગળે,
        દરિયો લાવ્યો છે મને તાણી 
ઊછળતાં  મોજાંમાં  હું તો સમાણી !

દરિયો  મારામાં  નું   હું દરિયામાં,
        રણનો   અવાજ  પણ  ગૂંજે.
એક બાજુ  દરિયો ,એક બાજુ રણ 
        ગીત  મારું  આ બન્નેને બ્રૂજે .

ખારવણના  ડૂસકાં સંભળાય  ને, 
        વહી જાય કવિતાનું  પાણી !
ઊછળતાં મોજાંમાં  હું તો સમાણી ! 
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


         

        







         




Sunday, 16 September 2018

ગીત  !

આજે  સઘળો  ઉજાસ  મારી  આંખમાં !
પાંખ    ફફડાવી   મેં    તો  આકાશમાં !

તારા  તે નામનો  તરી  લીધો  દરિયો,
મીઠા  તે  જળનો  ઘડો   મેં તો ભરિયો.

આજે    પકડાયા   પ્રીતમજી   બાથમાં,
પાંખ    ફફડાવી    મેં   તો   આકાશમાં !

વગડો  આ  ખૂંદયો  વ્હાલમની  સાથે,
હોંકારો  દઉં   છું ,  હું  સાજનની  વાતે.

આજે  ઉજાસ  ડોલે  મારી  તે  કાખમાં,
પાંખ    ફફડાવી   મેં   તો    આકાશમાં !

વરસતો  મેઘ તું, ચમકતી હું વીજળી,
ઘનઘોર   ઘટાની    છું     હું   વાદળી.

આજે    સમાયા   શ્વાસ  તારા શ્વાસમાં,
પાંખ   ફફડાવી    મેં   તો   આકાશમાં !
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ. 99090  71588 



Saturday, 15 September 2018

બહેન  !

બહેન  યાચું  તવ  નયનની  દિવ્ય  દ્રષ્ટિ,
થયા  કરે    બહેના   અવિરત  પ્રેમ  વૃષ્ટિ !

મારુ   અંતર  ચાહે    હંમેશાં  બહેન   તને,
આશિષ  આપજે ,ઉરની  લાગણીઓ વડે !

ભીંજાઈ  જાય તારા સ્પર્શે ,સઘળી  સૃષ્ટિ ,
થયા  કરે   બહેના ,  અવિરત  પ્રેમ વૃષ્ટિ !

તું  મારી બહેન, લાડકી હું  ભઈલો  તારો ,
સૂતરને  તાંતણે  સુરક્ષિત  વચન  મારો !

તારી  રક્ષાને  આપતો   રહીશ  હું  પુષ્ટિ ,
થયા  કરે  બહેના   અવિરત ,પ્રેમ   વૃષ્ટિ !

બહેની  ચરણે  રાવણ  પણ  રામ  થાતો ,
જગનિયંતાએ  ઘડયો  આવો  રૂડો નાતો !

'કાન્ત ' હરી  લે બહેન  તારી  બધી કષ્ટિ ,
થયા   કરે  બહેના ,  અવિરત  પ્રેમ વૃષ્ટિ !
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ. મો. 99090  71588 








ग़ज़ल 

ये   कैसा  क़हर  है  तू   बता  क़ायनात ,
अटलजी  पे   कविता , बना  कायनात !

उनको  सुन   कर    लोग   संभलते  थे,
अटलजी  की आवाज़ ,सुना  कायनात !

तेरी  किस्मत  बिलकुल  बदल जाएगी, 
तू  अटलजी को  ही गुनगुना  कायनात !

अटलजी भी   पुकारेंगे  हमें  तू   देखना,
अब    कमल को  तू   खिला   कायनात ! 

ये  गगन  ये  जमीं    भी  झूमने   लगी,
सितारों   तरह   झिलमिला   कायनात  !

हर   तरफ  ज़िंदगी ,  मायूस   क्यों   है ?
बनके  ग़ज़ल  अटल को बुला कायनात !

'कान्त ' कहता है  तुझसे  सुन  बेरहम ,
अटलजी को  फिर  से, मिला कायनात !
                       ***
-कृष्णकांत भाटिया 'कान्त '



Friday, 14 September 2018

ઘૂંઘટ  !

ઘૂંઘટ  હટે  ને  શરમાય  ગઝલ  !
તારા  ચહેરામાં  દેખાય  ગઝલ !

ચૂમું   તારા  ગાલના  ખંજન  ને 
કંઈ   કેટલા  વળ  ખાય  ગઝલ !

સજ્જ  કરું હું  ખુદને  મહેફિલમાં ,
કાનમાં  મારા  પડઘાય  ગઝલ !

પ્રેમ    પ્રગટે  ઘૂંઘટની  ઓથમાં,
ભીના   સ્પર્શે , હરખાય   ગઝલ !

અરે , માઝમ  રાત દોડતી આવે,
સાંભળીને, હૈયે ઉભરાય  ગઝલ !

બે હોઠ તારા  કેદુના તરસ્યા  છે,
પી શકે , ચોક્કસ પીવાય ગઝલ !

'કાન્ત' બાથમાં  લે  જયારે  તને,
રોમેરોમમાં     ભીંસાય    ગઝલ !
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


ગઝલ 

અહીં    કશું    કાયમ   નથી,
બધો    સમયનો    ખેલ  છે.

તલની    કિંમત   ત્યાં  સુધી,
જ્યાં   સુધી   તેમાં   તેલ છે.

વખત   ને   વખાણો    ભાઈ,
એ  મમરા  વગરની ભેલ છે.

પદ-પ્રતિષ્ઠા, રહે   તો  તમે,
નહીં તો તું નો ખેલમખેલ છે.

માનવીની ભવાઈ ભજવાય,
કુરનિશમાં  મનનો  મેલ  છે.
                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

મર્મ ને સમજ !

નામ  ના  મર્મને  સમજ  મનવા,
મેલીને  સઘળાં ,હું પદ ,દમામ .
જીવ  તારે  પહોંચવું  છે હરિ ને ધામ  !

આ   માયા જૂઠી  ને ,નામ  નાશવંત ,
જીવન  પથ  છે  દુર્ગમ. 
મન સૂકાઈ  જાય ,આશાઓ  પજવે,
તને બચાવી  શકે  ભગવંત !

અગમ-નિગમને પરખ  મનવા,
ખેલ  કપટના  છોડી દે તમામ !
જીવ તારે પહોંચવું છે હરિ ને ધામ  !

આ 'હું ' આ 'મારું ', બન્યું  બિચારું,
ઘડી  જાગી  ગઈ ,બાહિર ને ભીતરે !
પવન  લહેરે ,ચારે  દિશાઓ  ઝૂમે,
ભાગવા  માંડયું  છે  નઠારું !

સમ દુઃખી ના લોચન લૂ  ને મનવા,
ભીડવી  છે  તને ભવોભવની  હામ.
જીવ  તારે  પહોંચવું  છે હરિ ને ધામ !

આઠે  પ્હોર ઉભરાય અવનવા મનોરથો,
છેલ્લા  શ્વાસે પણ એષણાઓ પજવે.
મર્મ  કેમે સમજાય નહીં ,જીવ તરફડે,
ચારે બાજુ બરાડા  પાડે  અનર્થો  !

હરિનું  શરણ ,એનું મર્મ  સમજ મનવા,
આવી ગયું હવે તારું મુકામ,
જીવ તારે પહોંચવું છે હરિ ને ધામ !
                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ .મો .99090  71588 

  

Wednesday, 12 September 2018

ગઝલ 

લગાગા,લગાગા,ગાલગા 

ક્ષમા  માગવાથી  શું  વળે ?
જયાં  તું   ખુદીને   ના  કળે.

તને તો  ગર્વ   છે , નામનો,
ચિતામાં  નનામું  શેં   બળે ?

ફકીરી  મળે   ને   મફતમાં ,
રહેમત  ખુદાની , જો  ફળે.

કબરની   તિરાડો  બોલતી,
અજંપો અહીં પણ સળવળે.

અધૂરી    રમતને    હારવી,
લલાટે    લખેલું    શેં   ટળે ?

મળી  લે   હવે તું ,મરણ ને , 
પથારી  મહીં   એ  ટળવળે.

અહીં  છે  ગઝલના બેસણા,
શબદ  એટલે તો  ઝળહળે.
                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '











ગઝલ 

લગાગા,લગાગા,લગાગા,લગાગા 

અમારી   કથાઓ  વિચારે  ચઢી  છે,
અને   એટલે  તો,  નિખારે ચઢી  છે.

ફળી   છે   અમોને  હવાની  રવાની ,
સજીને  હવે   એ ,  સિતારે  ચઢી  છે.

અમે  એટલે  તો , તમારા સદનમાં,  
ઉદાસી   અમારા   દવારે  ચઢી   છે.

કથાને   જગાવી, કલમથી   હમેશાં ,
હવે   એ ,સુમનના ,કયારે  ચઢી છે.

