Sunday, 26 February 2017

ग़ज़ल 

मैं  ग़ज़ल   मतवाली   लिखता  हूँ ,
रोटी-दाल   की  थाली  लिखता हूँ.

चाँद-सितारे   मुझसे  रूठ  गए  हैं ,
अब तो  रातें    काली  लिखता  हूँ.

ईमानदारी  का सबूत देने के लिए,
कपोलकल्पना ख्याली लिखता हूँ.

इलाही  अब  कुछ  माँग   न  बैठे,  
अपने आप को,सवाली लिखता हूँ.

तलखिए -अईयाम  सताने  लगे,
मयकदे  की   प्याली  लिखता हूँ.

छत  पर शबनम उदास  बैठी  है,
बूंदों पे  उसकी, लाली लिखता हूँ.

चेहरे पर  जब हँसी  छा जाती है,
हाथों  पर  मैं  ताली  लिखता  हूँ.
                  ***
-'कान्त'

Thursday, 23 February 2017

ગીત 

સુખ-દુઃખમાં સમતા ધરીએ ,
જીવન ચંદરવા નીચે,હળીએ-ભળીએ !

અંતરમાં આ કોણ સમાણું ?
કોણ ભીતર ગાતું ગાણું ?
ચાલ,તુલસી કયારે સળવળીએ !

ઊંચે આભ ને નીચે ધરતી,
ઈચ્છાઓ અહીં-તહીં  આથડતી.
હવે તો, આ સફરથી પાછા વળીએ !

કયા  બ્રહ્મ ને ઓળખવા છે ?
તારી સાથે એને શું લેવા-દેવા છે ?
સૌથી પહેલાં જાતને મળીએ !

ચદરિયા,કબીરની ઓઢી,
જો,આ વસુંધરા પોઢી.
આપણે શેં જઈ બેઠા તળીએ ?

આકાશ,વૃક્ષો,પર્વત પણ પોકારે,
આવી જા હવે તું મારી વ્હારે.
સઘળાં ચોઘડિયાંને શુભ કરીએ !
                    ***
- કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'





ગઝલ 
લગાગા,લગાગા,લગાગા,લગાગા 

જરી  બડબડી  લઉં , તમારી  રજાથી,
ફરી  સળવળી  લઉં ,તમારી  રજાથી.

તમે   તો  ચમનમાં  ઉતારો કર્યો   છે,
હજી  ઝળહળી  લઉં ,તમારી  રજાથી.

દરિયો   ગયો    છે,  નદીના   કિનારે,
હવે ખળભળી લઉં , તમારી  રજાથી.

થઈ  ને  હું  ઘાયલ,બિછાને  જ સૂતો,
દવા  હરઘડી  લઉં ,તમારી  રજાથી.

બધી  લાગણીઓ ,મળી  છે  અમોને,
છતાં  તરફડી લઉં ,તમારી   રજાથી.
                        ***
-'કાન્ત'









વાંસળી  બોલતી  સૂરમાં ,
જાતને    ખોલતી સૂરમાં !

રાધિકા  નો  ઝુરાપો  કઠે,
રાગિણી  છેડતી  સૂરમાં !

પ્રેમના વેદ  તો  ખૂલતાં,
આજ એ  ડોલતી સૂરમાં !

કાન ને આંખમાં સોરવી,
જાતને  છોલતી  સૂરમાં !

આમ તો  હોઠ ને આંગણે,
મોજથી  દોડતી  સૂરમાં !
               ***
-'કાન્ત'







Tuesday, 21 February 2017

રઈશ 

રઈશ  તને  સાંભળ્યા પછી , એવું લાગ્યું,
કે,હાસ્ય; બધું છોડીને,  મારી  કને આવ્યું.

તારી આવડત ,ગઝલ-હઝલ લખવાની,
તારું  રે સી પી નું  લિસ્ટ, મને બહુ ભાવ્યું.

સુરતીઓ  પોતાની  જાત પર હસી  શકે,
તારી  માતૃભાષાનું પાન ,પ્રેમથી  ચાવ્યું .

નાની નાની ઘટનામાંથી,સુખ મળી શકે,
કવિના  મોઢેથી,   આ  મંત્ર  મને લાધ્યું.

સેકંડ,મિનિટ,કલાક, ચાલતા રહ્યા  સાથે,
'કાન્ત'એ  કોઈની પાસેથી  કશું ન માગ્યું.
                           ***
-'કાન્ત'

Monday, 20 February 2017

ગીત 

ઈર્ષ્યા ને અદેખાઈ ભાગું-ભાગું કરે,
ઓલો બિચારો, ક્રોધ ગિયો ભાગી !
જોયું જાગીને ઝટપટ,જયાં મેં તો,
બની ગયું 'તું, મારું મન જ વૈરાગી !

મારી કાયામાં નક્કી કોક પ્રવેશી ગયું,
અવગુણો મારા બધાં,એ રહેંસી ગયું.
વૈધવ્ય ભૂંસાયું મારું  જન્મારાનું,
બની ગઈ આજે હું સોહાગી.

હરિને જીવતર મારું મેં સોંપ્યું,
રળતર બધુંયે મારું,આંગણામાં રોપ્યું.
નેણની કટોરીથી અમીરસ પીધું,
સમજું છું  આજ હું મને બડભાગી !

પ્રીત્યુંની   વેલ ઉછેરી  અશ્રુજલથી,
પોઠને ઉગારી મેં મરુ  સ્થળથી. 
વરસ્યો પછી મન ભરીને રામલો,
ચરણોમાં જગા પામી આ  અભાગી !
                    ***
--કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'




ગીત 

સખી,આ ટાઢ ને ક્યમ કરી કાઢું ?
આવી છે મૂઈ,વગર નોંતરે,
માથું એનું ક્યમ કરી વાઢું  ?
                            0સખી 
ટાઢોળું અહીંથી ને ટાઢોડું તહીંથી,
હેમની વીંઝતો પાંખ્યું,
આભ નીચે છે મારો ઓતારો,
અંગ મારા ક્યમ કરી ઢાંકું ?
                            0સખી 
એકલી આવે તો સરભરાયે કરું,
સાથે લાવી છે છૈયાં ને છોરાં.
ગરમી ને મૂવા ખાઈ જાય ફટાફટ,
કોઈ ન થાય એને ઓરાં.

જાઉં તડકામાં તો એ પણ ધ્રૂજે,
નસીબ જ થયું મારુ વાંકું.
                            0સખી 
મેલી શાહુકાર ને મેલી મોટા બંગલા,
રાંકની ઝૂંપડીમાં જ એને ફાવે
ઓલા તો ગાંઠે નહીં,સામે થાય જબરા,
એને વીજળીના હીટરથી તાવે.

ખુદને સંકોરું તો, માંહ્યલો કંપે,
જોઈ લે એ હસી-હસી ને આડું.
                            0સખી
                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત' 









ગીત 

એક  સામટાં શુભ બની સઘળાં ચોઘડિયાં આવ્યાં,
જીવતરનાં પાનેતરમાં,મેં  અજવાળાં ચીતરાવ્યાં.

            યૌવનનના ઉંબરિયે ઊભી,
            હું  તો મીઠાં  ગીતડાં ગાતી. 
            પવન  અડે  જો   જરીક તો,
             છાનું -છાનું  હું    શરમાતી.

માથે  મારા ઝાડ નહીં પણ, સુખના જંગલ વાવ્યાં,
જીવતરના પાનેતરમાં મેં ,અજવાળાં ચીતરાવ્યાં.

             મારકણી   આંખોમાં  મારી,
             ઊછળે    તોફાની    સાગર.
             અમથી એમાં   મારું  ડૂબકી,
             અલી  થઈ  જાઉં હું પાગલ.

 ચૈતરમાં  કૂંપળ   ફૂટે ,  એવાં  સપનાઓ  લાધ્યાં,
 જીવતરના પાનેતરમાં મેં, અજવાળાં ચીતરાવ્યાં.

             પગલે પગલે  ભીતર જાગે,
             સપ્તપદીના સાત  મંત્રોમાં.
             પાંચ ફેરા  પ્રગટાવે   મુજને,
              લગ્ન   ક્રિયાના આ તંત્રોમાં.

સાસુ-સસરાને  પોરસાવે , એવા  વરદાન માંગ્યા, 
જીવતરના પાનેતરમાં મેં, અજવાળાં ચીતરાવ્યાં.
                               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
              





ગીત 

સૂરજ ઉગ્યો રે,જાગો મારા કંથ તમે,
સોણલાં પરોઢનાં સાચાં થાશે રે.
તમે મારા નંદકિશોર,
મારા ચિતડાના ચોર, હૈયું ગાશે રે. 

ઓણ વગડામાં કેસૂડાં મોર્યાં રે,
રૂડી વાસંતીએ દ્રશ્યો સોરવયાં રે.
પંખીઓનો કલશોર,
થઈ ગઈ છે હવે ભોર,મનડું લહાશે રે.

બહેનીબા આવ્યા છે રૂડા ખબર લઈ,
ભાણુભા જન્મશે રે,નાચતું નગર લઈ.
મામા બનશો રે,  હરખે રડશો રે.
માંહ્યલીપા,આતમરામ સમાસે રે.

દેશું  રાંદલને આપણે નોતરાં રે,
પૂરાં થાશે  રે સઘળાં ઓરતાં રે.
પાપા પગલી લઈ, ચાલશે કાનો ભઈ,
દાદા-દાદી તો પોરસાશે રે. 
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'




Sunday, 19 February 2017

લોચનિયાં 

સખી,તારાં લોચનિયાં વાગે છે દલમાં,
હું તો   કૂદી પડી જમનાના જળમાં !
                                        0સખી 
જીણો જીણો જાગે, ઓલો  દરદ  મૂવો,
મારે  શેં  પૂરવો   પાદરનો   કૂવો ?
હું  તો પૂરાઈ જાઉં  હવે વાદળમાં !
                                       0સખી 
પનઘટની  વાટ  આપે   વધામણી,
છૂઈ -મૂઈ બીડાઈ જાઉં હું લજામણી !
હું તો ખુલી જાઉં સાહ્યબાની કળમાં !
                                      0સખી 
લાખ  મથું  તોયે, પાણિયારું  તાગે,
તુલસી કયારે મા ના  સંસ્કાર જાગે !
હું તો ખોવાઈ જાઉં મારા તળમાં !
                                     0સખી 
ઝૂકી  ઝૂકી  ને  જોયા  કરું  આભને,
બોલાવી  લઉં  ચોઘડિયા  લાભને !
હું  તો   શોધું  મને સેજ ના વળમાં !
                                     0સખી 
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'


Saturday, 18 February 2017

ग़ज़ल 

बड़ा   दुश्वार  है,  किसीको   गले  लगाना,
मुश्किल  होता है, अपने   आपको मनाना. 

दिल की हर बात,हकीकत हो नहीं शकती ,
सपनों  का    लगा  रहता  है  आना जाना.

बोतलें   खोलकर  तो   सभी   पी  लेते  हैं , 
सहल  नहीं,जहां  को  आँखों  से  पिलाना.  

एक  छोटा  सा लम्हा  भी,सुकून  देता  है,
इश्क  के  तार  से  जब बजता  है  तराना . 

दिलावर लोग भी ,तूट जाते हैं  जिस्त में,
अंजुमन में  हँसता है जब उनपे  जमाना.

शबनम  से  तर  है,  आज   बागबान  भी, 
गुलशन  से  सीख   लिया है   मुस्कराना.  
                          ***
-'कान्त'




Wednesday, 15 February 2017

ગઝલ 

ઘડી  ભર જાગવું  છે એટલે,
ખુદથી  ભાગવું   છે   એટલે.

ઊભો છું હાથ જોડી,દ્વાર પર,
કંઈક    માગવું   છે   એટલે.

મરજી ફરી મારી જીતી ગઈ,
આંગણું  આગવું   છે એટલે.

ગંગામાં ડૂબકી મારવી પડી,
સજ્જન  લાગવું  છે  એટલે.

જોઉં  છું  અમાસની રાતને,
અંધારું  તાગવું   છે  એટલે.
                 ***
-'કાન્ત'

Monday, 13 February 2017

સલામ 

શહીદો  તમારી  શહાદતને   સલામ !
તમારી   હિંમત,બગાવતને  સલામ !

શૂલી  ને સેજ  માની ને,  પોઢી ગયા,
તમારી  વતન -મોહબત્તને  સલામ ! 

વંદે માતરમ ,આઝાદીનો ઘોષ લઈ,
કરેલી  મૃત્યુ ની -સોબત  ને સલામ !

હસતાં -હસતાં  કફન   ઓઢયું   તમે,
તમારી  વીરતા -  હિંમત ને સલામ !

ધન્ય   થઈ માતા, તમારા  જન્મથી,
'કાન્ત' , તમારી  તુરબત ને સલામ !
                     ***
-'કાન્ત'

Sunday, 12 February 2017

शादी  की  साल-गिरह 

चार सदियों  का  ये  रिश्ता ,
हमारे  लिए  अनमोल  है.
आज़तक  चले आ रहे ,
तोल -मोल  के बोल हैं. 

हम  देख  रहे  हैं  बीती  हुईं  घड़ियाँ ,
आने  वाले  वक़्त  की  फुलझड़ियाँ. 
मखमल पर भी  सोये,मज़ा  काँटों  का भी लिया,
अमावस की  काली  रात हो ,
या  पूर्णिमा ,हमने साथ-साथ जिया !
ये  जीना,हँसना ,मचलना,
दुनिया की तरह गोल है। 
आजतक चले आ रहे,
तोल -मोल के बोल हैं। 

विपदाएँ  आईं ,पलकों  से आँसू  भी छलके ,
इन ४२  सालों में,कभी  न जिए हम  ढल के !
गुज़रे  हुए वक्त की  बातें  क्या  सुनायें !
कुछ  मीठे-मीठे  पल  हम आज भी  गुनगुनाएँ !
कभी रूठे,एक दूसरे को मनाया ,
सप्तपदी की कसमों को दोहराया। 
बस  कुछ ऐसे ही पल ,बज रहा ढोल है,
आज तक चले आ रहे ,
तोल मोल के बोल हैं। 

हम अपने दांपत्य में ,चेतना नई  भरें 
आप सब की शुभकामनाओं से,
शादी की सालगिरह को नवपल्ल्वित करें। 
जीना है  अब  एक नई साझेदारी में 
कभी न बिछड़ें  एक-दूजे से,
जीवन की इस फुलवारी में। 
धर्म,अर्थ,काम,मोक्ष को जी लिया ,
जो कुछ था एक-दूसरे को दे दिया। 
चंचल-चितवन  मिलने को लोल है ,
आज तक चले आ रहे ,
तोल  मोल के बोल हैं। 
                    ***
-कृष्णकांत भाटिया 'कान्त '











Saturday, 11 February 2017

હેવાનિયત 

ઈન્સાનિયત ખંખેરીને 
હેવાન થઈ ગયેલો  માણસ
કોઈ નારીનું  લજ્જા હરણ કરે છે....
ત્યારે  એની  હેવાનિયત જોઈ 
કંપી  ઊઠે છે  કચ્છ !
વાસનાનું  ધણ  વછૂટે છે.....અને 
કચડાય  છે  અબલા !
કલરવતું  આકાશ ઘવાઈને તૂટી  પડે છે.
નલિયા વાસીઓ  પર.
હવા ગંધાય છે માણસના હોવાપણાથી !
ઓળખ ભૂલાય છે મા-બહેનના સંબંધની .
અસંખ્ય પીડિતાની આંખોથી ટપકે છે લાચારી !
અસલામતી .....
ગળામાં  ડૂમાતી કોરીકટ વેદના 
અને 
શ્વાસમાં વજનદાર ઉદાસી લઈ
નારી  ટીંગાઈ  જાય  છે 
ભર  બજારમાં 
અબડા  અડભંગની  ભૂમિમાંથી  ઊઠે છે 
ધગધગતો  ફિટકાર !
'કાન્ત'ની  કલમમાંથી  પ્રકટે છે 
લોહીના  કાળા  પડી ગયેલા  અક્ષરો !
ને માણસ.........?
નિર્વસ્ત્ર  આદિમાનવ ......!
                             ***
કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

Friday, 10 February 2017

ग़ज़ल 

हमने  इक  शाम,चरागों से  सजा  रखी  है,
शर्त  लोगों  ने ,हवाओं   से  लगा  रखी   है. 

हमें  तो   बस  अकेले   ही   चलना  आया,
रवानी अपनी,  दिशाओं  से  बचा  रखी है. 

इस  ढलवान  पर,पानी  कभी  नहीं ठहरा,
बदली  को ,  आँसुओं  से  छिपा  रखी   है. 

बिकते  जो  पत्थर ,तो  कोई  गम न था,
नीलामी फूलों  की,काँटों  से करा  रखी है. 

ये  ग़ज़ल ,हम  से  बहुत  कुछ   कह  गई, 
दास्ताँ  अपनी  फ़िदाओं से लिखा रखी है. 
                         ***
-'कान्त'       


.   

Thursday, 9 February 2017

ગઝલ 

આ દિલની  કયાં  કોઈ  દવા છે,
ચાલી  રહી  મસ્ત મસ્ત હવા છે.

ખેલ  તો  જુઓ, આ  નસીબના,
આંખમાં આંસુઓ નિત,નવા છે.

તડપે  છે  બુલબુલ  પીંજરામાં,
ઇન્સાન, શેરને  માથે  સવા છે.

રાતો  ચોળ થઈ  ગયો  ચહેરો,
ચડાવ્યાં એમણે ,તો  ભવાં  છે.

પતંગ ઊડતો  નથી  આભમાં,
રિસાયો આજે ખુદથી કેવા છે.
                  ***
-'કાન્ત'

Wednesday, 8 February 2017

ગઝલ 

ઘર  ગડોડે  ચડયો અય,
જાત  કે   ભચાય   ગિન.

ફૂડજી  થિયે, ભલે   જય,
સચ   કે   વધાય  ગિન.

ગડો   ડિસી   ગૂડા  થકેં,
ઓતારો  સિરાય   ગિન.

અખિયેં  આડા  કન કર,
બાજી  તું  ભનાય  ગિન.

 'કાન્ત' જી હી ગઝલ કે,
ધિલ મેં  પધરાય ગિન.
              ***
-'કાન્ત'



Tuesday, 7 February 2017

ગીત 

મારું બચપણ પડઘાતું  મારામાં  શેરી થઈને,
ભેરુઓ  સંગ રમેલી રમતો,પ્રગટે ઠેરી થઈને.

કેવું સાચું,કેવું નિખાલસ,હતું મારું બાબા નામ,
આજે ભલેને લોકો કરતા;કૃષ્ણકાંત ને સલામ.
એ યાદો, એ તોફાનો  લટકે  આંબે કેરી થઈને.
                                            0મારું બચપણ
કોઈ  એક   ઉમંગમાં,  આખો  વગડો  વેરાતો, 
લૂસકા, બોર, આંબલી, પીપળી માં  હું ઘેરાતો.
યૌવનને  પાંગરવા   દીધું,  મેં જ  વેરી થઈને.
                                            0મારું બચપણ 
ભર  ચોમાસે  કાગળની  નૌકા પર થતી સફર,
આજે પણ તળાવમાં મરેલા, ધુબાકાની અસર.
હુ તૂ તૂ  ને ગિલ્લી ડંડા રમતા અમે ઢેરી થઈને.
                                             0મારું બચપણ 
બચપણ   પર પડી ગયો,  સમયનો પડછાયો,
આ મારું,આ તારું,મન પર અસત્યનો ઓછાયો.
સપનામાં આવે  મા, મમતામયી  મેરી  થઈને.
                                             0મારું બચપણ 
                               ***
-'કાન્ત'






ग़ज़ल 

आदम  बन के  जीना ,सीख ले,
इन   आँखों   से पीना, सीख ले। 

लोग तो  बहारों  पर  हैं   फ़िदा,
तू पतझड़ से गुज़रना सीख ले। 

हँसने  की   अदाकारी  कर  ली,
आँसूओं   से   रोना    सीख  ले। 

कुछ  हैं  गिले ,अपने   आप  से,
खुद को  भी ,बदलना सीख  ले। 

खुदा  से  भी   कुछ  मत  माँग ,
बादलों  से  बरसना  सीख   ले। 

तूने  उगता  हुआ सूरज पूजा है,
शाम  से  कभी ,ढलना सीख ले। 

चला जा  तू   खुशबू   समेटकर,
आनंद की तरह,मरना सीख ले। 
                   ***
-'कान्त'





Monday, 6 February 2017

ग़ज़ल 

दर्द  भरा;  ये   ज़माना  है,
खाली ;  मेरा   पैमाना  है.

दारु पीने का  शोख  नहीं,
बस ;गमों को भगाना  है.

बंदिशें ;ग़ज़ल की घायल,
काफ़िये  को   बचाना  है. 

शायर  की  किस्मत पाई,
न  घर  है; न  ठिकाना है. 

तड़पती है बुलबुल प्यारी,
पिंज़रा ;ही  क़ैदख़ाना  है.

क्या पाया ? इस जहां से,
जीस्त ने  फैंका  दाना है. 

अश्क़ ने, धो  डाले  चर्चे, 
किस्सा  बड़ा  पुराना  है.
               ***
-'कान्त' 


સોબત 

mikeની  સોબત, નસીબ  હોય તો મળે, 
bike ની  સોબત,નસીબ  હોય  તો મળે.

ગમે   એટલા  ઝઝૂમો   fb  ઉપર   તમે,
likeની   સોબત, નસીબ હોય  તો મળે.

સાત  ફેરા  અને સપ્તપદી,ચાલ્યા  કરે,
wifeની  સોબત, નસીબ  હોય  તો મળે.

વેંતરું  કર્યા   કરો , કરો   ઢસરડો  ભલે,
lifeની  સોબત, નસીબ  હોય  તો  મળે.

કલમથી  કવિતા અવતરે  કાગળ પર,
knifeની  સોબત, નસીબ હોય તો મળે.
                         ***
-'કાન્ત'




Sunday, 5 February 2017

ગઝલ 
ગાલગાગા ,ગાલગાગા,ગાલગા 

આંગણે  મંડપ  સજાવી  જોઇએ ,
લાગણીઓને  રસાવી    જોઇએ. 

જે  સમયના  છાંયડે  બેઠા   હતા,
એ  સમયને  તો પટાવી  જોઇએ.

જાતને  જોકર  બનાવી  નાચતાં,
આ મલકને તો નચાવી  જોઇએ.

એમનાં ઘર  આંગણે, દિલ ધડકે,
પ્રેમની  બાજી   રચાવી   જોઇએ.

