ગઝલ
ગાલગાગા ,ગાલગાગા,ગાલગા
આંગણે મંડપ સજાવી જોઇએ ,
લાગણીઓને રસાવી જોઇએ.
જે સમયના છાંયડે બેઠા હતા,
એ સમયને તો પટાવી જોઇએ.
જાતને જોકર બનાવી નાચતાં,
આ મલકને તો નચાવી જોઇએ.
એમનાં ઘર આંગણે, દિલ ધડકે,
પ્રેમની બાજી રચાવી જોઇએ.
નૂરથી ભરપૂર યૌવન શોભતું,
કાંત, તો ઘૂંઘટ હટાવી જોઇએ.
***
-'કાન્ત'
ગાલગાગા ,ગાલગાગા,ગાલગા
આંગણે મંડપ સજાવી જોઇએ ,
લાગણીઓને રસાવી જોઇએ.
જે સમયના છાંયડે બેઠા હતા,
એ સમયને તો પટાવી જોઇએ.
જાતને જોકર બનાવી નાચતાં,
આ મલકને તો નચાવી જોઇએ.
એમનાં ઘર આંગણે, દિલ ધડકે,
પ્રેમની બાજી રચાવી જોઇએ.
નૂરથી ભરપૂર યૌવન શોભતું,
કાંત, તો ઘૂંઘટ હટાવી જોઇએ.
***
-'કાન્ત'
No comments:
Post a Comment