Saturday, 8 July 2017

ગુરુ  વંદના  !
(રાગ:શંભુ  શરણે  પડી )

ગુરુજી   ચરણે  પડી, યાચું  નમ્ર  બની,
સમજણ આપો,દયા કરી જ્ઞાન પ્રકાશો !

            તમે   શિષ્યોનું  હિત  કરનારા,
            શુભ    સૌનું     નિત   કરનારા.

હું   છું   અલ્પમતિ, આપો  મુજને ગતિ,
હૃદયે  સ્થાપો, દયા કરી જ્ઞાન  પ્રકાશો  !

             હૈયે  લાગણી  સ્નેહની  ઘોળી,
             મુજને  રાખો  સદા  ઉર જોળી.

શરણ   તમારું   યચું , મદ   મોહ  તજું ,
પ્રણવ આરાધું,દયા  કરી જ્ઞાન પ્રકાશો !

             ભરો ચેતના,ને શક્તિ બહોળી ,
             ચિત્તમાંથી વહે  ભક્તિ  ભોળી .

વિશ્વકુંજમાં   છો ,  મુજમાં  આવી  વશો ,
'કાન્ત'  સ્વામી, દયા કરી જ્ઞાન પ્રકાશો !

                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
             


No comments:

Post a Comment