Tuesday, 11 August 2015

મા 

મા તારી ગોદમાં સમાણું 
મારા બચપણનું ગાણું !

આંગણીયું આજે સજાવું,
ઝાકળનાં ટીપાંથી વધાવું !

મા તારી મમતાને માણું,
બીજા કોઈને ન જાણું !

તારા ધાવણની મીઠાશ,
ઝબૂકતી વીજળીનો પ્રકાશ !

મા મુજ અસ્તિત્વનું ટાણું,
સ્નેહ સાગરનું હટાણું !

અમથી ફરે ગોળ આ ધરા,
સંતાનની તું વસુંધરા !

મા  વિન 'કાન્ત' નમાણું ,
છપ્પન ભોગનું તું ભાણું !
               ***
-'કાન્ત'



   

No comments:

Post a Comment