Monday, 24 August 2015

ગઝલ 
(છંદ :રમલ,14 માત્રા )
ગાલગાગા ,ગાલગાગા 
(રાગ:બહાર  )

બંસરીના  સૂર   બોલે,
મેનકાના  રૂપ    ખૂલે !

કામ છે મારક સદાએ ,
તુલસી એ  ભાન ભૂલે !

ઊતરો જો ભીતરે તો,
કાનુડો ત્યાં રાસ ખેલે !

સાત ફેરા ફોગટ થયા,
ઓરડો એ ભેદ ખોલે !

હોઠ  પર છે નામ તારું,
બોલ મારા એ જ તોલે !

જાતરા શ્રદ્ધા  તણી છે,
માનવીનો  શ્વાસ ઠોલે !

સામસામાં આપણે બે,
સાપ જેવી આંખ ડોલે !
             ***
-'કાન્ત'











No comments:

Post a Comment