Wednesday, 21 December 2016

ગીત 

સખી ! આજે મનમાં એવું થાતું 
સાજન ગયા છે પરદેશ ,
કેમ નીકળશે રાતું ?
સમય કહે છે થોભો;
ક્ષણો નાચતી કૂદતી આવે,
પાણિયારું પનઘટની યાદો લાવે !
મેડી પરનો  ઢોલિયો,
પાનેતર હિજરાતું !
કેમ નીકળશે  રાતું ? 
શરણાઈના સૂર વાગતા
અંતરમનને  ખોલે,
ઘરનો ઉંબરો પગના  સ્પર્શે ડોલે !
વિરહ વચાળે ,
દલડું પણ શરમાતું !
કેમ નીકળશે રાતું ?
              ***
-'કાન્ત'





No comments:

Post a Comment