Sunday, 16 August 2015

હર હર મહાદેવ !

બમ બમ ભોલે,ભક્તો બોલે હર હર મહાદેવ !
ભોલે  બાબાના  ગણ  ડોલે,  હર હર મહાદેવ !

કૈલાસપતિ કંઠે વિષ ધારી, જેને  સ્મરે મુરારિ ,
અંતરપટના દરવાજા ખોલે, હર હર મહાદેવ !

તાંડવ તાલે વિશ્વ  ડોલાવે,  નટરાજ નૃત્ય થી ,
ચડી જાય ક્યારેક ભોળા જોલે,હર હર મહાદેવ !

ભસ્માસુર હો કે રાવણ, શિવજી વર ના  દાતા,
કોઈ  ન આવે એમની તોલે,  હર હર મહાદેવ !

શ્રાવણ માસ અતિ પ્રિય, બીલીપત્રના  ચાહક,
'કાન્ત' રટે નામ હોલે હોલે,  હર  હર  મહાદેવ !
                           ***
-'કાન્ત'











No comments:

Post a Comment