Thursday, 13 August 2015

તિરંગો 

કેવો  નભમાં  લહેરાય  તિરંગો,
સ્વાતંત્ર્ય દિને હરખાય તિરંગો !

ત્રણ  રંગનો  રાષ્ટ્ર  ધનુષ  આ ,
અશોક ચક્ર થી સોહાય  તિરંગો !

શહીદ ભગતસિંહની  કુરબાની,
આજે  પણ  વળ  ખાય તિરંગો !

મહાત્મા મોહનનો   છે  વિશ્વાસ,
દેશદશા  જોઈ તરડાય તિરંગો  !

જય જવાન જય કિસાન શબ્દે,
પળ પળ આ પડઘાય તિરંગો !

સંસદના નિર્લજ શોરબકોરથી,
માથું  નીચે , શરમાય  તિરંગો !

આઝાદીના  અડસઠમાં  વરસે,
'કાન્ત'ને ઉન્નત દેખાય તિરંગો !
                 ***
-'કાન્ત'




No comments:

Post a Comment