નૂરથી  ભરપૂર  યૌવન   શોભતું,
કાંત, તો   ઘૂંઘટ  હટાવી જોઇએ.
                     ***
-'કાન્ત'








Saturday, 4 February 2017

ग़ज़ल 
(फिलबदिह )

बरदाश्त   आदमी  की   तबीयत  में  चाहिए,
सुकून  हमनवाओं  की  सोहबत  में  चाहिए। 

कमबख़्त  ढूँढता  रहा  खुद को  मयखाने में,
लड़खड़ाना उसे किसी की इशारत पे  चाहिए। 

सब  कुछ   सही  ही  हो  रहा  है  अंजूमन  में,
दिलेपूर   आरजू   हमें ,  उलफ़त  में  चाहिए।  

फ़नकार करते  हैं  बे-तहाशा  प्यार,  फन से ,
बिस्मिल  बुत  पे  होना, किस्मत में चाहिए। 

महजूज  होता  है  खुदा  अपने  नमाजी  पर,
दिल का इज़हार,बंदे  की इबादत में  चाहिए।  

दहेरी फानी से  इक दिन  उठ जाना है यारो,
या रब तेरी रहेमियत, कयामत  में  चाहिए। 

'कान्त 'की  ग़ज़ल,बंदिशे अल्फ़ाज़ सदा की,
दिले -खराश  शेर  की  ख़िदमत  में  चाहिए। 
                           ***
-'कान्त' '





ग़ज़ल 

आईने  में  देख, तेरा  चेहरा  कैसा  है  ?
चाँद  के  इर्द-गिर्द, ये  पहेरा  कैसा है ?

असमंजस  है  घोड़े  पर  बैठा  दूल्हा,
आँखों  के  आगे , ये  सहेरा  कैसा है ?

सुन  रहे हैं  चाहनेवाले, ये अफ़साने,
अंजुमन के बीच, ये बहिरा  कैसा है ?

तगाफूल थी ,कि रंग बिखर जायेंगे,
सबा  का रुख आज, गहिरा कैसा है ?

तुम  तो   वादा करके   दूर चले गए,
'कान्त' के  दिलमें, ये डेरा  कैसा है ?
                      ***
-'कान्त'

Wednesday, 1 February 2017

बसंत 

हरखि  हरखि  आई बसंत,
     गुन-गुन  राग  छेड़ा  रे 
अन्तर स्वर फिर से हेरा रे !

प्रेम सरगम झनक झनकी,
      गीत हिलमिल गाये  रे 
प्राण   प्रभंजन जागे  प्यारे,
      सातों   सुर   लहराए रे !

रंग सारे निखरे पकृति  के,
     कामदेव ने डाला डेरा रे !
अन्तर  स्वर फिर से हेरा रे !

बरसेगी अब शबनम सयानी,
     कुहू-कुहू कोयल की बानी 
डाली-डाली    रति    नाचेगी,
     बुढ़ापे को आ जाए जवानी !

फूलों से झूमे ये  बंजर धरती,
     अप्सराओंका  बसेरा    रे !
अन्तर  स्वर  फिर  से हेरा रे !
                 ***
-'कान्त'


       
ગઝલ 

જીવન  મળ્યું  છે , તો  મરણ  આવશે,
પંચવટીમાં , સોનાનું    હરણ  આવશે.

મૃગતૃષ્ણામાં  ભટકયા  કરો   જો તમે,
રેતીનાં  રણ  વચ્ચેય ,ઝરણ  આવશે.

મૌનની  દીવાલ , ઘણી  મજબૂત   છે,
આંખો  મીંચશો ,  ને  સ્મરણ   આવશે.

લોકો આસપાસ ,ટોળે  વળે કે ન વળે,
સક્ષમ છો ,તમારુંયે વિવરણ  આવશે .

અંગૂઠો  વાઢીને ,જો   ગુરુદક્ષિણા  દો,
ધનુર્ધર અર્જુન , પણ  શરણ  આવશે. 

'કાન્ત' કોઈની જો જઠરાગ્નિ   ઠારીએ,
દોડતું -કૂદતું -નાચતું,  ભરણ  આવશે.
                        ***
-'કાન્ત'