સાતમ છે !
તીનપત્તી કરે છે પોકાર,ભઈ સાતમ છે,
જુગારનો જયજયકાર, ભઈ સાતમ છે.
એકો-ભાછા-રાણી-સાચીમાં સૌ અટવાય
ભલે ને લાજ-શરમ જરીયે ન સચવાય.
ગંજીપાનો આ ચમત્કાર, ભઈ સાતમ છે.
જુગારનો જયજયકાર ,ભઈ સાતમ છે.
દ્યૂત ક્રીડામાંથી જ મહાભારત સર્જાયું,
દ્રૌપદી લજ્જિત થઈ,કોને છે સમજાયું ?
શ્રાવણ રહે સચરાચાર ,ભઈ સાતમ છે,
જુગારનો જયજયકાર ,ભઈ સાતમ છે.
ગામે ગામે ખેલૈયાઓના પડ મંડાતા,
હવે તો નારીવૃંદો પણ એમાં જોડાતા.
'કાન્ત'ના છે આ વિચાર,ભઈ સાતમ છે,
જુગારનો જયજયકાર, ભઈ સાતમ છે.
***
-'કાન્ત'
તીનપત્તી કરે છે પોકાર,ભઈ સાતમ છે,
જુગારનો જયજયકાર, ભઈ સાતમ છે.
એકો-ભાછા-રાણી-સાચીમાં સૌ અટવાય
ભલે ને લાજ-શરમ જરીયે ન સચવાય.
ગંજીપાનો આ ચમત્કાર, ભઈ સાતમ છે.
જુગારનો જયજયકાર ,ભઈ સાતમ છે.
દ્યૂત ક્રીડામાંથી જ મહાભારત સર્જાયું,
દ્રૌપદી લજ્જિત થઈ,કોને છે સમજાયું ?
શ્રાવણ રહે સચરાચાર ,ભઈ સાતમ છે,
જુગારનો જયજયકાર ,ભઈ સાતમ છે.
ગામે ગામે ખેલૈયાઓના પડ મંડાતા,
હવે તો નારીવૃંદો પણ એમાં જોડાતા.
'કાન્ત'ના છે આ વિચાર,ભઈ સાતમ છે,
જુગારનો જયજયકાર, ભઈ સાતમ છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment