Monday, 24 July 2017

ગઝલ 
ગાલગાગા,     લગાલગા ,    ગાગા 

મૌન   છોડી   બતાવ  તું  બંદા,
વૈખરીને       હરાવ   તું   બંદા.

ભીતરે  તો   સભા   ભરાણી  છે,
ધરમનો   કર  ઠરાવ તું   બંદા.

હલચલ મચી,ધમાલ છે આજે,
એષણાને      ડરાવ  તું    બંદા.

આંસુ  સૂકાય આંખમાં  જો  ને,
ખૂબ   એને    રડાવ  તું   બંદા.

રણ   વચાળે    વહેણ  છે મીઠું,
તરસ  તારી  છિપાવ તું  બંદા.

ભેદ ને  ભરમ, જાણવા  છે  ને ?
એકતારો    ચડાવ   તું    બંદા.
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '









No comments:

Post a Comment