અમે તો ગઝલના,સવાલી પુજારી,
હતો  સાથ  સાંજે,  સવારે  ચઢી છે.
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

ગઝલ   

લગાગા,લગાગા,લગાગા,લગાગા 

વિચારે વિચારે ,  વિચારો   ક્ષમા ને,
ક્ષમાપન  કરીને  ઉચ્ચારો  ક્ષમા ને.

કવનને   સહારે   તમે  તો   રહો છો,
દઈ  દો   પર્વનો   સહારો   ક્ષમા ને.

હવે તો પરમનું ,અવતરણ થયું છે,
કલમથી   લખીને  મઠારો ક્ષમા ને.

નભે તો વસો છો ,છતાં છો સવાલી ,
બધાને  નમીને ,  ખમાવો ક્ષમા ને. 

નથી  કાયરોની , ક્ષમાની  કવિતા,
તમે  હાથ  જોડી  પુકારો  ક્ષમા ને.  
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ.મો.99090 71588 



Tuesday, 11 September 2018

ગઝલ 

લગાગા,લગાગા,લગાગા,લગાગા 

ગઝલ  આ ,શબદની  વહારે  ચઢી  છે,
હવા   થૈ, ચમન  ને ,  બહારે  ચઢી  છે.

ઉતારો   અમારો   ગગનમાં  નથી  ને,
ચઢી    છે   વઢીને ,  સિતારે  ચઢી  છે.

સમંદર    બિચારો    ઉધામા   કરે  ને,
લઈ   નાવડી    ને ,  કિનારે  ચઢી  છે.

હસે    છે   ઉદાસી,    ઉદાસી   તજીને,
હવે   એ  નજાકત ,  સહારે  ચઢી   છે.

નદી  થૈ   વહે   એ  ધરા  પર  હમેશાં ,
કહો     કેમ  આજે   મિનારે  ચઢી  છે.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Wednesday, 5 September 2018

ગઝલ 
ગાલગાગા,ગાલગાગા,ગાલગા 

આખરે   થાકી  જવાનું   હોય   છે,
પરમને    પામી  જવાનું  હોય છે.

બૂંદ  કેવી  સળવળે   વરસાદની,
છીપમાં પાકી    જવાનું  હોય  છે.

સામટો    વેપાર   છે   ઈમાનનો,
પોતમાં  વ્યાપી જવાનું  હોય  છે.

આભમાં  પોઢેલ   પેલા  ચાંદને
પૂરવે    જાગી  જવાનું  હોય  છે.

દોડતો  રે   એ  પતંગો  પ્રેમથી,
રાખ થૈ  ત્યાગી  જવાનું હોય છે.

શબદને  જે  ઓળખે  છે નૂર થૈ,
ગઝલમાં  ગાઈ જવાનું હોય છે.
                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Monday, 3 September 2018

                             અબોલા  !
                              (ગીત )

સખી ,મારા  સાજન રૂઠયા ,લઈ  લીધાં  અબોલા !
હવે  એમને હું કેમ કરી મનાવું,છે એ આખાબોલા !

આભલાની  હું  વીજળી  ,વાદળ થઈને ગરજે એ,
એક   નવી  ભાત  જીવનમાં,વરસોથી  સરજે  એ.

સખી, આમ  તો  છે  એ,  સરળ-સાલસ  ને ભોળા !
હવે એમને હું કેમ કરી મનાવું, છે એ આખાબોલા !

ગઢના કાંગરે મેના બોલે, મોરલો નાચે હૈયું ખોલે,
મીઠાં  સૂર  ને  મીઠી   સરગમ   ગીત મીઠાં  બોલે.

સખી, હું તો  પડવા નહીં  દઉં ,  કદીયે    વિછોળા  !
હવે એમને હું કેમ કરી મનાવું, છે  એ આખાબોલા !

ઝરમર ઝરમર વાદળ વરસે ,ગામને પાદરે મેળો,
પ્રિયતમ  મારા  છોડો  અબોલા, તમથી  છે નેહડો.

