Thursday, 9 February 2017

ગઝલ 

આ દિલની  કયાં  કોઈ  દવા છે,
ચાલી  રહી  મસ્ત મસ્ત હવા છે.

ખેલ  તો  જુઓ, આ  નસીબના,
આંખમાં આંસુઓ નિત,નવા છે.

તડપે  છે  બુલબુલ  પીંજરામાં,
ઇન્સાન, શેરને  માથે  સવા છે.

રાતો  ચોળ થઈ  ગયો  ચહેરો,
ચડાવ્યાં એમણે ,તો  ભવાં  છે.

પતંગ ઊડતો  નથી  આભમાં,
રિસાયો આજે ખુદથી કેવા છે.
                  ***
-'કાન્ત'

No comments:

Post a Comment