સ્પર્શ
કાવ્ય નિર્ઝરીનું સૌંદર્ય !
ઉંબરાથી લઈને અંબર સુધીની વાતો કરે એ કવિ.કવિતાનું પ્રાગટ્ય પરામાંથી
થતું હોય છે.જેનું પહેલું કિરણ પરામાંથી નીકળે,મધ્યમામાં જાય અને તેને મજબૂ -
રીથી વૈખરીમાં આવવું પડે.આ કથન ગઈ કાલે વિમોચિત થયેલા કાવ્ય સંગ્રહ
'કાવ્ય નિર્ઝરી' નું પઠન કરતાં ; મારી સામે આવીને ઊભું રહી ગયું. કવિને કોઈ
જાતિ નથી,એ નથી નર,નથી નારી કે નથી નાન્યેતર.કવિ એ કવિ છે.
ભુજની હમણાંજ અસ્તિત્વમાં આવેલી મહિલા કવિઓની (હું કવિયત્રી નહીં કહું )
સંસ્થાએ કવિતાઓનું પ્રાગટ્ય કર્યું.જાણે હિમાલયમાંથી ગંગાનું અવતરણ થયું.
સંસ્થાના પ્રમુખ પુષ્પાબેન વૈદ્ય 'અમી'અને રમીલાબહેન મહેતાએ પોતાની સૂઝ
રૂપી ઝટામાં આ શબ્દોના પ્રવાહને ઝીલ્યો.
શબ્દ દુનિયાનું સૌથી શક્તિશાળી હથિયાર છે.અને આ હથિયાર કુશળતા પૂ -
ર્વક કોઈ વાપરતું હોય તો એ કવિ છે.કાવ્ય નિર્ઝરીના કવિઓને કોઈ સંપ્રદાય
નથી,કોઈ પંથ નથી,એને ક્યાંયે પહોંચવાનું નથી.એ તો માત્ર 'કવિતાપંથના જ
યાત્રી છે અને એમને શબ્દોની જ પૂજા કરવાની છે.
આ કાવ્ય સંગ્રહ વાંચતાં લાગ્યું કે,આ કવિઓ પાસે વિવેક છે,સંવેદનશીલતા
છે,એમનું પોતાનું અનુભવ વિશ્વ છે અને કવિતાનો બધો આધાર જેના પર છે એવી
કલ્પનાશીલતા પણ છે.ભાષાની નવીનતા છે.એમ કહું તો અતિશયોક્તિ નહીં થાય
કે,અહીં કવિ હૃદયનો 'ચેતોવિસ્તાર' થયો છે.અને આવું થાય ત્યારે માનવ સર્જિત
સરહદો ખતમ થઈ જતી હોય છે.
બસ,હું તો એટલું જ કહીશ ,આ સંસ્થા આજના સંદર્ભને આવતીકાલ માટે વિચારે,
સ્વપ્નો સેવે,પોતે પોતાના વિકાસ માટે સજ્જ થાય,કવિતાને વધુ ને વધુ ઊંચાઈ
સુધી સુધી લઈ જાય.આ પ્રાકટ્ય સાથે જોડાયેલા બધાં ને ખૂબ-ખૂબ અભિનંદન !
काव्य निर्ज़री झरने की तरह बहती रहे,
कल की हंसी शाम युँ ही निखरती रहे !
सदा गुनगुनाती रहें ये कवियत्रियाँ ,
गीत-ग़ज़ल शब्दों के गहने से सजती रहें !
***
-'કાન્ત'