ગઝલ
ગાગા, ગાગા, ગાગા, ગાગા
નબળા ને સબળાની વચ્ચે,
મેં માંડેલાં ,ડગલાની વચ્ચે.
આજે પણ અટવાતો રહ્યો,
એકડા ને બગડાની વચ્ચે.
અક્ષર બધા ઝાંખા દેખાયાં ,
ગ્રંથ રહ્યો , ઝઘડાની વચ્ચે.
મોતી શોધે, માણસ પોતે,
કચરાના ઢગલાની વચ્ચે.
ભેદ કયાં પરખાયે પળમાં ?
હંસ અને બગલાની વચ્ચે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ગાગા, ગાગા, ગાગા, ગાગા
નબળા ને સબળાની વચ્ચે,
મેં માંડેલાં ,ડગલાની વચ્ચે.
આજે પણ અટવાતો રહ્યો,
એકડા ને બગડાની વચ્ચે.
અક્ષર બધા ઝાંખા દેખાયાં ,
ગ્રંથ રહ્યો , ઝઘડાની વચ્ચે.
મોતી શોધે, માણસ પોતે,
કચરાના ઢગલાની વચ્ચે.
ભેદ કયાં પરખાયે પળમાં ?
હંસ અને બગલાની વચ્ચે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment