ગઝલ
ગાલગાગા, ગાલગાગા, ગાલગા
નયનમાં ચિતચોર હોવો જોઈએ,
ચીતરેલો મોર હોવો જોઈએ .
સાંજ ઢળતાં છે સુરાહી રંગમાં,
મયકદામાં શોર હોવો જોઈએ.
ચાંદનીને ઘાયલ કરી કોઈએ,
આશિકીનો ચોર હોવો જોઈએ .
રોજનીશી રોજ માફી માગશે,
કલમનોયે તોર હોવો જોઈએ.
બારણે તો વાહવાહી રોફ છે,
ગઝલનો ત્યાં દોર હોવો જોઈએ .
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ગાલગાગા, ગાલગાગા, ગાલગા
નયનમાં ચિતચોર હોવો જોઈએ,
ચીતરેલો મોર હોવો જોઈએ .
સાંજ ઢળતાં છે સુરાહી રંગમાં,
મયકદામાં શોર હોવો જોઈએ.
ચાંદનીને ઘાયલ કરી કોઈએ,
આશિકીનો ચોર હોવો જોઈએ .
રોજનીશી રોજ માફી માગશે,
કલમનોયે તોર હોવો જોઈએ.
બારણે તો વાહવાહી રોફ છે,
ગઝલનો ત્યાં દોર હોવો જોઈએ .
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment