Wednesday, 19 August 2015

ગઝલ 

સૂર વીણાના તાર બોલે છે,
અંતરમનના  દ્વાર ખોલે છે !

ચૂપ  બેઠું  છે  આતમ  મારું,
સન્મુખ આ  સંસાર ડોલે છે !

કથાકારની  કથા  છે  બાકી,
શ્રોતા  એના  સાર  ઠોલે છે !

શું  બોલે  મોસમ બહારોની,
કોયલ એના ભાવ તોલે છે !

એના  વિણ  જગત છે સૂનું,
'કાન્ત'હવે ચડયો  ઝોલે છે !
                 ***
-'કાન્ત'








No comments:

Post a Comment