ગીત
શિખરો સર થાવાની વેળા,
શ્વેત ધવલ પર્વત લાવ્યો કેવાં અચરજ તેડાં !
ભરી ભરી નીકળો રે ભેળાં;આ જીવનના થેલાં,
સમી સાંજ છે ગોરજ ટાણું;લોકો થયાં છે ભેળાં,
મંદિરોમાં ઝાલર વાગે,પ્રભુથી બાંધો નેડાં !
શિવ કંઠે શંખ નાદ પર; ગણો થયા છે ઘેલાં,
વીતી ગઈ છે રાત અંધારી,ઉઠાવ તંબુ ડેરા !
ભરી ભરી નીકળો રે ભેળાં;આ જીવનના થેલાં,
સૂરજ ઊગ્યો;બાંધ ગઠરિયા;ઊઠી ગયા જો મેળા !
'કાન્ત' કાયાથી;નીકળી જા ને;પ્રાણ લઈ લે ભેરા,
આતમને મળવાની ઘડીઓ,વાદળ છાયાં ઘેરાં !
***
-'કાન્ત'

No comments:
Post a Comment