Monday, 5 December 2016

ગઝલ 

મારો  આ  સ્વભાવ  છે  ગોરી,
પ્રેમનો  આ  રૂઆબ  છે ગોરી.

ઈશ્કની   ઇબાદત  કરવી  છે,
પવિત્ર  આ  સવાબ છે ગોરી.

કોઈ  નાખુશ સૂરથી શા માટે ?
વાગતું આ  રબાબ  છે ગોરી.

ઝાકળ કદી  ઉદાસ  ન  હોય,
પુષ્પનો આ જવાબ છે ગોરી.

લિબાશ ભલે ને  ફકીર જેવો,
દિલનો આ નવાબ છે  ગોરી.
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




No comments:

Post a Comment