સ્ત્રી
તુલસી કયારાની પવિત્રતાને
મારા અસ્તિત્વમાં ભરીને ઊભી છું.
સાસરિયામાં !
મારી આંખોમાં તરે છે
મહિયરનું પાણિયારું.
ચોખી ચટ્ટ પિત્તળની હેલ ,
એમાં ઠલવાતું પાણી
ઠલવાય છે મારી ભીતરે !
મારા મેશથી ખરડાયેલા હાથ
વાસણોની સાથે મને પણ ઊટકે છે.
સપ્તપદીના સાત મંત્રો
ખાલી મને એકલીને પજવે છે.
મારા એ પણ એમાં ભાગીદાર ખરાને ?
શોધું છું હું મારી સ્વની ઓળખાણ !
ને મારા કાન પર અવાજ પડઘાય છે ,
'નારી જીવન ઝૂલે કી તરહ
ઇસ પાર કભી ઉસ પાર કભી !'
હું આ આરપાર ને શોધવા મથું છું
ને મારી આસપાસનો સમય
ઊડવા લાગે છે.... બસ ઊડવા લાગે છે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
તુલસી કયારાની પવિત્રતાને
મારા અસ્તિત્વમાં ભરીને ઊભી છું.
સાસરિયામાં !
મારી આંખોમાં તરે છે
મહિયરનું પાણિયારું.
ચોખી ચટ્ટ પિત્તળની હેલ ,
એમાં ઠલવાતું પાણી
ઠલવાય છે મારી ભીતરે !
મારા મેશથી ખરડાયેલા હાથ
વાસણોની સાથે મને પણ ઊટકે છે.
સપ્તપદીના સાત મંત્રો
ખાલી મને એકલીને પજવે છે.
મારા એ પણ એમાં ભાગીદાર ખરાને ?
શોધું છું હું મારી સ્વની ઓળખાણ !
ને મારા કાન પર અવાજ પડઘાય છે ,
'નારી જીવન ઝૂલે કી તરહ
ઇસ પાર કભી ઉસ પાર કભી !'
હું આ આરપાર ને શોધવા મથું છું
ને મારી આસપાસનો સમય
ઊડવા લાગે છે.... બસ ઊડવા લાગે છે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment