ગઝલ
મેહુલા આખરે તું આવ્યો ખરો,
મોજ વર્ષાની તું લાવ્યો ખરો.
શ્રાવણને ભીંજવી ને સારું કર્યું,
ઉપવાસીઓને તું ભાવ્યો ખરો.
આટલા દિ ' ઝંખના શેની હતી ?
સારી પેઠે કચ્છને ,તાવ્યો ખરો.
મોટો બંધ વહેતો થયો જોશથી,
હમીરસરને તેં હરખાવ્યો ખરો.
આ ધરા, વસુંધરા બનશે હવે,
હેત કવિ પર વરસાવ્યો ખરો.
***
-'કાન્ત'
મેહુલા આખરે તું આવ્યો ખરો,
મોજ વર્ષાની તું લાવ્યો ખરો.
શ્રાવણને ભીંજવી ને સારું કર્યું,
ઉપવાસીઓને તું ભાવ્યો ખરો.
આટલા દિ ' ઝંખના શેની હતી ?
સારી પેઠે કચ્છને ,તાવ્યો ખરો.
મોટો બંધ વહેતો થયો જોશથી,
હમીરસરને તેં હરખાવ્યો ખરો.
આ ધરા, વસુંધરા બનશે હવે,
હેત કવિ પર વરસાવ્યો ખરો.
***
-'કાન્ત'
No comments:
Post a Comment