નીલગગન
નિરભ્ર નીલગગન
મારા ઘરની બારીમાંથી
પ્રવેશી ગયું મારામાં.
મારા ઓરડાની હવા
ઝળહળ થઈ ગઈ .
મેં ...મારા સમગ્ર અસ્તિત્વે....
ગગનના ભૂરા રંગને,
સમાવી લીધું આંખોમાં .
ઊગતા સૂર્યનાં કિરણો
ઝીલાયાં મારી કવિતામાં.
નીલગગનની આ મસ્તી
નવા પ્રાણનો સંચાર
કરી ગઈ મારી કલમમાં !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
નિરભ્ર નીલગગન
મારા ઘરની બારીમાંથી
પ્રવેશી ગયું મારામાં.
મારા ઓરડાની હવા
ઝળહળ થઈ ગઈ .
મેં ...મારા સમગ્ર અસ્તિત્વે....
ગગનના ભૂરા રંગને,
સમાવી લીધું આંખોમાં .
ઊગતા સૂર્યનાં કિરણો
ઝીલાયાં મારી કવિતામાં.
નીલગગનની આ મસ્તી
નવા પ્રાણનો સંચાર
કરી ગઈ મારી કલમમાં !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment