Saturday, 31 December 2016

સાવધાન......!

આજે  1 લી  જાન્યુઆરી -2017...
એક  વધુ  નવા વરસનું  આગમન.
2016 નું  ગમન.
સમય  સાવધાન  કરે છે ,ધૂમધામ 
ભલે કરો...આજે  છે  એ પણ જવાનું છે.
અરે ! હમણાં તો  21મી  સદીની  શરૂઆત 
થઈ હતી.....અને આજે  16 વર્ષ  કાળની
ગર્તામાં સમાઈ ગયા....
કુદરત રોજ કોરો ચેક આપે  છે.....
આપણું આળસ  રકમ ઓછી લખાવે છે.
આ તે કેવી ઘડી ? ચરણો  થીજી જાય..
હૈયું કાઢે હડી !
કરવાનું  આપણે છે...લડવાનું  આપણે છે...
કોઈ  કૃષ્ણ  કે કોઈ  ગાંધી હવે આવવાના નથી.
'મસીહા આવશે નવો અવતાર લઈને ,
એ બહુ જુનો  દિલાસો છે.
આ અંગે કયાં કોઈએ  કર્યો  ખુલાસો છે.'
સાવધાન .....2017માં  જીવવા માટે 
થોડુંક  'Home Work.....'કરી લો.
વિચારો....
*સામાજિક  નિસ્બત  રાખશો ?
*લોકપ્રિયતાને  ચાખશો ?
*f.book પર કેટલા friend ?
*પડોશી સાથે કેવો trend ?
*વાણીમાં  પાણી લાવશો ?
*નવા વિચારો ચાવશો ?
*માથું મૂકી રડી શકો એવો ખભો મળશે ?
*જો  જવાબ  yes હોય  તો  નવું  વર્ષ 
તમને જરૂર ફળશે !
                          ***
-'કાન્ત '

मुबारक़ 

नये  साल की  हर  रीत  मुबारक,
अक्सर मिलने की प्रीत मुबारक.

कवि  मिलन   के   हर  मंच  पर,
तुम्हें   तुम्हारी   जीत    मुबारक.

अक्सर    अपनी   तन्हाइयों   में,
इक   प्यारा   सा   मीत  मुबारक.

बर्फ़ीले  मौसम  में   होता  रहे  यूं ,
हा  हा  हू  हू की ये  शीत मुबारक.

शब्दसंहिता  के  इस  आँगन  में,
दोस्तो  ! सबको   गीत  मुबारक.
                     ***
-कृष्णकांत  भाटिया 'कान्त '







Friday, 30 December 2016

સમય છું........!

ઓળખી  લો  મારા  ભાઈ,  હું  સમય   છું,
કોઈ  ન ઉકેલી  શક્યો મને, હું પ્રમય  છું !

ગ્રસ્ત  કરું અણુ,પરમાણું,સજીવ  કોષને,
એક-એક ક્ષણને વીંટળાયેલો ,વલય છું !

કેટલી  સદીઓ   ધરબાયેલી પડી અહીં,
હો રામ -હો કૃષ્ણ,પૃથ્વી પરનો પ્રલય છું!

છો પ્રવાસી તમે બધા મારા અસ્તિત્વના,
ભલભલાને મુજમાં સમાવું,હું નિલય  છું.

આ શ્વાસ  કેરી વાસ્તવિકતા મેં  દીધેલી,
'કાન્ત 'ધુમ્મસમાં મળી જા હું  વિલય છું !
                           ***
-'કાન્ત '







ग़ज़ल 

सदियों  से  चौराहे  पर ईमान  बिक रहा है,
आज़  भी  पांचाली  का  मान  बिक रहा है। 

सरकार  किसी की  भी  हो ,कोई फर्क नहीं,
कहीं प्रधान , कहीं   इन्सान  बिक  रहा  है। 

मैं  भी  हिस्सेदार  हूँ ,सड़ी हुई सिस्टम का,
मेरी  चुप्पी से, हिन्दुस्तान  बिक  रहा   है। 

हरजाना  भुगतना पड़ता है  इंसानियत को,,
हर-फन-मौला,  बे-ज़ुबान   बिक   रहा   है। 

हस्तामलक  नहीं कर पाये  हम  हया  को,
बे-शरमी का सौदा,आन बान  बिक रहा है। 

काबों  ने अर्जुन को लूटा था  और बात थी,
आज़ सव्यसाची -तीर कमान बिक रहा है। 
                         ***
-'कान्त '



2016.......

આવજે, આવજે  તું    2016,
કાળગર્તામાં  સમાજે  2016.

સમય   સરકતો   જ   રહેશે,
યાદોને   સંભાળજે     2016. 

2017નો ઉદય થઈ રહ્યો છે,
એને હોંશે   વધાવજે  2016.

એક જાય -બીજો આવે અહીં,
આ વાતને સ્વીકારજે  2016.

ગમા -અણગમા  છૂટી  જશે,
અબોલાને બોલાવજે  2016.

જૂનું  જશે,તો જ નવું આવશે,
'કાન્ત'ને   ભૂલાવજે    2016.
                  ***
-'કાન્ત'






Wednesday, 28 December 2016

ગઝલ 

ખરાખરી  જો   ખેલ   અય    હિતે,
ભાઈયું  ત, કચ્ચી  જેલ અય હિતે .

કાગડા  લફી  વ્યા,હિન નગરી તેં,
મોર  નતો  નચે , ઢેલ  અય હિતે.

પાગ  મથે મેં ,નેં  મથો  પાગ  મેં,
તિરેં  મેં અજ઼ પણ ,તેલ અય હિતે.

ત્રાંભિયેજા તેરો પ્યા  માડુ વિકજેં, 
અજ  લગો વડો  સેલ, અય  હિતે.

પાણિયારે તેં  લાડી જો  હક્ક થિયે ,
'કાંત'મિઠે પાણી જી,હેલ અય હિતે .
                     ***
-'કાન્ત'

Sunday, 25 December 2016

ग़ज़ल 

गर्दिश  से  निकलकर ,आ शके तो  आ तू,
अपने  आप  बढ़कर  आ  शके  तो आ  तू। 

सुकून  नहीं  मिलता, कभी   मुहब्बत  में,
तगाफूलसे बचकर ,आ  शके  तो आ   तू। 

क़यामत  भी आ जाती है  चाहनेवालों  पे ,
हमनवाओं में मिलकर,आ शके तो आ तू। 

नशेमन बनाएँगे   हम  दोनों  फ़लक  पर,
दिलेपूर  आरजू  लेकर,आ शके तो आ तू। 

बुतक़दे  में   अब   भगवान   नहीं   रहते,
कैदे हयातको तोड़कर,आ शके तो आ तू। 

बज़म  में आज हमें  चाहनेवाले आये  हैं ,
जामे  ऐश   भरकर, आ  शके  तो आ  तू।  

बंदिशे   इस ग़ज़ल  की, दिले -खराश  हैं ,
यही  इज़हार  सुनकर,आ शके तो आ तू। 
                         ***
-'कान्त'





ગઝલ 
ગાલગાગા  ગાલગાગા  ગાલગાગા  ગાલગા 

કેટલું  સ્પંદન  થયું  છે, આપના  આવ્યા  પછી,
આંગણું  નંદન  થયું  છે, આપના આવ્યા પછી.

એ   હતું   સપનું  મજાનું, જોઈ  લીધું  આંખથી,
લાગણી બંધન થયું  છે, આપના  આવ્યા પછી.

કેટલું  તોફાન  ને  ,હલચલ   થઈ   છે   ભીતરે,
પ્રેમથી  વંદન  થયું  છે, આપના  આવ્યા પછી.

બોલ  મારા  આ ભવે  તો,ભાગલા પાડી  જ  દે,
લોહ તો  કુંદન  થયું  છે, આપના આવ્યા પછી.

આંગળી  પકડી  હવે  હું ,ચાલું  મનની દેરિએ, 
ખુદનું  દરશન થયું છે, આપના  આવ્યા પછી.

આંસુઓથી  ધોઈ લીધી, પાંપણો મારી જ તો,
માગણી મંથન થયું  છે,આપના આવ્યા પછી.

