Monday, 20 February 2017

ગીત 

સૂરજ ઉગ્યો રે,જાગો મારા કંથ તમે,
સોણલાં પરોઢનાં સાચાં થાશે રે.
તમે મારા નંદકિશોર,
મારા ચિતડાના ચોર, હૈયું ગાશે રે. 

ઓણ વગડામાં કેસૂડાં મોર્યાં રે,
રૂડી વાસંતીએ દ્રશ્યો સોરવયાં રે.
પંખીઓનો કલશોર,
થઈ ગઈ છે હવે ભોર,મનડું લહાશે રે.

બહેનીબા આવ્યા છે રૂડા ખબર લઈ,
ભાણુભા જન્મશે રે,નાચતું નગર લઈ.
મામા બનશો રે,  હરખે રડશો રે.
માંહ્યલીપા,આતમરામ સમાસે રે.

દેશું  રાંદલને આપણે નોતરાં રે,
પૂરાં થાશે  રે સઘળાં ઓરતાં રે.
પાપા પગલી લઈ, ચાલશે કાનો ભઈ,
દાદા-દાદી તો પોરસાશે રે. 
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'




No comments:

Post a Comment