સખી ,હવે  પહેરીશ  હું  તો,  સાહ્યબા   હાથે તોળા  !
હવે   એમને   હું કેમ   મનાવું,  છે  એ આખાબોલા !
                             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ. 99090  71588 






અબોલા  !(ગીત )
સખી , મારા  સાજન  રૂઠયા , લઈ  લીધાં  અબોલા !હવે  હું  એમને કેમ કરી મનાવું ,છે  એ આખાબોલા !  
આભલાની  હું વીજળી , વાદળ  થઈને  ગરજે  એ,એક   નવી   ભાત  જીવનમાં ,વરસોથી  સરજે  એ.
સખી ,આમ  તો   છે  એ    સરળ-સાલસ  ને  ભોળા !હવે  હું   એમને   કેમ કરી મનાવું,છે એ આખાબોલા !
ગઢના  કાંગરે  મેના  બોલે ,મોરલો નાચે  કળા કરે,મીઠાં  સૂરથી   સરગમ  આખી,   મારા હૈયામાં  ભરે.
સખી,  હું  તો  પડવા  નહીં   દઉં ,  કદીયે   વિછોળા !હવે   હું  એમને  કેમ કરી મનાવું, છે એ આખાબોલા !
ઝરમર ઝરમર વાદળ વરસે ,ગામને પાદરે  મેળો,પ્રિયતમ  મારા  છોડો  અબોલા, તમથી   છે  નેહડો..
સખી, હું તો  પહેરીશ   હવે  ,સાહ્યબા   હાથે   તોળા  !હવે   હું  એમને કેમ કરી મનાવું, છે એ આખાબોલા !                                   ***-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત 'ભુજ-કચ્છ. મો.   99090  71588 









Sunday, 2 September 2018

ગઝલ 

લગાગા ,લગાગા,લગાગા,લગાગા 

ખરે છે  અહીં  તો  ગગનના  સિતારા ,
નમીને   રહ્યા    છે ,  મહેલો -મિનારા !


અમે પણ  કરી  છે શબદ પર સવારી ,

ઉછેર્યા   અમે   તો    ગુલોના  કયારા !


ગઝલ  છે ,અને  છે  કવિતા  અમારી,
હવે  તો     કહેશો ,    દુબારા -દુબારા !

સવિતા  વહે   છે , છંદોની  અહીં  તો,
લગાગા  હવે  તો , બન્યા  છે સહારા !

અમારી  રવાની  રહી  છે   ચમનમાં ,
રહે     એટલે    તો  ખુશ્બૂમાં  ઉતારા !
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Saturday, 1 September 2018

શિક્ષક  છું !

કરું    છું   નવનિર્માણ, હું  શિક્ષક  છું,
મા સરસ્વતીને  પ્રણામ,હું શિક્ષક છું

બાળકો   મારા જીવનની  ફુલવારી ,
તન   મન  સઘળું   જાઉં  હું    વારી .

ચાણક્યનું  અભિમાન, હું  શિક્ષક છું,
મા સરસ્વતીને પ્રણામ,હું શિક્ષક છું !

મારી પહેલી  પ્રીત, છે  મારી શાળા,
મારાં બાળકો તો,  છે સૌથી  રૂપાળા.

મારા હોઠો પર મુસ્કાન હું  શિક્ષક છું.
મા સરસ્વતીને પ્રણામ,હું શિક્ષક  છું.

હું  મહાજન  ગામની  પાઠશાળાનો ,
સેવક   છું  હું    સદા, ઉપરવાળાનો .

નહીં હું પદ- અભિમાન ,હું શિક્ષક છું,
મા સરસ્વતીને પ્રણામ,હું શિક્ષક  છું. 
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





સારથિ  બની  જા !

મુજ  સારથી  બની  જા, કુરુક્ષેત્રમાં  લડી જા ,
સંવાદ મારે -તારે  કરવો ,ગીતા તું  કહી  જા !

વિષાદ  બહુ    પજવે, ગાત્રો  થયાં   શિથિલ,
ઉરની  ભૂમિકા  પરથી   હે નાથ  તું વહી  જા !

મનને ઘણી  છે  આડશ, તનને  ગર્વ  'હું 'નો,
વિશ્વાસ  મારો  માધવ, પાકો  હવે   કરી   જા !

ઉઠાવું  ગાંડિવ  ક્રિષ્ના , હો  સારથિ તું  મારો,
બળ-બુદ્ધિનું  કૌશલ ,ભરપૂર   હૈયે  ભરી  જા !

તારા  વિના  આ સંશય  દૂર કેમ  થાય મારો,
ટચલી આંગળીએ ગિરિધર ,વિશ્વ તું ધરી જા !

મારા-તારાનો  ભેદ , કાપુરુષ  મને   બનાવે,
વિરાટ  રૂપ   બતાવી ,   કાયરપણું  હરી  જા !

અહીં  રોજ ભટકાય  'કાંત ' માયાના મોહમાં, 
મધુસુદન   તું ,  કલ્કિ   અવતારમાં રમી જા !
                             ***
-કૃષ્ણકાંત 'ભાટિયા કાન્ત '
ભુજ-કચ્છ. મો. 99090  71588