ચાલાકી છોડ !
બુદ્ધિને કાબૂમાં રાખ ચાલાકી છોડ,
ડહાપણને કૂવામાં નાખ,ચાલાકી છોડ.
બની બહાવરો તું જ્યાં ત્યાં ભટકે,
તૃષ્ણાઓ તારી , મનમંદિરમાં લટકે.
નથી ઊડવાને પાંખ, ચાલાકી છોડ,
ડહાપણને કૂવામાં નાખ,ચાલાકી છોડ.
આવું અજવાળું ઊગ્યું તારી ડેલીમાં,
અંધકાર ભર્યો છે ,તેં તારી થેલીમાં.
ઊજળી કર તારી સાખ,ચાલાકી છોડ,
ડહાપણને કૂવામાં નાખ,ચાલાકી છોડ.
વીંટળાતો જાએ છે, માયાના રંગમાં,
જીવન થશે સાર્થક, શાસ્ત્રોના સંગમાં .
અંતે શરીર થશે રાખ, ચાલાકી છોડ,
ડહાપણને કૂવામાં નાખ,ચાલાકી છોડ.
***
-'કાન્ત'
બુદ્ધિને કાબૂમાં રાખ ચાલાકી છોડ,
ડહાપણને કૂવામાં નાખ,ચાલાકી છોડ.
બની બહાવરો તું જ્યાં ત્યાં ભટકે,
તૃષ્ણાઓ તારી , મનમંદિરમાં લટકે.
નથી ઊડવાને પાંખ, ચાલાકી છોડ,
ડહાપણને કૂવામાં નાખ,ચાલાકી છોડ.
આવું અજવાળું ઊગ્યું તારી ડેલીમાં,
અંધકાર ભર્યો છે ,તેં તારી થેલીમાં.
ઊજળી કર તારી સાખ,ચાલાકી છોડ,
ડહાપણને કૂવામાં નાખ,ચાલાકી છોડ.
વીંટળાતો જાએ છે, માયાના રંગમાં,
જીવન થશે સાર્થક, શાસ્ત્રોના સંગમાં .
અંતે શરીર થશે રાખ, ચાલાકી છોડ,
ડહાપણને કૂવામાં નાખ,ચાલાકી છોડ.
***
-'કાન્ત'
No comments:
Post a Comment