ગઝલ
મન ,મારું આજે ગાગર થઈને છલકે,
અસ્તિત્વ મારું , સાગર થઈને છલકે !
હોઠ ઉપર તું મૂકે,વાંસળી નખરાળી,
સૂર , નંદજીના નાગર થઈને છલકે !
હલકારો આવીને સાદ પાડે ડેલીએ ,
ભીતરે એ, કોરો કાગર થઈને છલકે !
આ ઘડીભર સાંજ,નખરા કરે મોજથી,
આથમતો સૂરજ,પાદર થઈને છલકે !
સાહ્યબો દે સાદ , મેડીએથી હંમેશાં ,
પગ મારા દોડે, દાદર થઈને છલકે !
***
-'કાન્ત'
મન ,મારું આજે ગાગર થઈને છલકે,
અસ્તિત્વ મારું , સાગર થઈને છલકે !
હોઠ ઉપર તું મૂકે,વાંસળી નખરાળી,
સૂર , નંદજીના નાગર થઈને છલકે !
હલકારો આવીને સાદ પાડે ડેલીએ ,
ભીતરે એ, કોરો કાગર થઈને છલકે !
આ ઘડીભર સાંજ,નખરા કરે મોજથી,
આથમતો સૂરજ,પાદર થઈને છલકે !
સાહ્યબો દે સાદ , મેડીએથી હંમેશાં ,
પગ મારા દોડે, દાદર થઈને છલકે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment