Wednesday, 26 July 2017

ગઝલ 
ગાગાલગા ,  ગાલગા,  ગાગાલગા,   ગાલગા 

 મારા  ઘરે  દોડતી  આવી  શકે ?આવ તું,
લીલીછમ  લાગણી લાવી શકે ? લાવ  તું.

મેઘો   હવે   ભીંજવે , સૂકી   ધરા  સીમમાં,
સંબંધના   બીજને  વાવી   શકે ? વાવ તું.

વરસાદમાં લાગણી  ભીંજાય છે કયારથી,
પલળી  જઈ  દૂરથી ધાવી શકે ? ધાવ તું.

મઝધારમાં મોસમી  ભૂલી પડી કયારથી,
એને    હવે  દરિયે  તાવી  શકે ? તાવ તું.

પાણી થકી પીડિતો પીડાય છે  આમ જો,
સૂકાયલા   પાનને   ચાવી શકે ?ચાવ તું.
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

          


Monday, 24 July 2017

ગઝલ 
ગાલગાગા,     લગાલગા ,    ગાગા 

મૌન   છોડી   બતાવ  તું  બંદા,
વૈખરીને       હરાવ   તું   બંદા.

ભીતરે  તો   સભા   ભરાણી  છે,
ધરમનો   કર  ઠરાવ તું   બંદા.

હલચલ મચી,ધમાલ છે આજે,
એષણાને      ડરાવ  તું    બંદા.

આંસુ  સૂકાય આંખમાં  જો  ને,
ખૂબ   એને    રડાવ  તું   બંદા.

રણ   વચાળે    વહેણ  છે મીઠું,
તરસ  તારી  છિપાવ તું  બંદા.

ભેદ ને  ભરમ, જાણવા  છે  ને ?
એકતારો    ચડાવ   તું    બંદા.
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '









ગીત 

સરવર  બનું  કે , બનું  માછલી ,
વાદળ  બનું  કે , બનું   વાદળી.
રે સખી, મારા શ્વાસનો તું શ્વાસ .

હિજરાય મારા મનની અગાશી,
ઈચ્છાઓ   સઘળી   બારમાસી.
રે  સખી,મારા ગીતનો તું  પ્રાસ.

વાદળાં  ને  વીજ મુજને  સંકોરે,
ચમકતી   વીજળી  રૂપને  ચોરે.
રે સખી, આજની રાત  છે ખાસ.

પનઘટના મોરલા કરે કેકારવ,
યાદ આવે  મને  ઓલો યાદવ.
રે સખી,રમી શકશું હવે શું રાસ?

યમુનાના નીર ,કદંબની ડાળી,
મથુરા  ગયા  મારા વનમાળી .
રે સખી, હૈયે  પડયા  છે  ચાસ.
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
સ્ત્રી 

તુલસી કયારાની  પવિત્રતાને 
મારા અસ્તિત્વમાં  ભરીને  ઊભી છું.
સાસરિયામાં !
મારી  આંખોમાં  તરે છે  
મહિયરનું  પાણિયારું.
ચોખી ચટ્ટ પિત્તળની  હેલ , 
એમાં  ઠલવાતું  પાણી 
ઠલવાય  છે મારી ભીતરે !
મારા મેશથી  ખરડાયેલા હાથ 
વાસણોની  સાથે મને પણ ઊટકે છે.
સપ્તપદીના સાત મંત્રો 
ખાલી મને એકલીને પજવે છે.
મારા એ પણ એમાં ભાગીદાર ખરાને ?
શોધું  છું હું  મારી સ્વની ઓળખાણ !
ને મારા કાન પર અવાજ પડઘાય છે ,
'નારી  જીવન  ઝૂલે  કી તરહ 
ઇસ પાર કભી ઉસ પાર કભી !'
હું આ આરપાર ને શોધવા મથું છું
ને મારી આસપાસનો સમય 
ઊડવા લાગે છે.... બસ ઊડવા લાગે છે !
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



Thursday, 20 July 2017

ગીત 

અમારી  આંખોમાં  સમાયું  ચોમાસું ,
પ્રતિબિંબ સંગ ,ગીત ખુશીના ગાશું.

