બહેના !
પ્રેમની મૂર્તિ ઓ બહેના ,તને બધું જ અર્પણ છે,
સર્વ સંબંધોમાં તારું , અદભુત સમર્પણ છે.
અગર લખું સ્નેહથી ભીની , કહું લાગણી મારી,
ખુદને નિરખવા માટે, તું એક જ ખુલ્લું દર્પણ છે.
હતી તું નાની મારાથી, લાડ તુજને લડાવ્યાં ,
એ સપનાં ,એ રમતો, એ આંગણું બધું તર્પણ છે.
સૂતરના તાંતણે બાંધે આજ પણ તારા ભાઈને,
હતું બચપણ , ગઈ જવાની , આવ્યું ઘડપણ છે.
નથી કદી કશું માગ્યું, કુશળતા ચાહી વીરા ની ,
તેથી જગતમાં ભાઈ-બહેનનું સાચું સગપણ છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment