મન
અજબ ખેલ કરાવે છે મન ,
કયારેક જાતને હરાવે છે મન.
મોક્ષ બંધનનું કારણ છે એ,
તોયે કેટલું ડરાવે છે મન.
મન મજબૂત તો, ખિસ્સામાં જગ,
ગેબી શક્તિ ધરાવે છે મન.
હારજીતનો આધાર એજ તો,
રાઈ મગજમાં ભરાવે છે મન.
મર્યાદાની અવગણના કરી ને,
લક્ષ્મણરેખા પાર કરાવે છે મન.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
અજબ ખેલ કરાવે છે મન ,
કયારેક જાતને હરાવે છે મન.
મોક્ષ બંધનનું કારણ છે એ,
તોયે કેટલું ડરાવે છે મન.
મન મજબૂત તો, ખિસ્સામાં જગ,
ગેબી શક્તિ ધરાવે છે મન.
હારજીતનો આધાર એજ તો,
રાઈ મગજમાં ભરાવે છે મન.
મર્યાદાની અવગણના કરી ને,
લક્ષ્મણરેખા પાર કરાવે છે મન.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment