નવરાત્રિ
નારી શક્તિનું માન છે નવરાત્રિ !
નવદુર્ગાનું અનુષ્ઠાન છે નવરાત્રિ !
નવ -નવ નોરતાંની રઢિયાળી રાતો,
છંદ-સ્તુતિ-ગરબાનું ગાન છે નવરાત્રિ !
શૈલપુત્રીથી -સિદ્ધિદાત્રીની આરાધના,
સદવિચારોનું સન્માન છે નવરાત્રિ !
પૃથ્વી રૂપે-પ્રાણ રૂપે વસે ઘટ ઘટમાં ,
આદ્યશક્તિનું ઊંડું ધ્યાન છે નવરાત્રિ !
દુર્ગાના નવ સ્વરૂપોનું પૂજન અર્ચન,
શુભ સંકલ્પોનું દાન છે નવરાત્રિ !
માતૃકાઓને નમે છે નર-નારાયણ,
ગુજરાતીઓનું અભિમાન છે નવરાત્રિ !
વિજ્યોલ્લાસ છે વિજયાદશમીએ ,
'કાન્ત 'ની કલમનો પ્રાણ છે નવરાત્રિ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
નારી શક્તિનું માન છે નવરાત્રિ !
નવદુર્ગાનું અનુષ્ઠાન છે નવરાત્રિ !
નવ -નવ નોરતાંની રઢિયાળી રાતો,
છંદ-સ્તુતિ-ગરબાનું ગાન છે નવરાત્રિ !
શૈલપુત્રીથી -સિદ્ધિદાત્રીની આરાધના,
સદવિચારોનું સન્માન છે નવરાત્રિ !
પૃથ્વી રૂપે-પ્રાણ રૂપે વસે ઘટ ઘટમાં ,
આદ્યશક્તિનું ઊંડું ધ્યાન છે નવરાત્રિ !
દુર્ગાના નવ સ્વરૂપોનું પૂજન અર્ચન,
શુભ સંકલ્પોનું દાન છે નવરાત્રિ !
માતૃકાઓને નમે છે નર-નારાયણ,
ગુજરાતીઓનું અભિમાન છે નવરાત્રિ !
વિજ્યોલ્લાસ છે વિજયાદશમીએ ,
'કાન્ત 'ની કલમનો પ્રાણ છે નવરાત્રિ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '