Monday, 11 September 2017

ગઝલ 

ચાલ  માલમ  લંગર  ઉઠાવી  કર સફર,
સાગર   કિનારે    નથી   તારો  હમસફર.

ઘૂઘવે    છે    આ    મહેરામણ     એકલો,
શોધવી    છે    આજ    એને ,કોઈ  ડગર.

આભ   આખું     ઊંચકી    ને,  તારા  સરે ,
ચાંદનીને     આવવું     છે,   તારે   નગર.

ચાર  ખૂણા  તો   થયા    છે  ઘાયલ  હવે,
પામશે    એ    કેમ    શાતા , તારા વગર ?

આવ  ને  તું ,   સાથ  છોડી , ઝૂઠો  બધો,
'કાંત ' ચાલે  શોધવા  ને , મોતી  અગર.
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment