ગઝલ
આવી શકે તો આવ તું,
લાગણી જરીક બતાવ તું.
બીજું તો શું કહું દોસ્ત,
સપનામાં ના સતાવ તું.
લાગ્યું કે ખખડિયું બારણું,
પદચાપથી ના ડરાવ તું.
હા,વગોવાયો હું ચારેકોર,
ઉઠબેસ હવે ના કરાવ તું.
ઈચ્છા છે સમીપ રહેવાની,
ઝંપવાનો એક પડાવ તું.
આંખમાં તારું પ્રતિબિંબ છે,
'કાન્ત'ને ના રડાવ તું.
***
-'કાન્ત'
આવી શકે તો આવ તું,
લાગણી જરીક બતાવ તું.
બીજું તો શું કહું દોસ્ત,
સપનામાં ના સતાવ તું.
લાગ્યું કે ખખડિયું બારણું,
પદચાપથી ના ડરાવ તું.
હા,વગોવાયો હું ચારેકોર,
ઉઠબેસ હવે ના કરાવ તું.
ઈચ્છા છે સમીપ રહેવાની,
ઝંપવાનો એક પડાવ તું.
આંખમાં તારું પ્રતિબિંબ છે,
'કાન્ત'ને ના રડાવ તું.
***
-'કાન્ત'
No comments:
Post a Comment