વંદના  આવી  ગઈ  છે,  આજ   મારા  બારણે,
'કાંત'નું મન ધન થયું છે,આપના આવ્યાપછી.
                              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

Friday, 23 December 2016

ग़ज़ल 

नए  दौर  नए  ज़माने  से  गुज़र  रहे  हैं ,
हम  अपने  फ़साने   से  गुज़र   रहे    हैं। 

अय  लैला  अब  तू  ही बतादे  जहाँ  को,
हम  यहाँ  किस  बहाने  से गुज़र  रहे हैं। 

संज़ीदगी अच्छी  नहीं  लगती  इश्क में,
तबस्सुम  के    तराने  से  गुज़र  रहे  हैं। 

हमने  बाँध  रखा है  दिल में  ताहमहल,
शाहजहाँ  के  मयखाने  से  गुजर रहे हैं। 

मशरिक  से   सूरज  रोज़  निकलता  है,
हम  रास्ते  अनजाने  से गुज़र  रहे    हैं। 

शमा   रोशनी   देती   है  हर  अँधरे  को,
सन्नाटे  के तहख़ाने  से   गुज़र  रहे   हैं।  

महफ़िल में  महबूब की उलफ़त  जरूरी,
'कान्त' के  सिरहाने  से  गुज़र  रहे    हैं। 
                         ***
-'कान्त'

Thursday, 22 December 2016

ગઝલ 

સૂર   સાધ્યા   છે  તો   ડોલ્યા કરો,
મનની  ગાંઠને   તમે ખોલ્યા કરો.

અસત્યોમાં  ભલે વિજય  દેખાતો,
કયારેક  સાચું  પણ  બોલ્યા  કરો.

વજન  પડશે   તમારા   શબ્દોનું ,
ધર્મના  કાંટે  એમને તોલ્યા  કરો.

ભલે પ્રાણ કદીક રેણ  થઈ જાતાં,
ખં ડિતોને  હંમેશાં   જોડયા  કરો.

અભિમાન  પજવે  છે   આત્માને,
'હું'  ના  ચક્રવ્યૂહને  તોડયા  કરો.
                     ***
-'કાન્ત '


Wednesday, 21 December 2016

ગીત 

સખી ! આજે મનમાં એવું થાતું 
સાજન ગયા છે પરદેશ ,
કેમ નીકળશે રાતું ?
સમય કહે છે થોભો;
ક્ષણો નાચતી કૂદતી આવે,
પાણિયારું પનઘટની યાદો લાવે !
મેડી પરનો  ઢોલિયો,
પાનેતર હિજરાતું !
કેમ નીકળશે  રાતું ? 
શરણાઈના સૂર વાગતા
અંતરમનને  ખોલે,
ઘરનો ઉંબરો પગના  સ્પર્શે ડોલે !
વિરહ વચાળે ,
દલડું પણ શરમાતું !
કેમ નીકળશે રાતું ?
              ***
-'કાન્ત'





Monday, 19 December 2016

સંવેદના.....

બાથરૂમ  પણ   બની   જશે   વારાણસી,
ચાલ,નળ નીચે ગંગાસ્નાન કરી લઈએ.

સપ્તપદીના  મંત્રો   જ  આપણી  યાત્રા,
દાંપત્યના સ્વપ્નો,આંખોમાં ભરી લઈએ.

ધર્મ, અર્થ, કામ, મોક્ષ- સાથે જીવવાના,
સંસાર  સાગરને    હોંશે    તરી  લઈએ.

તું  અચાનક  પાણિયારે;પલળે પ્રેમથી,
ભીની ઓઢણીમાં ; સાથે  ઝરી  લઈએ.

ઊંચકી  ઉમંગ ; ઊભું   છે  આ  આયખું,
'કાન્ત' મોસમ  બની એને હરી  લઈએ.
                       ***
-'કાન્ત'


Sunday, 18 December 2016

શબરી 

પ્રતીક્ષાનો   અવતાર   છે   શબરી,
રામ દર્શનનો  શ્રીકાર   છે   શબરી.

પરમને  એઠાં  બોર ખવડાવી શકે,
પ્રેમલક્ષણાનો  વિસ્તાર છે શબરી.

હરિ  નામ -બસ  નામ   જ્પ્યા  કર,      
તુલસીનો  એક   વિચાર છે શબરી.

આવશે જરૂર એક દિ'તારા આંગણે,
ગુરુ  મંત્રનો   સ્વીકાર   છે  શબરી.

જનપદની  શક્તિનું  ઉત્તમ સ્વરૂપ,
નવધા ભક્તિનો આધાર છે શબરી.

શેષા  અવતારનેય  ભ્રમિત કરી દે,
શરણાગતિનો ચમત્કાર છે  શબરી.

રામચરિતમાનસની   છે    ધરોહર,
'કાન્ત', મનની આરપાર છે શબરી.
                      ***
-'કાન્ત'







           ગઝલ 
લગાગા લગાગા લગાગા લગા 

તમે  દિલમાં   છો ,  ઝરણ  આવશે,
પુષ્પ  પર  મધુકર  શરણ  આવશે.

પંચવટી   વિસ્તરે ,હર  પળ  અહીં,
સળવળો , ઇચ્છાનું  હરણ  આવશે.

મને     જિંદગીના     ઝરૂખે     જવું,
અચાનક   સજીને   મરણ  આવશે.

ગઝલની મસ્તી  છો  ભમે  દિલમાં,
કવિના   વિરહને   ચરણ   આવશે.

શબ્દસંહિતા    દોડયા    કર    હવે,
શબ્દનું   અવતરેલું  ધણ  આવશે.
                      ***
-'કાન્ત '

Tuesday, 13 December 2016

ગઝલ 

જીવન  એક ગીત  છે,ગાયા કરો,
એ ઈશ્વરની  પ્રીત છે  ગાયા કરો.

કદમ  પર   કદમ   ભરતા   રહો,
મહેનતની  જીત છે,  ગાયા  કરો.

અશ્રુઓને  કોઈ દિ',વેડફશો નહીં,
રડવાની પણ રીત છે,ગાયા કરો.

અહીં  બધું બદલાયા  કરે  તરત,
ગરમી  પછી શીત છે, ગાયા કરો.

હાસ્ય વહેંચો ,જગમાં લોકો સાથે,
જિંદગી    મનમીત છે,ગાયા કરો.
                   ***
-'કાન્ત '


Saturday, 10 December 2016

ग़ज़ल 

आज़  खुद से  प्यार  करने   दो   हमें ,
आप  हक  से  इन्कार  करने दो  हमें । 

आँखमिचौली  अच्छी  लगती   नहीँ ,
पलटकर  इज़हार   करने   दो    हमें । 

इशरत   कहाँ   मिलती   है   तड़पती,
अंतरित   इकरार    करने    दो  हमें । 

करवट   बदलते   रहे   हम   रातभर,
झपटकर   तक़रार  करने   दो   हमें ।

समतल जमीन पर,चलना  सरल है,
आज परबत पार   करने    दो   हमें । 
                       ***
-'कान्त '




Thursday, 8 December 2016

સવાર 

ઝૂમતી,ગાતી, નાચતી   આ  સવાર,
નવી  આશાઓ,  લાવતી આ સવાર.

પક્ષીઓનું   કુંજન , ભમરાનું  ગુંજન,
રવિની  સંગાથે  આવતી  આ સવાર.

સોનેરી  શમણાંઓને  સાર્થક  કરવા,
કદમથી કદમ મિલાવતી આ સવાર.

હૃદયકુંજ   માંહે , મોસમને   ભરી  દે, 
આંખોમાં રૂપ , સજાવતી આ સવાર.

વાયરાને વહેતો કરી દે ઘર આંગણે,
'કાન્ત'ની કવિતાને,ગાતી આ સવાર.
                      ***
-'કાન્ત'


ગઝલ 

આજ  છે  ને કાલ  છે, સાંભળ  ગઝલ,
પ્રેમ   એ  તત્કાલ  છે,સાંભળ  ગઝલ.

સાંજ  ફરવા  નીકળી , શબનમ બની,
સાથમાં  વેતાલ  છે,   સાંભળ  ગઝલ.

હોત  તું   બેખબર  તો,  ભૂંસત  લખી,
કલમનો  સવાલ   છે ,સાંભળ ગઝલ.

હોઠ  મારા  સળવળે , રસ    પામવા,
ઝૂમતી આ ચાલ  છે, સાંભળ  ગઝલ.

વસંતના પગરણ   થશે , ચારે તરફ,
મદનનો   હેવાલ  છે, સાંભળ ગઝલ.
                          ***
-'કાન્ત '
                 

Wednesday, 7 December 2016

ગઝલ 

શરત  આજ મારાથી  લગાવી તો જો,
ભાગ્યની  કૂકરીઓને  જગાવી તો જો.

સોનેરી  છે  સાંજ,ટહુકાઓ  છે ઘાયલ,
કુમુદ-કમલથી  સેજને સજાવી તો જો.

હોઠ પર  પ્યાસ ઝઝૂમે  કેટલા દિ 'થી,
તરશ  બન્ને  તરફની  બુજાવી  તો જો.

