ગઝલ
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
કેટલું સ્પંદન થયું છે, આપના આવ્યા પછી,
આંગણું નંદન થયું છે, આપના આવ્યા પછી.
એ હતું સપનું મજાનું, જોઈ લીધું આંખથી,
લાગણી બંધન થયું છે, આપના આવ્યા પછી.
કેટલું તોફાન ને ,હલચલ થઈ છે ભીતરે,
પ્રેમથી વંદન થયું છે, આપના આવ્યા પછી.
બોલ મારા આ ભવે તો,ભાગલા પાડી જ દે,
લોહ તો કુંદન થયું છે, આપના આવ્યા પછી.
આંગળી પકડી હવે હું ,ચાલું મનની દેરિએ,
ખુદનું દરશન થયું છે, આપના આવ્યા પછી.
આંસુઓથી ધોઈ લીધી, પાંપણો મારી જ તો,
માગણી મંથન થયું છે,આપના આવ્યા પછી.
વંદના આવી ગઈ છે, આજ મારા બારણે,
'કાંત'નું મન ધન થયું છે,આપના આવ્યાપછી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
કેટલું સ્પંદન થયું છે, આપના આવ્યા પછી,
આંગણું નંદન થયું છે, આપના આવ્યા પછી.
એ હતું સપનું મજાનું, જોઈ લીધું આંખથી,
લાગણી બંધન થયું છે, આપના આવ્યા પછી.
કેટલું તોફાન ને ,હલચલ થઈ છે ભીતરે,
પ્રેમથી વંદન થયું છે, આપના આવ્યા પછી.
બોલ મારા આ ભવે તો,ભાગલા પાડી જ દે,
લોહ તો કુંદન થયું છે, આપના આવ્યા પછી.
આંગળી પકડી હવે હું ,ચાલું મનની દેરિએ,
ખુદનું દરશન થયું છે, આપના આવ્યા પછી.
આંસુઓથી ધોઈ લીધી, પાંપણો મારી જ તો,
માગણી મંથન થયું છે,આપના આવ્યા પછી.
વંદના આવી ગઈ છે, આજ મારા બારણે,
'કાંત'નું મન ધન થયું છે,આપના આવ્યાપછી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment