રમીએ !
ચાલ, પડછાયો થઈને રમીએ ,
ચોખા-ચટ્ટ જળમાં બેઉ ભમીએ.
કેવું વ્હાલું ફરફર આ ચોમાસું ,
છત્રી મેલી દે આજે તો ભીંજાશું.
આંખોમાં અચરજ ને ભરીએ ,
માછલી સંગ આપણે તરીએ.
સ્પર્શ પાણીનો ગલગલિયાં કરે,
પરીઓના સપનાં આંખોમાં સરે.
તું ને હું ,અહીં જ ઊભા રહીએ,
મેઘ સંગાથે બેઉ સળવળીયે.
વમળ વચાળે, જો નાદ ઘૂંટાય ,
એકડા-બગડામાં શેં એ સમાય ?
ભમરાના ગીતો ને ગણગણીયે ,
ચાલ, પડછાયો થઈને રમીએ .
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
(ચિત્ર સ્પર્ધા બે માટે )
ચાલ, પડછાયો થઈને રમીએ ,
ચોખા-ચટ્ટ જળમાં બેઉ ભમીએ.
કેવું વ્હાલું ફરફર આ ચોમાસું ,
છત્રી મેલી દે આજે તો ભીંજાશું.
આંખોમાં અચરજ ને ભરીએ ,
માછલી સંગ આપણે તરીએ.
સ્પર્શ પાણીનો ગલગલિયાં કરે,
પરીઓના સપનાં આંખોમાં સરે.
તું ને હું ,અહીં જ ઊભા રહીએ,
મેઘ સંગાથે બેઉ સળવળીયે.
વમળ વચાળે, જો નાદ ઘૂંટાય ,
એકડા-બગડામાં શેં એ સમાય ?
ભમરાના ગીતો ને ગણગણીયે ,
ચાલ, પડછાયો થઈને રમીએ .
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
(ચિત્ર સ્પર્ધા બે માટે )
No comments:
Post a Comment