Wednesday, 31 August 2016

ગઝલ 

ગજાનનને  સૌ  સાથે  મળીને  આવકારીએ,
લંબોદરનાં  ચરણોમાં   શરણું   સ્વીકારીએ.

વિનાયક  છે , રિદ્ધિ, સિદ્ધિ,  સમૃદ્ધિના  દાતા,
એમના સ્વરૂપને  મનમંદિરમાં પધરાવીએ.

ગણપતિબાપા મોરિયા,નાદ  ગૂંજે મલકમાં,
ચાલો ,એમાં  આપણો   પણ સૂર  પૂરાવીએ.

ગણના દેવતા ,ઉમા -શં કરના પનોતા પુત્ર,
એમની  નિશ્રામાં,નિષ્કામ  ભક્તિ ગજાવીએ.

સમાજની  એકતાનો  છે  આ ગણેશ-ઉત્સવ,
'કાન્ત'ની સાથે મળીને આરતી ગવડાવીએ.
                              ***
-'કાન્ત '



Tuesday, 30 August 2016

ग़ज़ल 

ग़ज़ल  तो  महफ़िल  में   सुनाई  जाती  है,
अपनों को  दिल की  बात  बताई जाती  है। 

तिकड़म  नहीं  चलता , दिल  के  सौदे  में,
हक़ीक़त , आमने सामने सजाई  जाती है। 

नवाज़िश  है  रब  की, मुहब्बत  में  डूबना,
इश्क  पे  पाबंदियाँ  क्यों  लगाई जाती  हैं ?

जाने-अनजाने  सब कुछ  करना पड़ता  है,
गधे  के  सामने  भी  बीन   बजाई जाती है। 

फ़िक्रमंद है शायर,नजम के छंद  टूटने से,
अब तो रचना में, अक्ल  मिलाई जाती है। 
                           ***
-'कान्त '









Monday, 29 August 2016

ગઝલ 

અવનવી  ધારણા  લઈ   હું ફરું,
કેટલાયે  સંભારણાં લઈ  હું  ફરું.

ગામ આખું ભેગું થયું છે  પાદરે,
મનના બંધ બારણાં લઈ હું ફરું.

આભ ગોરંભાય ,વીજળી ચમકે,
મેઘનાં  ઓવારણાં લઈ  હું  ફરું.

ખિસકોલી  કંકર લઈ પાછી ફરે,
સેતુની   વિચારણા લઈ  હું  ફરું.

તને રોજ જોવાની ટેવ છે મારી,
'કાન્ત'ના મનામણાં લઈ હું ફરું.
                  ***
-'કાન્ત'





Saturday, 27 August 2016

સાંજ 

રજનીના  ખોળામાં   ઢળી  જતી  આ સાંજ,
રંગબેરંગી  રંગોમાં  ભળી  જતી   આ સાંજ.

આખા દિ'નો  થાક્યો , સૂરજ  હાંફવા લાગે,
તારલિયાઓ એની શક્તિને માપવા લાગે.

ઠંડા વાયરાને પળમાં,કળી જતી આ સાંજ ,
રંગબેરંગી   રંગોમાં , ભળી જતી આ સાંજ.

સીમ સીમાડેથી  ગાયોના ધણ પાછા આવે,
ખેડૂ , ખેતરેથી  ઘેર  આવી,સપનાં  સજાવે.

પરણેતરના ઓરતાંને મળી જતી આ સાંજ.
રંગબેરંગી  રંગોમાં  ભળી  જતી  આ  સાંજ.

ગોરંભાયેલું  આકાશ,એના  સ્વરૂપને  ઢાંકે,
એનેય ન સમજાય ,થાય છે આ કોના વાંકે ?

અકળાવતા ઘામમાં બળી  જતી આ સાંજ,
રંગબેરંગી  રંગોમાં  ભળી  જતી આ  સાંજ.
                           ***
-'કાન્ત'



ગઝલ 

આવી   શકે  તો   આવ  તું,
લાગણી  જરીક બતાવ તું.

બીજું  તો  શું  કહું    દોસ્ત,
સપનામાં  ના  સતાવ  તું.

લાગ્યું  કે ખખડિયું બારણું,
પદચાપથી  ના  ડરાવ તું.

હા,વગોવાયો હું  ચારેકોર,
ઉઠબેસ હવે  ના કરાવ તું.

ઈચ્છા છે સમીપ રહેવાની,
ઝંપવાનો  એક  પડાવ તું.

આંખમાં તારું પ્રતિબિંબ છે,
'કાન્ત'ને   ના    રડાવ  તું.
                ***
-'કાન્ત'

Thursday, 25 August 2016

ચાલાકી  છોડ !

બુદ્ધિને  કાબૂમાં   રાખ  ચાલાકી   છોડ,
ડહાપણને કૂવામાં નાખ,ચાલાકી છોડ.

બની   બહાવરો   તું  જ્યાં  ત્યાં  ભટકે,
તૃષ્ણાઓ  તારી , મનમંદિરમાં  લટકે.

નથી   ઊડવાને  પાંખ, ચાલાકી  છોડ,
ડહાપણને કૂવામાં નાખ,ચાલાકી છોડ.

આવું અજવાળું  ઊગ્યું   તારી ડેલીમાં,
અંધકાર ભર્યો  છે ,તેં   તારી  થેલીમાં.

ઊજળી  કર તારી સાખ,ચાલાકી છોડ,
ડહાપણને કૂવામાં નાખ,ચાલાકી છોડ.

વીંટળાતો  જાએ   છે, માયાના રંગમાં,
જીવન થશે  સાર્થક, શાસ્ત્રોના  સંગમાં .

અંતે  શરીર  થશે રાખ, ચાલાકી  છોડ,
ડહાપણને કૂવામાં નાખ,ચાલાકી છોડ.
                         ***
-'કાન્ત'




Wednesday, 24 August 2016

હરિ 

હરિ ,ધર્મની  સ્થાપના કરે ,
એવો અવતાર અમને ના ખપે !
અમને તો.......
વોટ્સ-અપ  અને  ફેસબુક ,
બરાબર  ચલાવે ...
અમારી  પોસ્ટ પર  વધુ ને  વધુ,
લાઈક કરાવે ,બધા જ  સમયપત્રકમાંથી 
મુક્તિ અપાવે,પગાર વધારો  આમ જ 
થતો  રહે,'ઉપરની આવક'માં  વૃદ્ધિ થાય,
T V સિરિયલો  અંનત ,એની  કથા 
અંનતા  ચાલતી  રહે,
બસ.....ઘણું  થયું ......
અમને  તો  જોઈએ  એવો  પ્રભુ !  
                   ***
-'કાન્ત'

ગઝલ 

હરિ   હવે  તો  તમે  અવતાર ધારણ  કરો,
આધુનિક  કંસ,  ને  કૌરવોનું   મારણ કરો. 

ધર્મની  ગ્લાનિને  સમજવી  પડશે તમારે,
વધી ગયા  બ્રહ્મરાક્ષસો,એનું તારણ  કરો.

અનિવાર્ય  છે  તમારું  પૃથ્વી  પર આવવું,
કલિયુગના પાપ-પ્રપંચોનું,નિવારણ કરો.

અધર્મની પીડા ,ચોમેર સતાવે સજ્જનને,
કલંકી  રૂપ  લઈ ,  દુષ્ટોનું   તાડન   કરો.

લોહીથી લખીને આ ગઝલ તમને મોકલું,
જન્મ લેવામાં ;હવે મોડું  શા  કારણ  કરો ?
                           ***
-'કાન્ત'








Tuesday, 23 August 2016

સાતમ છે  !

તીનપત્તી કરે  છે પોકાર,ભઈ સાતમ છે,
જુગારનો   જયજયકાર, ભઈ સાતમ  છે.

એકો-ભાછા-રાણી-સાચીમાં સૌ અટવાય 
ભલે ને  લાજ-શરમ જરીયે  ન સચવાય.
    
ગંજીપાનો આ ચમત્કાર, ભઈ સાતમ છે.
જુગારનો   જયજયકાર ,ભઈ સાતમ  છે.

દ્યૂત  ક્રીડામાંથી  જ  મહાભારત  સર્જાયું, 
દ્રૌપદી લજ્જિત થઈ,કોને છે  સમજાયું ?

શ્રાવણ  રહે  સચરાચાર ,ભઈ સાતમ છે,
જુગારનો  જયજયકાર ,ભઈ સાતમ  છે.

ગામે  ગામે  ખેલૈયાઓના  પડ મંડાતા,
હવે  તો  નારીવૃંદો  પણ એમાં  જોડાતા.

'કાન્ત'ના છે આ વિચાર,ભઈ સાતમ છે,
જુગારનો  જયજયકાર, ભઈ સાતમ  છે.
                          ***
-'કાન્ત'



ग़ज़ल 

चारों    ओर   निराशा   है,
बची   न   कोई  आशा  है। 

कब  अच्छे  दिन  आएँगे ?
उसकी  क्या परिभाषा  है ?

दिल से   दिल जुड़  जायें,
एक यही,   अभिलाषा  है। 

रोटी-पानी,जलता चूल्हा,
पापी  पेट  की   भाषा  है।  

काटछाँट  नहीँ है  हमारी,
कहना  कुछ  जरा सा  है। 
               ***
-'कान्त'







Monday, 22 August 2016

ગઝલ 

ચોતરફ  ભલે  ને   પડકાર  હો,
ભીતરે  વિશ્વાસનો રણકાર  હો.

વૃક્ષ પર ટહુકો  ફૂટે  કોયલનો,
મોરનો કેકારવ સદાબહાર હો.

કવિ -ઈશ્વર વચ્ચે વેંતનું  છેટું ,
છતાં  મુલાકાત  વારંવાર  હો.

ઝંખનાનું  કોઈ  સરનામું ખરું?
મળી જાય જો,તો ચમત્કાર હો.

ઉર્ધ્વમૂલ કયા ઝાડનું મૂળ છે ?
સમગ્ર  ચેતનાનો વિસ્તાર હો.

ગઝલને  તરન્નુમમાં  રજૂ કરું,
રાગ તોડી  કે  મેઘમલ્હાર હો.
                  ***
-'કાન્ત'

Friday, 19 August 2016

ગઝલ 

સઘળા  શ્વાસ આપી  શકું  તને,
બધો  વિશ્વાસ આપી શકું  તને.

બીજું  તો શું  થઈ  શકે ઘાયલ,
ઉન્નત આકાશ  આપી શકું તને.

ચાલ, અજવાળાને  ઓઢી  લે,
થોડો ,પ્રકાશ આપી શકું  તને.

આમ તો સમયનો  સાધક  છું,
છતાં,સહવાસ આપી શકું તને.

ચાલવાની તરસ હોય ભીતર, 
નાનો  પ્રવાસ આપી શકું તને.

નિરાંતે રહેવું  છે  'હું' છોડી ને ?
હરિ નિવાસ  આપી  શકું તને.
                  ***
-'કાન્ત'




Wednesday, 17 August 2016

બહેના !

પ્રેમની મૂર્તિ  ઓ બહેના  ,તને બધું જ અર્પણ છે,
સર્વ    સંબંધોમાં   તારું ,  અદભુત  સમર્પણ   છે.

અગર  લખું  સ્નેહથી ભીની , કહું લાગણી મારી,
ખુદને નિરખવા માટે, તું એક જ ખુલ્લું દર્પણ છે.

હતી  તું  નાની  મારાથી, લાડ  તુજને  લડાવ્યાં ,
એ સપનાં ,એ રમતો, એ આંગણું બધું તર્પણ છે.

સૂતરના તાંતણે બાંધે આજ  પણ  તારા ભાઈને,
હતું  બચપણ , ગઈ જવાની , આવ્યું ઘડપણ છે.

નથી કદી કશું  માગ્યું,  કુશળતા ચાહી વીરા ની ,
તેથી  જગતમાં ભાઈ-બહેનનું સાચું સગપણ છે.
                               ***
-'કાન્ત'









Tuesday, 16 August 2016

ગઝલ !

તંદુરસ્ત   રહેવું   છે,  તો   ચાલ  કર,
મનદુરસ્ત  રહેવું  છે, તો  વ્હાલ  કર.

સંવેદનાને   તરોતાજા  રાખવા માટે,
ક્યારેક  એકાંતમાં ખુદને સવાલ કર.

ઝુકાવી  છે  ગરદન આજે ઉત્સવોએ,
ઉંમર,શરમ મૂકીને  ખૂબ ધમાલ કર.

તારું   જીવન વસંત ઋતુ  બની જશે,
રંગોળીની  ભાત ને  ઘૂંટ, કમાલ કર.

ઈર્ષ્યા, મદ ,મોહ , મત્સર પજવે  છે ?
માટી  થઈ,એમની સામે બબાલ કર.

દૂર   ક્ષિતિજે  કોઈક   રાહ   જુએ  છે,
મનનો  ભાર  ઉપાડવા,  હમાલ  કર.

હદથી  વધી  ગયો  છો  ,શ્રીમંત   તું,
હિસાબ છોડ,જગતને માલામાલ કર.
                        ***
-'કાન્ત'





Monday, 15 August 2016

સાહેબ  !

ઈન્સાન  છો , ઈન્સાન  રહો  સાહેબ,
કયારેક તો ,તમે  સાચું  કહો સાહેબ.

તિમિરમાં પણ ,મળી રહે અજવાળું,
અંધારી  અમાસનેય  સહો   સાહેબ.

વરસાદમાં  આકાશનું  ઘર વહે  છે,
સંગ-સંગ , તમે  પણ વહો   સાહેબ.

તેમને  કહી   દો , તમાશો  ના  કરે,
શબ્દોયે  બોલી  ઊઠે, અહો સાહેબ.

કો નજૂમી  પાસે  જોશ  જોવડાવો,
કુંડળીમાં બેઠા છે ક્રૂર ગ્રહો  સાહેબ.
                       ***
-'કાન્ત'

                     




Sunday, 14 August 2016

चलते  रहो  !

आग   हो  या बाग़  हो,  चलते  रहो ,
ढेर   सारे   ख़्वाब    हों , चलते रहो। 

निरतिशय  बल  मिले,  जल  मिले,
दूर  तक  की  राह में, न छल  मिले। 

भारतीय   प्रभाव    हो,  चलते  रहो,
ढेर   सारे    ख़्वाब   हों ,चलते  रहो। 

चहल-पहल  मची  है आज  देश में,
सभ्यता  रची  है , विविध   भेष में। 

अलग   ही  अंदाज़   हो,चलते  रहो ,
ढेर   सारे    ख़्वाब   हों ,चलते  रहो। 

तंग-खयाल  क़ुबूल नहीं, अक़्द  में,
मीठा पानी मिल रहा हमें  अब्द में। 

चाहे  सामने  सैलाब हो,चलते रहो ,
ढेर  सारे  ख़्वाब   हों ,  चलते  रहो। 
                   ***
-'कान्त'








ગઝલ 

મન ,મારું  આજે ગાગર થઈને  છલકે,
અસ્તિત્વ  મારું , સાગર  થઈને છલકે !

હોઠ  ઉપર તું મૂકે,વાંસળી  નખરાળી,
સૂર , નંદજીના નાગર થઈને   છલકે !

હલકારો  આવીને  સાદ પાડે  ડેલીએ ,
ભીતરે  એ, કોરો  કાગર થઈને છલકે !

આ ઘડીભર સાંજ,નખરા કરે મોજથી,
આથમતો સૂરજ,પાદર  થઈને છલકે !

સાહ્યબો  દે સાદ , મેડીએથી    હંમેશાં ,
પગ  મારા દોડે,  દાદર થઈને છલકે !
                      ***
-'કાન્ત'









ગઝલ 

મઝધારમાં  જઈ ને  કિનારો  શોધું  છું,
સફેદ રણમાં જઈ ને બહારો  શોધું  છું !

રોજ  સાંજે  હું  દ્વાર  બધાં  ખટખટાવું,
ઉજ્જડ  ગામમાં, કો  સહારો શોધું  છું  !

ઝબકી ઝબકીને આગિયા થાકી ગયા,
ધ્રુવ  તારક સમ, કો સિતારો શોધું  છું !

સરહદના બંધનો મેં  નથી  સ્વીકાર્યા,
દીકરી  મલાલાના, વિચારો  શોધું છું !

કવિતાના  શબ્દને , રોપવા છે  મારે,
ફળદ્રૂપ  સ્પર્શનો    ક્યારો   શોધું  છું .
                       ***
-'કાન્ત'
        



Saturday, 13 August 2016

ગઝલ 

માડુ મેં   ઊના  ઉતરો  ત  ખજાનો  નિકરે,
સાચવીને  સંઘરેલો    કોક જમાનો  નિકરે  !

કિતેક  મિલે  સજી જિંદગી જીવતી ડટેલી ,
થિયે  વિઠી ,ત    મિંજાનું  દીવાનો  નિકરે !

ઍડ઼ો નાંય કે ખાસા  ડિસજેં,ઉ ખાસા હોંય,
કડેં  કોક  અડીયલ પણ, પરવાનો  નિકરે !

રખે મનો ન , હેવાનિયત હેવાન જ કરિયેં ,
કડેંક,સજ્જન  પણ , શેતાન  દાનો  નિકરે !

ઘા  મિણી કુરા મિલેંતા,ગમે તિત ખોતર્યો ,
કડેંક  બાર ,કડેક મિંજા પણ, પાણો નિકરે !

ઇનજો  કીં  નિક્કી ન,ઈ ત  માડુ  ચોવાજે,
પોખયો  બાજર  ને ,કોયડ   દાણો  નિકરે !
                          ***
-'કાન્ત'

Friday, 12 August 2016

ગઝલ 

મહેફિલમાં  ખૂબ   ગવાઈ  ગઝલ,
પદ્ય રચનામાં  છે  સવાઈ  ગઝલ.

સ્પર્શતાં    એને  રોમાંચ  અવતરે,
શબ્દ આકાશે  છે   છવાઈ  ગઝલ.

ઈશ્કે હકીકી  હો  કે  ઈશ્કે  મિજાજી,
રક્તના ટીપાંમાં છલકાઈ  ગઝલ.

એનો ટહુકો સાંભળવા મન તડપે,
કલમની  ટોચે  ગોરંભાઈ  ગઝલ.

શાયરની  સંવેદનાને  એ   ઊંચકે,
ઘૂંઘટ  હટયું  ને  શરમાઈ  ગઝલ.

માપ નહીં ,અમાપ ભાવની  ભૂખી,
મીટરના  માંચડે, કરમાઈ  ગઝલ.

'કાન્ત 'એને ઝાકળથી રોજ સીંચે,
કવિને   આંગણે  લહેરાઈ ગઝલ.
                      ***
-'કાન્ત'








ગઝલ 

સમય થી  દૂર-દૂર  હું   જ  ભાગું,
કાયર મારી નજરમાં હું જ લાગું.

મન   તડપે   વરસતી   વર્ષામાં ,
મેઘલી  રાતે  એકલો હું જ જાગું.

શ્વાસ  અટકી-અટકી ચાલ્યા કરે,
તારા નામનો સંચાર હું જ માગું.

અંધારું ખસે,પ્રકાશને માર્ગ દેવા,
અજવાસમાં ખુદને હું જ  ત્યાગું.

એ નખશિખ ન્હાય મારી ભીતર, 
મોહક  વળાંકોને   હું   જ  તાગું.
                    ***
-'કાન્ત'

Thursday, 11 August 2016

ग़ज़ल 

हमारी   चौखट  पे  लोग,  गिरने  आते  हैं ,
कुछ   लम्हे   ज़िंदगी   के    जीने  आते हैं।  

ऐशआराम मिलता  है, कोठे की पनाह में ,
मुन्नीबाई  की    झलक  देखने   आते  हैं। 

महफ़िल में  तबले की धक -धिना -धिन ,
घुंघरू  की  आवाज़  में  मचलने  आते हैं। 





  

Wednesday, 10 August 2016

ગઝલ 

કેટલી  આગ   છે  તારી  પ્યાસમાં,
ભીંજવી   લે     ખુદને ,વરસાદમાં.

સંવેદનાઓ  સાથે મળીને  પજવે,
મારે  જવું  હવે  કયા  અવસાદમાં ?

આંસુઓ  બધાં ,ખુલ્લાં થઈ ગયાં ,
તારા   ગાલ    ઉપરના   ચાસમાં.

રોશનીની  શોધમાં  ભટકયા  કરું,
પ્રકાશિત છે તું  કોઈ અજવાશમાં.

મોત બોલાવે મને, શ્વાસને શું કહું ?
લેવો  પડે  મારે  એને  વિશ્વાસમાં.

કોણ માપી શકે, વિરહની વેદના ?
રાહુ  બેઠો   છે,કુંડળીના  પ્રાસમાં.

નવી  ગઝલ લખું,જૂનીને  શું કરું ?
કોઈ તો ગાશે,જીવું એવી આશમાં.
                      ***
-'કાન્ત'










Tuesday, 9 August 2016

ગઝલ 

ફર  ફર ફર    તું  ફરક  તિરંગા ,
સ્વાતંત્ર્યદિને તું  મરક તિરંગા.

ત્રણ  રંગોનો  તું  રહ્યો સંવાહક ,
દોરી   પર  તું     સરક  તિરંગા.

આન, બાન  ને  શાન મુલકની,
રાષ્ટ્ર  સંગ   તું,  હરખ  તિરંગા.

ભારતમાતા   પોકાર    કરે  છે, 
આઝાદીનો  તું   અરક  તિરંગા.

શહીદોની  આશાઓનું   દર્પણ,
એ આંખોની  તું  પલક  તિરંગા.

ઉન્નત ગગનમાં સદા લહેરાજે ,
અરમાનોની તું ઝલક  તિરંગા.

સૂફી  ધારા  આલબેલ  પોકારે,
બોલી  પડ  તું  અલખ તિરંગા.
                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

ગઝલ 

મેકરણ  ને  મીરાં , મધુર  નામ  લાગે,
અલખનો  ઓટલો,  અંતે  કામ  લાગે.

કયાંક  હું ઊભું , કયાંક  મન પણ ઊભે ,
શિવજીનું  શરણ , મોક્ષ  ધામ    લાગે .

વીત્યું  આ  જીવન   મોહ-મત્સર ખોળે ,
બીલીપત્ર,ચંદન ,શીતળ શ્યામ લાગે.

ખુશી-શાંતિ-પ્રીતિ ,ત્રણેની  અછત  છે,
કૈલાશના  શિખર પર,  વિશ્રામ  લાગે.

ખુલ્લી ન હો ભલે છત,ખુલ્લું જીગર છે,
અણહક્કનું   હવે   ખાવું,  હરામ લાગે .

ઊડવું  ગગનમાં ,જરૂરી પણ  કયાં છે ?
ધરા  પર  રહેવું,  પૂર્ણ  વિરામ  લાગે .

ગઝલનો પહેલો મક્તા,કેવો સરે  છે,
શબ્દોનો  ચહેરો ,રઘુવીર રામ લાગે .
                       ***
-'કાન્ત'

Monday, 8 August 2016

ग़ज़ल 

आज  गहरी  घटाएँ  चारों   ओर  हैं ,
मीठे    बोल    रहे    दादुर   मोर  हैं। 

लहरों  में   डूब   गया   सारा   जहाँ,
कोकिला  ने  मचाया  यहाँ  शोर है। 

धरती  का   आँचल   है   हरा -भरा ,
पनघट  का  जमघट  चितचोर   है। 

फैला  नील  गगन,मंद -मंद  पवन,
स्वाति   बूंद   से    तृप्त  चकोर  है। 

बाहें   फैलाकर   वसुंधरा   खड़ी   है,
चारों   ओर  प्रकृति का  ही  दौर  है। 

फूल खिले हैं ,कलियां भी हैं प्यारी,
दर्शनीय  मौसम का  यहाँ  ज़ोर  है। 
                     ***
-'कान्त'



ગઝલ 

વરસાદની   પધરામણી   ચોતરફ,
ભીની -ભીની    લાગણી    ચોતરફ.

હમીરસર  ઓગને,  આ  શ્રાવણમાં,
ભુજવાસીઓની   માગણી ચોતરફ.

લીલી  ઓઢણી ધરા  પર શોભતી,
ફરફર છાંટાની સતામણી ચોતરફ.

મેઘલાડુ  મઘમઘે  ભુજિયા   સુધી,
ધરતીપુત્રોની   વાવણી   ચોતરફ.

નગર  આખું  પલળવા  આતુર  છે,  
મોટાબંધની   વધામણી   ચોતરફ .
                       ***
-'કાન્ત' 










Sunday, 7 August 2016

ગઝલ 

મેહુલા  આખરે તું  આવ્યો  ખરો,
મોજ  વર્ષાની   તું  લાવ્યો  ખરો.

શ્રાવણને  ભીંજવી ને  સારું  કર્યું,
ઉપવાસીઓને તું   ભાવ્યો ખરો.

આટલા દિ ' ઝંખના  શેની હતી ? 
સારી પેઠે કચ્છને ,તાવ્યો  ખરો.

મોટો બંધ વહેતો થયો જોશથી, 
હમીરસરને તેં હરખાવ્યો  ખરો.

આ  ધરા, વસુંધરા બનશે  હવે,
હેત  કવિ   પર વરસાવ્યો ખરો.
                  ***
-'કાન્ત'



Saturday, 6 August 2016

my friend !

મારામાં  તું  જીવતો  હોય  છે  my friend !
ને  હું  પળેપળ તને  યાદ કરતો હોઉં  છું !

કશું  અન્ય  ભરી  શકતો નથી હું  ભીતરે,
ભરવા   મથું  તો   તું  છલકાઈ  જાય  છે  !

મારામાં  ઊછળે   છે  શૈશવના  સ્મરણો,
હું  નદી  બનીને -દોડવા માંડું છું ઝટપટ !

ઘૂઘવે  છે ક્યારેક  ભોગવેલી  ક્ષણો પણ,
ગિલ્લી-ડંડા,હુ તુ તુ ,રમવા લાગે છે મન !

બેઠાં છે ; સામે  પારેવાં  પ્રેમથી   ભરપૂર,
ઝરમર  વરસાદ ભીંજવે મને આખેઆખો!

my friend   આજ સુધી   આંખોમાં   બંધ ,
દ્રશ્યો  તરવરવા લાગે છે   ને હું જીવું  છું !
                          ***
-'કાન્ત'

ગઝલ 

જિંદગી  પગભર  હશે  તો ચાલશે,
મોત  જો  સદ્ધર  હશે   તો  ચાલશે.

છે  તમન્ના  દિલ મહીં વરસાદની,
ઓસની  ફરફર  હશે  તો  ચાલશે.

લાશ  મારી  હું  જ  લઈને  નીકળું,
કાંધિયા  ઘર  પર  હશે તો ચાલશે.

ધારણાનાં  પીંજરામાં  હું   કેદ  છું ,
લાગણી  સરભર હશે  તો  ચાલશે.

એક આંસુ આંખથી ,વહી  નીકળ્યું,
ઓરડે   સરવર   હશે  તો  ચાલશે.

મીટ  માંડી  બેઠો છું , દરિયા  પરે,
મોજાંની  હરફર   હશે  તો ચાલશે.

ભર  ચોમાસે પલળવાના કોડ  છે,
'કાન્ત' જો ઝરમર હશે તો ચાલશે .
                    ***
-'કાન્ત'



ગઝલ 

ખરાખરી  જો  હી  ખેલ  અય  ભલા,
કડેક ખુલક,ત કડેક જેલ અય ભલા.

ખારે   ધરીયામેં   અય  મિઠી  વીરી ,
સુખ-ડુખ જો  ઇતે  મેલ  અય  ભલા.

જુવારિયોં કવિ કે;કવિ જી કવિતા કે,
શભધ  જી    હિત ,ભેલ  અય  ભલા.

ખિલ  મિંજા ખેલ થઈ  પૅ  ઓચિંતો,
ઈન  તિરેં  મેં ,પણ તેલ અય ભલા.

ખીરજા ખીરમેંનેં પાણી જા પાણીમેં ,
મિઠે પાણીજી ભરલ હેલ અય ભલા.
                        ***
-'કાન્ત'

Friday, 5 August 2016

વરસાદ !

વરસી  પડ  વરસાદ,  હવે  તું  હેલી  થઈને ,
મારામાં  પડઘાતો   આજે   તું  શેરી  થઈને .

છબછબિયાં  પાણીના  જો     મને  બોલાવે,
ઉંમરનાં  બંધનો ,  સહજતાથી  એ  છોડાવે. 

વાદળીઓ  દોડે નભમાં,કેવી  ઘેલી  થઈને,
મારામાં  પડઘાતો  આજે  તું    શેરી  થઈને .

ધિંગામસ્તી-દોડાદોડી ,ભાઈબંધો સથવારે,
વહેતા પાણીમાં  સૌ ,કાગળની નૌકા હંકારે.

કેસરાસર  કરે  ધુબાકા ,મારી  ડેલી થઈને,
મારામાં  પડઘાતો  આજે  તું  શેરી   થઈને.

પાલરધૂનાની કોતરો, જળનો જળપ્રપાત,
આંખોમાં  સમાયો  જાણે   જગતનો  તાત. 

મ્હોરી  ઊઠે વનરાઈ  જો  રસઘેલી થઈને,
મારામાં  પડઘાતો  સદા  તું  શેરી   થઈને.
                          ***
-'કાન્ત'
0કેસરાસર -મારા ગામનું  તળાવ 
0પાલરધૂનો-મારા ગામની બાજુમાં 
આવેલો  ધોધ. 

Thursday, 4 August 2016

ગઝલ 

ઝરમર  નહીં  તું  મૂશળધાર  વરસી  જા,
ભીંજવી  દે ધરા,  અનરાધાર વરસી  જા.

મેઘતૃષ્ણા   કચ્છની  પારખી   લે  બાપ,
રમતું   છોડીને   સચરાચાર  વરસી  જા.

મીઠો  આ  મુલક , મીઠડા એના માનવી,
સીમ-સીમાડે-ખેતરે પારાવાર વરસી જા.

કેડૂણા  નિરખીએ  તને  ચાતકની  આંખે,
મોતી પકવશું  હૈયે , જલધાર વરસી જા.

તું  જ  જીવન,તું  જ સાવન,આ માટીનો,
કરી  દે તરબોળ,હર વિસ્તાર વરસી જા.

કવિની   વાણી-પાણીને    ઈરશાદ   કહે, 
'કાન્ત ' પલળે,  કર ચમત્કાર વરસી જા
                        ***
-'કાન્ત'




Wednesday, 3 August 2016

ગઝલ 

સાંધ્યદીપમાં   શુક્રવારે   મળીએ  અમે,
શબ્દોની  રોશનીથી  ઝળહળીએ  અમે.

ગીત  અમારું સિંહાસન,ગઝલ  રજવાડું,
અંતરના    ઓરડે    ખળભળિયે    અમે.

એકબીજાના  સંગમાં  અમે   રાજી રાજી,
ગંગા ને  સરસ્વતીની જેમ ભળીયે અમે.

ધરવ  થાય શબ્દોના મીઠા અમીરસનો,
શબાબ, ખ્વાબ, વંચિતને  કળીયે  અમે.

અમારા  જીવનનો  સાર છે આ બગીચો,
લેખિનીના  સૂફી પ્રેમમાં  બળીએ   અમે.
                          ***
-'કાન્ત'




ગઝલ 

સ્પર્શ   છે  ચિક્કાર  મારા  હાથમાં,
પ્રેમનો  છે સ્વીકાર  મારા હાથમાં.

કેટલાં  સ્પંદનો અહીં  પડઘાય છે,
સળવળે  છે પ્યાર  મારા  હાથમાં. 

પ્રારંભ   ભલે   રહ્યો  અંધકારમય,
સૂર્યનો  છે  પડકાર મારા  હાથમાં. 

જિંદગી તો  શબ્દે પાડેલો સાદ છે .
છે  કલમના તોખાર મારા હાથમાં.

ગોતવા એક એક ડગલે આવું તને,
અનહદનો  વિસ્તાર મારા હાથમાં.

ગણતરીના ગર્ભમાંથી 'હું'   જન્મે,
સઘળો    છે  વેપાર મારા હાથમાં.

મેં  હજી  માગણી  પૂરી  કરી નથી,
છે  સમયનો  સત્કાર મારા હાથમાં.
                    ***
-'કાન્ત'

Monday, 1 August 2016

ગઝલ 

જળ   નહીં , મૃગજળ  હશે તો  ચાલશે,
બે  ચાર  ક્ષણ  અંજળ  હશે તો ચાલશે.

શ્વાસમાંથી  સંચરી  આંસુઓ વહ્યા કરે,
ભીતરે કો   ખળભળ  હશે  તો  ચાલશે.

વાત  મોઘમ આપને કરી  દઉં એટલી,
ઈચ્છાઓ   ભળભળ  હશે  તો  ચાલશે.

ઓટ-ભરતી   કવિતામાં   આવ્યા  કરે,
સાથ એનો પળ બેપળ હશે તો ચાલશે.

સાંજ  વેળા  ગોધૂલી કેવી   ઊડ્યા કરે, 
પદચાપની   સળવળ હશે તો ચાલશે.

ગઝલના મોરચે  તો  રહેવું  અડીખમ,
શબ્દની  ચળવળ    હશે  તો  ચાલશે.
                        ***
-'કાન્ત'