Thursday, 27 August 2015

રક્ષાબંધન

હૈયે  હૈયે  ભાઈ બહેનના ,
ગીતો  ગૂંજે નવલા  છંદે !

બહેનીના અંતર  આનંદે,
આ   પાવન  રક્ષાબંધન !

રાખડીએ વચનો ભમતાં,
વીરામાં   છે પૂરી ક્ષમતા !

રાવણનેયે  રામ  બનાવે,
આ   ભાવન   રક્ષાબંધન !

રક્ષાનો બંધન  સાથે  નેહ,
એને  મળે  ગગનમાં  ગેહ !

પ્રીત્યુંનો  શણગાર સજાવે,
આ    સાવન    રક્ષાબંધન !

ઝૂકી ઝૂકીને આશિસ માંગે,
ભઈલાનો અંતરપટ જાગે !  

મનગમતો  લય  શ્વાસોનો ,
આ   સુહાગન   રક્ષાબંધન !
                ***
-'કાન્ત'
















No comments:

Post a Comment