દરિયાના મોજાં ,  ભરતીથી   ભીંજાય,
તોફાન ખુદની  ભીતર સમાવી તો જો. 

 હું  નથી  નવરો,મન મોતી પરોવવા,
ઘૂંઘટ  સદાયને  માટે  હટાવી  તો જો.

આજે  પણ પાટી પર  માંડું  મીંડાઓ ,
જીવતરનું  ગણિત ,સમજાવી તો જો.

ટેરવે  સ્પર્શની  લાગણીઓ  સળવળે,
સમગ્ર ચેતનમાં એને  રસાવી તો જો.
                        ***
-'કાન્ત '



Monday, 5 December 2016

ગઝલ 

મારો  આ  સ્વભાવ  છે  ગોરી,
પ્રેમનો  આ  રૂઆબ  છે ગોરી.

ઈશ્કની   ઇબાદત  કરવી  છે,
પવિત્ર  આ  સવાબ છે ગોરી.

કોઈ  નાખુશ સૂરથી શા માટે ?
વાગતું આ  રબાબ  છે ગોરી.

ઝાકળ કદી  ઉદાસ  ન  હોય,
પુષ્પનો આ જવાબ છે ગોરી.

લિબાશ ભલે ને  ફકીર જેવો,
દિલનો આ નવાબ છે  ગોરી.
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Saturday, 3 December 2016

ગઝલ 

વિસ્તરેલી  ક્ષણ   વિષે  તું    વાત  કર,
દરિયાને  છોડ, રણ  વિષે તું વાત કર.

હાથીને  ભલે   મણ  મળે  વાંધો  નહીં,
ભૂખી   કીડીના,કણ  વિષે તું  વાત કર.

ઊંચી અટારીઓમાં મ્હાલે   શેઠિયાઓ,
કૂબામાં રહેતા ,  જણ વિષે તું વાત કર.

ઝેર ધારણ કર્યું નીલકંઠે ભલે ગળામાં,
 સ્ત્રીના ;વિષ ધરણ વિષે  તું વાત કર.

પાંચાલીનાં  ચીર પૂર્યા  હતા  માધવે, 
નારીના  વસ્ત્રાહરણ વિષે તું વાત કર.

અન્નકૂટ  ભરાય  છે  જગતનિયંતાનો,
બે ટકના પેટ ભરણ વિષે તું વાત કર.

ઘર   આંગણાનું  વૃક્ષ  લીલું  રાખવા,
'કાંન્ત 'મીઠા ઝરણ ,વિષે તું વાત કર.
                        ***
-'કાન્ત '




Friday, 2 December 2016

ग़ज़ल 

आज  सभी   कतार  में   नज़र  आते  हैं ,
अपनी  हालत ,  बड़ी  नाज़ुक  बताते हैं। 

हाहाकार मच  गया   है,  काले  धन  में,
आम  आदमी  को,  वे   ही  उकसाते  हैं।

माना  कि   कुछ   दिक्कतें  हैं  अब  भी,
फिर  भी लोग PM का हौसला बढ़ाते हैं। 

काला बाजारियों  ने, इस  देश को  लूटा ,
लालबुझक्कड़  लोग   ही  चिल्लाते   हैं। 

देश  विकास  का  90 %,10 %  खा गए,
आज  ईमादार  होने  का  ढोंग रचाते  हैं। 

नॉट  बंद  करने   का   फ़ैसला  सही   है,
फुसफुसा  कर  सभी  यही  समझाते  हैं। 

नामुमकिन को  मुमकिन कर  दिखाया,
500 और 1000 के नॉट ,आँखें चुराते हैं।  
                           ***
-'कान्त '



Thursday, 1 December 2016

ગઝલ 

નોબત  વજે તી   ડાકણ    ભજ,
ગજણ  ગજે  તી   ડાકણ    ભજ.

અખર મતારા ;  નેર  ખિલેં  તા,
ભણતર  સિજે તી , ડાકણ ભજ.

કિતરા લફી વ્યા,થકલ સફરમેં ,
હલંગ   ભિજે  તી , ડાકણ  ભજ.

ફિરે  પિરો  મેં ,સિજ઼  જો  જંધર, 
સાંજી ; ખિજે   તી ,ડાકણ  ભજ.

આંગૂઠા છાપ નાંય,મૂંજા શભદ,
ગઝલ,  સજે તી , ડાકણ   ભજ.
                   ***
-'કાન્ત'