હરશું ,ફરશું  ને  છબછબિયાં  કરશું,
આંખોમાં  ઝરમર સાવનને   ભરશું.

હવે  છત્રીમાં   કેમ    કરીને  સમાશું ?
પ્રતિબિંબ  સંગ ,ગીત ખુશીનાં ગાશું.

જળકમળવત  બચપણ છે  અમારું,
વિસ્મયનું   આંગણું    છે   સહિયારું.

વર્ષા ની   રિમઝિમમાં ,કરશું  વાતું,
પ્રતિબિંબ સંગ ,ગીત ખુશીનાં ગાશું .
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાંત '

Wednesday, 19 July 2017

રમીએ   !

ચાલ, પડછાયો   થઈને  રમીએ ,
ચોખા-ચટ્ટ જળમાં   બેઉ ભમીએ.

કેવું  વ્હાલું   ફરફર આ  ચોમાસું ,
છત્રી  મેલી દે  આજે તો ભીંજાશું.

આંખોમાં  અચરજ   ને   ભરીએ ,
માછલી  સંગ   આપણે   તરીએ.

સ્પર્શ  પાણીનો ગલગલિયાં કરે,
પરીઓના સપનાં આંખોમાં  સરે.

તું  ને  હું ,અહીં  જ  ઊભા રહીએ,
મેઘ  સંગાથે    બેઉ  સળવળીયે.

વમળ વચાળે, જો  નાદ ઘૂંટાય ,
એકડા-બગડામાં શેં  એ સમાય ?

ભમરાના  ગીતો ને ગણગણીયે ,
ચાલ, પડછાયો  થઈને  રમીએ .

                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
(ચિત્ર સ્પર્ધા  બે  માટે )


કચ્છમિત્ર !

કચ્છીયતનો   ધબકાર   છે   કચ્છમિત્ર  !
કચ્છી ચેતનાનો વિસ્તાર છે કચ્છમિત્ર !

માત્ર અખબાર નહીં, મિત્રનો સ્તોત્ર  છે,
હંમેશાં વાચકને વફાદાર છે કચ્છમિત્ર !

અર્ક ,મધુપર્ક, સંપર્કથી   છે  એ ભરેલો,
સાત દાયકાનો ,ચમત્કાર છે કચ્છમિત્ર !

વર્તમાનપત્ર  આજે   વિચરે  છે સર્વત્ર,
વિશ્વસનીયતાનો આધાર છે કચ્છમિત્ર !

નોંધ   લેવાય  એની , દેશ-પરદેશમાં,
સ્વસ્થ ખબરનો ,પ્રચાર છે  કચ્છમિત્ર !

'જિયે , ખીર પિયે,  વડો ને  વડો  થિયે ,
'કાન્ત'ની સવારનો  યાર છે કચ્છમિત્ર !
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '








Tuesday, 18 July 2017

गीत 

वर्षा  की    बूँदों   में   जीवन    बरसे,
मेरे मन में यादों  का  सावन  सरसे। 

फ़ूट  गया  उनका  इक़बाल   बेचारा,
जिन्होंने  इन बादलों को  न पुकारा। 

उनका  जीना  भी  क्या  जीना  यारो,
जिनके   प्राणों   में  गीत  न  छलके। 

देख   रहा   हूँ  गलियों   में  मैं  पानी,
गोरी के  संग  कर रहा  है  मनमानी। 

तन-मन-धन , सब   अर्पण  है  मेरा,
साथ  न  तुम  तो ,मैं  बहूँगा  गलके। 

झरोखे   इन  बादल  के मैं  पा  लूँगा,
आसमान को  दो कदमों  में नापूँगा। 

स्वरों  का  न  संगम, बाँसुरी  अधूरी,
भीग गईं   हैं  मेरी  आँखों  की पलकें। 
                      ***
-कृष्णकांत भाटिया 'कान्त '



Monday, 17 July 2017

ગઝલ 

આ પાર  છું , ને  પેલે  પાર  છું ,
છું   સર્વત્ર , ને  હું   શ્રીકાર   છું.

આભમાં નીકળે  મારી સવારી,
વાદળાં  પર  આજે સવાર  છું.

ગર્જના  મારી  તાંડવ કરે કદી,
વીજળીનો  સફેદ  ચમકાર છું.

જડ -ચેતનમાં  પ્રાણ  પૂરું   હું,
વરસું ઓણ હું ,અનરાધાર છું.

ચાતક,કારાયલ મને બોલાવે,
હું જ ઘોડો,ને હું જ અસવાર છું.
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ગઝલ !
ગાગા ,ગાગા ,ગાગા ,ગાગા 

જગ  છોડીને  સરગે  જાશો ?
કેડી   સૂની ,  ઠોકર   ખાશો.

અંધારાને   ઉજળો   કરવા,
દીવા બાળો ખાસ  સવાસો .

કોઈ    બીજો   શાને  માપે ?
પોતાને  જાતે  જ  ચકાશો.

તોફાની  સાગર  તરવો છે ?
કાંડાના   કૌવત ને   માપો.

હાલકડોલક   થાતી  નૈયા,
પૂણ્ય  ભૂલી  પાપ  પ્રકાશો.

મા ની પાસે  પામો શાતા,
આપો એને  પ્રેમ  જરાશો.
               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
                
गीत 

छुप    बैठा   कोई   रे   जीवन   सितार   में,
जाने  वो  कैसे  उतरे, गीत  के  निखार  में। 

लहर   चली  है, उमंग  उठी  नवरंग  छाया,
रिमझिम  वर्षा   की  बूँदोंने  मुझे  लुभाया। 

भीगते  रहे  हम ख़ुशी  के  संग, मल्हार  में ,
रात  चुपचाप  सो   गई, गहरे  अंधकार  में। 

गाँठें   बाँधीं  थीं ,वो   झटपट   खोल  डालीं ,
सारी    रंजिशें  तरन्नुम   में    घोल  डालीं। 

भटके   थे  हम  आजतक, मस्त  बहार  में,
कुमकुम  वर्णी  उषा  उतरी ,तेरी  पुकार में। 

बीते  हुए  लम्हे ,कभी हम  भुलाये  न भूले,
रोज़  मीठे -मीठे सपनों  के  झूलों  में  झूले। 

रोशनी ही रोशनी  है  या रब  तेरे  दीदार में ,
बिक  जाऊँ  अय   खुदा   तेरे   दरबार   में। 
                          ***
-कृष्णकांत भाटिया 'कान्त '


Saturday, 15 July 2017

મોટો બંધ  !

મોટા   બંધ  સાથે   અમારે ,
સદીઓનો     સંબધ      છે !

લાગણીઓ, શ્વસે   છે એમાં,
બધું,  બધું  જ  અકબંધ  છે !

જોશભેર  વહેવા  લાગે  એ,
વર્ષાનો એ પ્રિય નિબંધ છે !

હમીરસર  પોંખે   છે  એને,
ધસમસતો  એ  અબંધ  છે !

'કાન્ત' પલળે એની  સાથે,
ચા- ભજિયાંનો પ્રબંધ  છે ?
                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Friday, 14 July 2017

ग़ज़ल 

तू  गुनगुनाये  तो  ग़ज़ल  पे  निख़ार  आ जाता  है,
बदली  बरसती  है, खिज़ा  पे  ज़माल  आ जाता  है। 

दिल  धड़कता  है  हर  पल,  साँसें   तेज  चलती  हैं ,
चाँदनी के  नाजुक  जिस्म  में, उबाल  आ जाता है। 

अज़नबी  की  तरह  मिल जाए  तू किसी  मोड़  पर,
बिखरे   रिश्तों   के ,लम्हों  का  ख्याल आ जाता है। 

जवानी  के जोश  में  नादानियाँ  कौन  नहीं करता ?
जुबाँ  पे  मेरी   यही  दर्द   भरा  सवाल  आ जाता है। 

हम  थे  जो  तूफानों  का  रुख  मोड़  दिया करते थे,
आज  तो  किनारों  पर  भी    भूचाल  आ   जाता है। 
                                ***
-कृष्णकांत भाटिया 'कान्त '

अनुभूति  !

आज  सबेरे  मैंने 
घर की  सारी  खिड़कियाँ  खोल दीं।  
नीलगगन  से बरसती  
वर्षा  की रिमझिम  बूँदों  को 
आने  दिया  कमरे में। 
मेरे  समग्र  अस्तित्व  को 
पानी  की  फुहार  से  पावन  किया। 
वृक्ष  पर्णों  की  मधुर  ध्वनि को 
पकड़ा  अपने  कानों  से। 
खुद  को  कुलबुलाया 
बादलों  की  घटाओं  से। 
कलकल  बहते  जल का 
अभिषेक  किया  आँखों की  पलकों  पर 
निसर्ग के निमंत्रण  को  किया  स्वीकार 
मेरे भीतर  उठी एक पुकार 
'मैं  जिंदा  हूँ। ...मैं  जिंदा  हूँ ...!'
                  ***
-कृष्णकांत भाटिया 'कान्त '


Thursday, 13 July 2017

આકાશ 

આકાશ  ઘેરાયેલું 
ગોરંભાયેલું 
ઘટાટોપ 
ને પછી ગૂંચવાયેલું ......
આકાશને ગળે ડૂમો !
આકળ -વિકળ 
કશુંક ઘૂંટાયા  કરે છે એના મનમાં 
કશુંક વ્યક્ત થવા છેક 
કંઠ સુધી  આવીને  જાણે અટકી ગયું ન હોય !
બે ચાર ફોરાં વરસાવીને ખામોશ.
કોણ અટકાવી રહ્યું છે એને વરસતાં ?
કાયનાત  મૂંગી મસ્સ !
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

Wednesday, 12 July 2017

નીલગગન 

નિરભ્ર  નીલગગન 
મારા  ઘરની   બારીમાંથી 
પ્રવેશી  ગયું  મારામાં.
મારા  ઓરડાની  હવા 
ઝળહળ  થઈ  ગઈ .
મેં ...મારા  સમગ્ર  અસ્તિત્વે....
ગગનના  ભૂરા  રંગને,
સમાવી  લીધું  આંખોમાં .
ઊગતા  સૂર્યનાં કિરણો 
ઝીલાયાં  મારી  કવિતામાં.
નીલગગનની  આ મસ્તી 
નવા  પ્રાણનો  સંચાર 
કરી  ગઈ  મારી  કલમમાં !
                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Monday, 10 July 2017

ગઝલ 
ગાગા,   ગાગા,   ગાગા,  ગાગા 

નબળા  ને  સબળાની  વચ્ચે,
મેં   માંડેલાં ,ડગલાની  વચ્ચે.

આજે   પણ  અટવાતો   રહ્યો,
એકડા  ને   બગડાની   વચ્ચે.

અક્ષર  બધા  ઝાંખા  દેખાયાં ,
ગ્રંથ  રહ્યો , ઝઘડાની  વચ્ચે.

મોતી  શોધે,   માણસ   પોતે,
કચરાના   ઢગલાની   વચ્ચે.

ભેદ  કયાં  પરખાયે  પળમાં ?
હંસ  અને  બગલાની  વચ્ચે.
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Sunday, 9 July 2017

મન 

અજબ   ખેલ   કરાવે    છે   મન ,
કયારેક  જાતને  હરાવે  છે  મન.

મોક્ષ   બંધનનું    કારણ   છે  એ,
તોયે    કેટલું     ડરાવે    છે  મન.

મન મજબૂત તો, ખિસ્સામાં જગ,
ગેબી   શક્તિ   ધરાવે   છે   મન.

હારજીતનો   આધાર   એજ   તો,
રાઈ   મગજમાં  ભરાવે  છે  મન. 

મર્યાદાની   અવગણના  કરી  ને,
લક્ષ્મણરેખા પાર  કરાવે  છે મન.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Saturday, 8 July 2017

ગુરુ  વંદના  !
(રાગ:શંભુ  શરણે  પડી )

ગુરુજી   ચરણે  પડી, યાચું  નમ્ર  બની,
સમજણ આપો,દયા કરી જ્ઞાન પ્રકાશો !

            તમે   શિષ્યોનું  હિત  કરનારા,
            શુભ    સૌનું     નિત   કરનારા.

હું   છું   અલ્પમતિ, આપો  મુજને ગતિ,
હૃદયે  સ્થાપો, દયા કરી જ્ઞાન  પ્રકાશો  !

             હૈયે  લાગણી  સ્નેહની  ઘોળી,
             મુજને  રાખો  સદા  ઉર જોળી.

શરણ   તમારું   યચું , મદ   મોહ  તજું ,
પ્રણવ આરાધું,દયા  કરી જ્ઞાન પ્રકાશો !

             ભરો ચેતના,ને શક્તિ બહોળી ,
             ચિત્તમાંથી વહે  ભક્તિ  ભોળી .

વિશ્વકુંજમાં   છો ,  મુજમાં  આવી  વશો ,
'કાન્ત'  સ્વામી, દયા કરી જ્ઞાન પ્રકાશો !

                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
             


ચાતક 

સ્વાતિ  બુંદને ,  ગળતું   ચાતક,
બુદબુદામાં , ટળવળતું  ચાતક.

ઝગઝગાટ    છલકે    આંખોથી,
સોનેરી   ક્ષણને,  કળતું  ચાતક.

ઝરમર  વરસે ,ઘટા  સાવનની,
ટીપેટીપાંમાં ,તો મળતું  ચાતક.

તરસની આ કેવી આવજાવ  છે ?
જો, અચાનક,ખળભળતું ચાતક.

મીટ માંડું ,ઓચિંતી આભ ભણી ,
ને,મેઘાડંબરમાં,પલળતું ચાતક. 

કંઠ  સૂકાય,  રણવચાળે   જયાં , 
'કાન્ત ' માંહે,સળવળતું ચાતક .
                   ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '







Thursday, 6 July 2017

ગઝલ 

ખાલી નથી , ભરપૂર   છું ,ચિક્કાર છું ,
મીઠી  મધુરી ,સોડમ ભરી તકરાર છું .

સૂતો  સળવળું ,વિસ્તરું  જાગું  ત્યારે,
કાંઠે છલકું ને ,સાતે  સમંદર  પાર છું.

બ્હારથી દેખાઉં ,એવો ને એવો અંદર,
પારદર્શક,  ચોખ્ખો   ને આરપાર  છું.

ઝીલી  શકું  છું  ભાર, આ આંસુઓનો,
આ  ખભો નહીં, વેદનાનો આધાર છું.

ચાંદની  ગમી , ચાંદને ચૂમી આવ્યો,
પાનખરમાંયે   હું , મસ્ત   બહાર  છું.

જીવી રહ્યો છું  મોજથી આ ઘડપણને,
પાંસઠ  વર્ષે  પણ, વર્ષ  અગિયાર છું.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'









Tuesday, 4 July 2017

ગઝલ 
ગાગા ,ગાગા, ગાગા, ગાગા 
જમના  કાંઠો   વાળી   બેઠા,
જોયું   તો  વનમાળી  બેઠા !

આંબા   ડાળે     કેરી    ઝૂલે,
કેસરને     પંપાળી      બેઠાં !

સાત  સમંદર  પાર  થયાને,
નૌકાને    તો    ટાળી    બેઠાં !

વાદળમાંથી  નીતર્યું   તોયે,
પાલરપાણી   ગાળી    બેઠાં !

આંખો  મીંચી  જોયાં  તમને,
ભોળાં   મન ને  ભાળી  બેઠાં !

ઘોડી    કૂદી    બીજી    ચાલે,
રાજાને   દઈ   તાળી    બેઠાં !

ગીતો   ગૂંજે   કોયલના  તો,
'કાન્ત '  એને   પાળી   બેઠાં !
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '