Friday, 28 November 2014

            રાજઘાટ

રાજઘાટની સમાધિમાં  
વર્ષોથી ગુંગળાઈને પડી 
રહેલા મહાત્મા ગાંધી
એકાએક  બહાર નીકળ્યા !
અને 
દિલ્હીમાં લટાર મારવા 
નીકળી પડયા !
થોડી જ વારમાં એ પાછા આવ્યા,
સમાધિમાં ગોઠવાયા !
વિચાર કરવા લાગ્યા 
'આ દિલ્હી છે ???
કે કોઈએ ઉડાવી ખિલ્લી છે ???
બધાં ભીગી બિલ્લીની જેમ દોડી રહ્યા છે,
ભ્રષ્ટાચારની ગંગામાં નિજને બોળી રહ્યા છે !
નેતાઓ બ્લેક કમાન્ડોના ઘેરામાં કેદ છે,
ધનવાનોને ચડયો ધનનો મેદ છે !
આઝાદી રહી ગઈ છે 1947 પાસે,
2014 બિચારો દીન  ભાસે !'
ત્યાં તો સમાધિ પર કોઈની હલચલ થઈ ,
પુષ્પોના હાર મૂકાયા,વૈષ્ણવજનના પદો ગવાયાં !
નેતાજીએ પોતાના PA ને પૂછ્યું ,
'મોહનદાસ કરમચંદ ગાંધી એ જ મહાત્મા ગાંધી ?'
અને અચાનક આવી વંટોળિયાની આંધી !
'હે રામ કહીને પોઢી ગયા બાપુ ગાંધી !'
                            ***
-'કાન્ત'





આ રણમાં મેકરણના ચરણ મળે,
લાલિયા નેમોતિયાનું શરણ મળે !
મૃગજળથી મહોબ્બત કરો  ત્યારે ,
મીઠા પાણીનું 'કાન્ત' ઝરણ મળે !
                  ***
-'કાન્ત'
ચૂંદડી  સાત રંગમાં બોળી ,
...હૈયાની પ્રીતમાં ઝબોળી !
મહિયરને મેલી ને જાઉં સખી,
...હું તો સાસરે પૂરવા રંગોળી !
                   ***
આભથી ઉજાસ ઉતર્યાં રે સખી,
...મહિયરની મમતા હવે છૂટશે  !
પ્રકાશ પથરાશે રૂડા  દાંપત્યનો 
...મારો સાહ્યબો સંસાર   ઘૂંટશે !
                    *** 
આજ મારા નયનોમાં પિયર સમાણું ,
મારે સાસરીયે જવાનું આવ્યું    ટાણું !
રંગ-પટોળાંના રંગ ઊડ્યા    રેલીને,
જાઉં સખી સ્મરણોના સુખ હું મેલીને !
                        *** 
-'કાન્ત'
મહિયરનું  પહેરીને  પાનેતર,
...આજ  મારે  સાસરિયે   જાવું  !
મમ્મી -પપ્પા  હું  કુટુંબની  લાડકડી ,
...'કાન્ત' મારે  સાહ્યબાના  સંસારે  સમાવું !
                           ***

મા , આરસનો તેં  અર્ક  કરી ,
......આલેખ્યું  મારું  આયખું  !
પીઠી  ચોળીને  મેંદી  મૂકાવી ,
......'કાન્ત'  મારી  જાતને  હું  પારખું !
                         ***

મળું  મારા  સાહ્યબાને ,
...વીંટળાઈ  પડું  ઘેલી  !
મહિયરની  મીઠી  યાદોને ,
...'કાન્ત' મનમાં દઉં  મેલી !
                ***

Thursday, 27 November 2014

  રક્તદાન !
રક્તની  જરૂર પડે જયારે કોઈને,
આ  તન-મન હમેશાં  તૈયાર  હો  !

લોહી  આપું  જયારે  હું    કોઈને,
અંતરે  શ્રદ્ધા  તણો  સંચાર    હો  !

નિજ માટે જ જીવવું  શા  કામનું,
અન્યનો  પણ કોઈ  વિચાર   હો !

વેદના અન્યની જો શમાવી  શકું ,
મુજ રક્તનો  ભલે  વિસ્તાર   હો  !

લોહી મારું દઈ શ્વાસ પૂરું  કોઈના, 
શ્વાસ  ભલેને 'કાન્ત'ના બેચાર હો !
***
(ભૌમિક વચ્છરાજાનીને  સમર્પિત )


,




Wednesday, 26 November 2014

           ભુજ  બોલે  છે !

મારા  અસ્તિત્વનો  આજે  જન્મ,
આજનો  દિવસ  ચિરસ્મરણીય  !
વરસોનાં  વ્હાણા  વાયાં ...........
રાજાશાહી -આઝાદી  મુજમાં  સમાયાં !
હું  ક્યારેય  નહીં  ભૂલું 
રા  ખેંગારને ,છછર બુટાને ,ભિયાં 
કક્લને ,મારી  મા મલડીને ,જમાદાર 
ફતેહ મામદને ,દાદા મેકરણને  !
પાંચ નાકા ને છઠ્ઠી  બારીને !
એકવાર  જીવાડી  દીધેલું  શહેર 
નગરજનોને  ક્યારેય  ભૂલી  શકતો 
નથી !
આજે  તમે મને  બોલાવશો ,
'Happy  Birth Day .....'કહેશો !
ખીલી  પૂજન  કરશો !
પણ  મને  'Birthday Gift ' શું 
આપશો  ???
માગી  લઉં ???
મને ગંદગી થી મુક્ત  કરો, 
હમીરસર મારો  પ્રાણ છે  એને
પ્રદૂષિત  થતો  અટકાવો,ભુજિયાની 
સંભાળ લો ! મને  દારૂ  ન પીવડાવો !
મારા પર ખોડાયેલી  ખીલી  
જખમની  વ્યથા  ન બની  જાય !!!
ભુજ  વાસીઓ  હું  તમને  ખૂબ 
ચાહું  છું ...આજે  હું ખુશ  છું  કે  નહીં 
એ તો મને નથી  સમજાતું .....
પણ ...હું ગાતો રહું ,ગૂંજતો રહું,
તમારા નામને ચૂમતો રહું 
બસ  તમારી  સાથે આ  સમય સરતો 
રહે,ચકલીની આંખ દેખાય 
કે ન દેખાય ....બસ કોઈ  મુજ  પર 
તીર ન છોડે  !'
                   ***
-'કાન્ત'

Tuesday, 25 November 2014

                    સ્મરણ !

મારા  ગામના  જુના ઘરમાં ઊભો  છું ,
આંગણામાં  પગ  મૂકું  છું  ને  
મને  પદચાપ  સંભળાય  છે....
મારી  બાઈનો (બા)......!
'જો  ને  બેટા  તુલસી  સૂકાઈ  ગઈ છે !
મીઠો  લીમડો  કડવો   થઈ ગયો છે !
અહીં  ગાય  બંધાતી  ને ???.તને 
યાદ છે ??/ બકરીનો  બેં ... .બેં  અવાજ 
હવે  સંભળાતો  નથી  !!! તને તો 
બકરીના  દૂધની જ ચા  ભાવે છે ને !!!'
સો સો  ઘંટડીઓ  બજી  ઊઠે  છે  મારા 
કાનમાં !
જાગી  ઊઠે છે મારું બાળપણ !
એક પછી એક દ્રશ્યો ઘેરી લે છે મને !
તુલસીક્યારો ,મીઠો લીમડો,ગાય,બકરી,
બધાંજ  ઘેરી  વળે  છે મને !
યાદ  આવે છે  પરોઢિયે  ઊંઘમાં 
સાંભળેલા પ્રભાતિયાં ,
છાશનાં  વલોણાનો  અવાજ !
માખણની  મુલાયમતા ...અને હિજરાય 
છે  મારા  હોઠ ! મારી જીભ !
પડઘાય છે  મારી  પીઠ  પર  બાઈનો 
થપથપાટ ...એ સ્પર્શ મને  આકુળ -વ્યાકુળ 
કરી દે છે !
હું  ઘરની  સાંકળ  બંધ કરવાનો  પ્રયાસ 
કરું  છું ...અને  સૂકાયેલી  તુલસીની 
ડાળીઓ એક પછી એક ખર્યે  જાય  છે 
ટપોટપ  !
                            ***
-'કાન્ત'

.

Sunday, 23 November 2014

बेवफ़ा  वक़्त  था ,तुम  थे 
.........या  मुक्क़दर  मेरा !
बात  इतनी  है  कि  अंजाम 
....... .. जुदाई  निकला  !
               ***

Saturday, 22 November 2014

અફાટ  રણને  પીતાં પીતાં ,
..........કંઠ  થયો  છે  ભીનો  !
અમે  વિકટતા  સામે,
....ઊભા કાઢીને લ્યો સીનો !
ચાલો  'વંચિત' ધખ ધખ ,
...રેતીને આવી જાય પસીનો !
                 ***
-વંચિત કુકમાવાલા 

ધગધગતું  રણ  મળ્યું,
...ચડી ઊંટની પીઠ ઉપર
આકાશ આંખમાં ભર્યું  !
                *** 
-રમણિક સોમેશ્વર 
                               રણ  !

ધૂળની  ડમરી  સ્પર્શ કરે
...પણ એવોને એવો વિશ્વાસ ,
ધોમ ઉનાળે રણની વચ્ચે ,
...ઊગી  નીકળ્યું  ઘાસ  !
               ***
-વંચિત કુકમાવાલા 
             

રણ  જુએ  છે સ્વપ્ન ઝરણનું ,
આપણે  એને  મૃગજળ કહીએ !
               ***
-'ખ્વાબ '

Friday, 21 November 2014

            જાગો ભુજવાસીઓ જાગો ...???

ભુજમાં  ત્રણ માળના મકાન બનાવવાની ,
...ભાડાની  દરખાસ્ત 
આપણને કરશે જીવનથી બરખાસ્ત !

જો મળશે આની પરવાનગી,
...સમજો કચ્છીઓ તમારી ના-મર્દાનગી !
રડવા માટે આંસુ પણ પૂરતા નહી થાય,
...2001 ફરીથી આવશે ,એને ના નહીં કહેવાય !

આ નિર્ણય નોંતરસે ભવિષ્યમાં  વિનાશ,
... 26 તારીખ કરશે ધરા તાંડવનો પ્રયાસ !
ધ્વસ્ત થશે આ બહુમાળી ,
...બચાવવા નહીં આવે કોઈ વનમાળી !

કોણે હક્ક આપ્યો આ 'ભાડા' ને,
...આપણાં જીવન સાથે 'ખો-ખો રમવાનો ???
એનું કામ ડી પી ની અમલવારી કરવાનું !
...ન કે આવી ભૂંડી રમત રમવાનું !

જાગો ભુજવાસીઓ જાગો-નપુસંકતા ત્યાગો,
...5 જોનના આ શહેરમાં કોંક્રિટના જંગલો 
બનતા અટકાવો !
ખુદને 'ક્રોસ' પર ન લટકાવો !

આ બધાં તો રુપિઆ ના ઢગલા પર 
...આળોટનારા ધન પુજારીઓ છે !
તમે મરો કે જીવો કઈ ફરક નહીં પડે,
...એ તો સ્વજનના મોત પર પણ નહી રડે !

પોસ્ટ કાર્ડ લખો મુખ્યમંત્રીને ,
...તમારા વોર્ડ પ્રતિનિધિ-ધારાસભ્ય-સમાહર્તા ,
કચ્છી  મંત્રીને !
....વિરોધ પહોંચાડો દેશના 'નમો' સંત્રીને !

'ભુજ બોલે છે ' ને  વિનંતિ  કવિની ,
...ભૂકંપના અનુભવીની !
તમે જગાડો આ ભુજને....તમારા માધ્યમ દ્વારા,
...મત લ્યો નાગરિકોના....લોકમત ઊભો કરો !

ગાંધીગિરી કરો -હવે ન કરગરો ,
...વાતોથી પેટ ન ભરો !
બતાવો શાશકોને તાકાત જનતાની,
...તજો નિષ્ક્રિયતા -'કાન્ત' મોહ ને મમતાની !
                            *** 
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'


'કાન્ત'
રણ  મહીં  મૃગજળ  મળે,
...તોયે    જીવ    ટળવળે !

ઊડતી  ધૂળની  ડમરીઓ ,
...'કાન્ત'ના  શ્વાસ  સળવળે !
                 ***

હું  સફેદ  રણ  છું ............!
...તું  'રણછોડ ' ન બની  જતો !

તારો  આવરણ  છું  હું,
...તું  અનાવરણ  ન  થઈ  જતો !
                 ***

સાંજ  નમ્યે  રણની  કાંધ  પર,
...ઊતરે  ઠંડી  રાત  !

તરસના  કૂવા  તરફડે,
...'કાન્ત'  ક્યારે  થશે  પ્રભાત !
                ***

મારી  ભીતર  હલચલ  દરિયાની,
...ખબર  ન પડે  મારા  તળિયાની  !

ખારોપાટ  અને  ઘાસ  મારા  અંગો,
...મને ગમે  વાતો  બળિયાની  !
                   ***


                       રણ 
                     રણ  !

રણ  વચાળે  જો  મને  ઝરણ  મળે। 
તો      મારું    આ  જાગરણ      ફળે !

રેતીના  ફેલાયેલા અફાટ દરિયામાં ,
કોઈ   માછલી   મારો   સ્પર્શ    કળે !

સાગરના    ઊછળતાં  આ મોજાંમાં ,
લાલિયા-મોતિયા નાં શ્વાસ ખળભળે !

કાળી  ડિબાંગ  આ  મેઘલી     રાતે,
ખારાપાટ માં  જો  કોઈ     સળવળે !

હૈયાને  રાખું  છું  હું  સદા    હોંશમાં ,
લાગણીની સાથે જો લાગણી  ભળે  !

ધૂણી  ધખાવીને  બેઠો છે    ધોરડો,
અલખનો મારગ  એના ઘાસ તળે  !

મીઠા મુલક કચ્છડાનો દીવેલ લઈ ,
તંબુનગરીના   દ્વારે  દીપ ઝળઝળે  !
                      ***
-'કાન્ત'


Monday, 17 November 2014

                જન્મદિવસ !

            (અછાંદસ રચના ) 
     (To offer  Zala Dhaivat )

આજે  મારો  જન્મદિવસ  છે.
વહેલી  સવારથી  એક  દેવચકલી ,
મારી  બાલ્કનીમાં  'Happy birthday '
નું  મધુરું ગીત ગાય છે.

મને  યાદ અપાવે છે  કે 'કાન્ત',
તારું કામ પ્રકાશિત થવાનું છે.
કોઈને પ્રભાવિત કરવાનું નથી !

આજે તારે તારાથી પરિચિત થવાનું છે,
કારણ માણસે પોતે પોતાનાથી 
પરિચિત થવામાં જન્મોનાં જન્મ 
નીકળી  જાય છે !

દેવચકલી  કહે ,'અહીં માપપટ્ટી 
બધાંની  અલગ-અલગ છે.
દરેક તને પોતાના માપમાં માપશે,
મિત્રો,સ્વજનો તને ચાખશે !

લેવા દેજે માપ દુનિયાને ,
તું  ચાહતો  રહેજે  બસ  કનૈયાને !
અહીં રોજ તને સાબિત થવું પડશે ,
પરીક્ષા તારી પોતાના જ કરશે !

સાબિત થજે,અગ્નિ પરીક્ષા આપજે,
વિકારોને કચરાપેટીમાં નાખજે .
હું રોજ તારી બાલ્કનીમાં આવીશ ,
શુભ સંદેશ લાવીશ !
તારા ગુણ-અવગુણ સાથે તને અપનાવીશ !
તારા આયુષ્યની  છ દાયકાની સફરને 
આગળ ધપાવીશ !

આજે હું કેક નહી કાપું ,
તારા મનમાં દીવો પ્રગટાવીશ !
                 ***
-'કાન્ત'




Sunday, 16 November 2014

उर्दू  और  हिंदी  में  
...  फर्क  है  इतना ,

वो  'ख़्वाब' देखते  हैं ,
... हम  देखते  हैं  'सपना  !'


...આપણે કોણ છીએ ?કોણ હિંદુ છે?
કોણ મુસ્લિમ છે ?જો 'ALI' -'DIVV-ALI '
અને 'RAM'-'RAM-ZAN' માં હોય ,તો 
આપણે કયાં અલગ થયા !   





---------------વીજળીનો  ચમકારો !-----------------

Saturday, 15 November 2014

                 कृष्ण  !

कृष्ण  तू  स्वयं  काव्य पुरुष  है ,
मैं  कवि  बन  जाऊँ  संभव    है  !

छंद  तेरी  लीला  लय  है  मस्ती,
यमुना जल में मैंने उतारी कस्ती  !

कृष्ण  तू  स्वयं   कुंज  गली   है,
मेरी आत्मा राधा बनने  चली  है !

तेरे अलंकार सब प्रतीक  श्रृंगार ,
रासलीला  रचाई  मेरे   सरकार  !

कृष्ण  तू  स्वयं   योगेश्वर    है,
वृन्दावन  का तू   रासेश्वर    है !

तेरे  अंग-अंग कामदेव के बाण ,
बंसी में अटके गोपीओं के प्राण  !

कृष्ण तू स्वयं सुर मय जीवन,
खुश्बू  से  भरा  है तेरा मधुबन !
                ***
-'कान्त '

Friday, 14 November 2014

                                                       સ્પર્શ  !

...18 મી નવેમ્બર ની સવાર મારા માટે 63 વર્ષનું ભાથું લઈને આવી છે.મારું શરીર આજે 64 માં 
વર્ષમાં પ્રવેશ્યું  છે.મન હજુ દસ વર્ષનું જ છે.આજનો મારો જન્મદિવસ કવિતાનો જન્મ દિવસ છે,
વાર્તાનો જન્મદિવસ છે,કલાકારનો જન્મદિવસ છે,સૂર અને ગીતનો જન્મદિવસ છે,પીંછી અને 
રંગનો જન્મ દિવસ છે.છ દાયકાની મારી જીવન યાત્રામાં મારા શરીરે અને મન એ સારી રીતે 
સાથ આપ્યો છે.આજે સૌથી પહેલાં એમણે જ મને વહેલી સવારે 'Happy birthday ....'કહીને 
શુભેચ્છાઓ આપી છે !18-11-1951 થી કરીને 18-11-2014 સુધીનાં 63 વર્ષો દરમિયાન મૈત્રી ...
મહેફિલ ....સાથે જમાવટ કરી છે.સમજણો થયો ત્યારથી જંપીને બેઠો નથી.એક કર્મઠ  માનવી 
તરીકે જીવ્યો છું . 
...મેં ગરીબાઈ જોઈ છે પણ ગાઈ નથી.સારી આર્થિક સ્તિથી પણ ભોગવું છું.સમાજમાં માન -
અકરામ બધું જ મળ્યું છે પણ એનો અપચો થયો નથી.મિત્રો,સાથીદારો ,સ્નેહીઓ સાથે જલસે -
જલસા કર્યા છે.સંબંધોમાં  રખાવટ  રાખી છે.ગાંઠિયા અને મરચાંનાં  ભજિયાંનો  સ્વાદ આજે 
પણ લઉં છું.મારી આંખ સામે મેં મારો અગ્નિસંસ્કાર થતો જોયો છે.જીવનમાં આજે પણ મને 
એટલો જ રસ છે ,જેટલો બાળપણ કે યુવાનીમાં હતો.મને માણસ માત્રમાં રસ છે.જીવનને ચારે 
બાજુથી મેં વ્યાપકપણે જોયું છે. 
...મેં સમયને સાચવ્યો છે....સમયે મને સાચવ્યો છે !આયુષ્યના રસ્તા પર ચાલતાં -ચાલતાં 
મેં હંમેશાં આનંદ અનુભવ્યો છે.મને એ ખબર છે કે મારા જીવનનું પ્રયોજન શું છે.હું શા માટે 
જન્મ્યો છે.મને સંગીતમાં રસ છે તો મારી આંગળીઓ હાર્મોનિયમને  સોંપી દઉં છું.કવિતા લખું 
છું ત્યારે શબ્દો મારી પાસે દોડતા આવે છે.ગીત ગાઉં છું ત્યારે 'સ્વરલહેરી 'મારી સાથે સિતાર 
વગાડે છે.મારી પાસે મારું પોતાનું માપ છે.એક લગન છે.નાનપણથી સારો કંઠ મળ્યો છે,એ 
કંઠને મેં ઉછેર્યો છે અને તેથી જ  ઘાંટા પાડવાનો વારો આવ્યો નથી.
...હું ભાગ્યશાળી છું કે મને સાચવે એવી  જીવનસંગિની  મળી છે.મારા સંઘર્ષ -સફળતામાં એ 
સદા મારી સાથે રહી છે.'કભી ખુશી-કભી ગમ' હાથમાં હાથ રાખીને અમે ભોગવ્યાં છે.મારી દીક-
રિયે સાસરિયામાં મારા કુળને ઉજળું કર્યું છે.મારા જમાઈ 'વિશાલ'નામ પ્રમાણે 'વિશાળ 'છે.
મારી પોત્રી ક્રિષ્ના ...મારી દોહિત્રી-દોહિત્ર ક્રિષા -આયુષ ....મારા આયુષ્યને વધારનારા છે.
...હવે મારે કશું જ જોઈતું નથી.આંખ સામે કોઈ મોડેલ રાખીને હું સ્વત્વ ને ઉપસવા માંગતો ન-
થી મારે કૃષ્ણકાંત થવું છે.કર્મયોગથી પ્રેરાઈને જીવી જવાનો હું  પુરુષાર્થ કરું છું.જાળમાં માછલી 
ઊંચકી શકાય છે પણ આખો દરિયો ઊંચકી શકાતો નથી.આ મર્યાદા સમજીને મારી આસપાસના 
માણસોના શ્વાસને સુગંધિત કરવાનો પ્રયાસ કરું છું.મારી પુત્રવધુ અને પુત્ર અંતિમ સમયે મારી 
સમક્ષ રહે અને હું એમના હાથે 'અગ્નિદાહ 'પામું એવી ઈચ્છા !
                                                               ***
-'કાન્ત'

  


Thursday, 13 November 2014

           जवाहरलाल  !

भारत  के  नूर  जवाहरलाल,
प्रेम  से भरपूर  जवाहरलाल  !

बच्चों  के  प्यारे प्यारे चाचा ,
नफ़रत से सुदूर जवाहरलाल !

पंचशील सिद्धातों के  प्रणेता ,
थे  जग मशहूर जवाहरलाल  !

भारत इक खोज के   लेखक,
इंदिरा का ग़ुरूर जवाहरलाल !

शांति दूत और प्रजा  वत्सल ,
नेता   थे   शूर   जवाहरलाल  !

देश के प्यारे आँखों  के  तारे,
दिखने में थे हूर जवाहरलाल !

देश पे  जीना देश  पे   मरना ,
सत्य के थे  तूर  जवाहरलाल !
                *** 
-'कान्त '





Tuesday, 11 November 2014

                                                      સ્પર્શ 

...હું  બગીચામાં  જાઉં  છું  ત્યારે  છોડ ,વૃક્ષ ,પુષ્પ,પાંદડા ,ઘાસ  બધાં ને  સ્પર્શું  છું .મને  એ 
ગમે છે.મારા  સ્પર્શનો  જવાબ  પણ  મને  મળે  છે. કારણ  સ્પર્શની  પણ  એક  ભાષા  છે.એ-
નો  આગવો  અર્થ  છે.આપણે  અનેક  રીતે  એક-બીજાને  સ્પર્શતા  હોઈએ  છીએ. લગ્નમાં 
સામૈયા  વખતે  હસ્તધૂનન ,પીઠી  ચોળતાં  વરરાજાને  થતો  સ્પર્શ, કપડું  ઢાંક્યું  હોય  ને 
બધાંની  હાજરીમાં  પાણીમાં  પૈસા  રમતાં  લાલકંકુના  જળમાં  થતો  વર-કન્યાનો  સ્પર્શ.

...સ્પર્શની  દુનિયા  છે. કયારેક  સ્પર્શથી  આનંદ, જરૂરિયાત ,ઈચ્છા,હૂંફ ,તોફાન.,વિશ્વાસ,
નિષ્ઠા,સાથ ને  વ્યક્ત  કરી  શકીએ  છીએ. તો  કયારેક ગણતરી પૂર્વકનો  'મેન્યુલેટિવ '
સ્પર્શ  પણ  વ્યક્ત  થતો  હોય  છે.પણ  આ સ્પર્શ  માટે  આપણું  જીવંત  હોવું  જરૂરી  છે.
આપણું  ભીતર  જો  સંવેદનશીલ  હોય  તો જ  આ  સ્પર્શની  ભાષા  ઉકેલી  શકાય છે. બાકી 
કવિ   સૌમ્ય  જોશી  લખે  છે, 'કહો  કયાંથી  ઉકેલું  ? ને  કેવો આ સંબંધ  છે  ? તું  લખે  છે 
બ્રેઈલમાં ,ને  હાથ  મારા  અંધ  છે.'

...સંજય લીલા ભણશાલીની  'બ્લેક 'ફિલ્મ સ્પર્શનું  ગીત  છે,કવિતા છે.'મુન્નાભાઈ  M B B S 
સ્પર્શનો  ઉત્સવ છે.મને  ફિલ્મ  'મુઘલે આઝમ 'નું  એક  દ્રશ્ય  યાદ  આવે  છે.આવું  અદભુત 
ચિત્રણ કે.આસિફ જ કરી શકે.અનારકલી (મધુબાલા) ને  સલીમ (દિલીપકુમાર )હોજની  પાળે 
પ્રણય ગોષ્ઠિ કરે છે.ચારે બાજુ વૃક્ષો ,લતામાં ફૂલો ,તાનસેનની સુરાવલી ,અનારકલીના ચહેરા 
પર સલીમ  નજાકતથી મોર પિચ્છ ફેરવે છે .આ મોરપિચ્છ  કલાકારની  પીંછી  ની  જેમ, ઊડતાં 
પંખીની  જેમ સરકે છે ત્યારે સમય થંભી જાય છે,શબ્દો રેશમી પોતમાં કેદ થઈ જાય છે.ફક્ત 
મૌનની,સ્પર્શની નયનોની ,સ્મિતની ભાષા એકબીજામાં ઓગળી જાય છે અને બધું જ પ્રવાહી 
પ્રવાહી થઈને સ્પર્શે છે.
...જરા યાદ કરો તો......! તમે  છેલ્લે  ક્યારે,કોને,ક્યાં,કેટલો વખત  સ્પર્શયા  છો ???ઝણઝણી 
ઊઠયા  છો???છેલ્લીવાર લીલાછમ્મ  ઘાસ  પર  ક્યારે  ચાલ્યા  છો???
                                                                ***
-'કાન્ત ' 


Sunday, 9 November 2014

*************સંગીત  દ્વારા  જુદા  જુદા રોગોની  સારવાર *******************
--------------------------------------------------------------------------------------------------
ક્રમ..............રોગનું  નામ  ...................રાગનું નામ.............ગીત /ભજન 
=================================================
(1)..............બ્લડ પ્રેશર  ..........................તોડી................'જોગિયા જગ હૈ એક સરાય ....'

(2).............માનસિક તાણ........................બાગેશ્રી ...........'શંકર શશિધર શિવહર ............'

(3)..............હિસ્ટીરિયા ............................ખમાજ..............'આયો કહાં સે ઘનશ્યામ...........'

(4).................તાવ ................................ માલકૌંશ ...........'પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે ..'

(5)...............ચર્મરોગ ...............................દેશ...................'મારી  નાડ  તમારે હાથ............'

(6)...............એસીડીટી ............................કલાવતી .......... 'કબ તુમ મિલોગે જીવન શ્યામ ..'

(7)...............ડાયાબિટીસ ........................જયજયવંતી ......'મેરે તો ગિરિધર ગોપાલ ...........'

(8)...............ગભરામણ ..........................આહિર ભૈરવ .......'અલબેલા સજન આયો રે .........'

(9)................હૃદયરોગ............................ભૈરવી .................'મિલે સૂર મેરા તુમ્હારા ...............'

(10)...............અસ્થમા ............................યમન ...................'શ્રી રામચન્દ્ર કૃપાલુ ભજમન ......'
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***મ્યુઝિક થેરેપીની યોગ્ય સારવાર લેવાથી ઉપરના રોગો મટી શકે છે.
---------------------------------------------------------------------------------------------------------------

Saturday, 8 November 2014

                                                           સ્પર્શ !

...મને વિદ્યાર્થી અવસ્થાથી જ પગે ચાલવાની ટેવ છે.જે આજે આટલાં વર્ષો પછી પણ 'walking'
સ્વરૂપે જળવાઈ રહી છે.ફરવું મને ગમે છે.હમણાં એક બહુ મજાનો SMS મારા મોબાઇલ પર આ-
વ્યો 'Open Your eye ....close your I ....'અર્થાત આંખ ઉઘાડો ને તમારા 'હું'ને બંધ કરો.મારા 
મનમાં તરત ઝબકારો થયો.હું પણ ચાલતી વખતે  રસ્તામાં જે કોઈ મળે એની સાથે 'આંખધૂનન'
કરી લઉં છું.કેટલો સરસ શબ્દ છે !!!'હસ્ત ધૂનન નહી,આંખ ધૂનન.'
...પણ આપણે તો મોટા ભાગે આપણી આંખોને 'હું'નામના કાળા 'goggles 'પહેરાવી દઈએ છીએ.
આપણી આજુબાજુ કુદરત નર્તન કરે છે છતાં આ બધાંની વચ્ચે બેઠેલો આપણો 'હું' (I ) એ જોવા 
દેતો નથી.'હું' ને તગડ્યા વગર આપણી ગતિ શક્ય નથી.જયાં સુધી આ 'હું' જશે નહી ત્યાં સુધી 
'આંખ ધૂનન 'નહી થઈ શકે.
...આંખની પોતાની એક ભાષા છે.શબ્દ વગરની નિ:શબ્દ ભાષા તરત સમજાઈ જાય એવી છે.પરં-
તું એને સમજવા માટે 'ખરી આંખ'હોવી જરૂરી છે.કવિ 'ખ્વાબ' લખે :'નરી આંખે વંચાય તે અક્ષરો ,
ખરી આંખે વંચાય તે કવિતા...'આ 'આંખ ધૂનન'કોઈ કવિતાથી કમ નથી.જો આપણે 'આંખ ધૂનન'
કરી શકીએ તો......'વરસાદમાં એક જ છત્રીમાં લપાયેલા બે જણ આપણને ભીંજવી શકે....,કોઈક 
ઠેકાણે ચરતી ગાય આપણને તૃપ્ત કરી શકે.....,વૃક્ષને પાણી પાતી વ્યક્તિ આપણી તરસ છિપાવી 
શકે....,ગામના તળાવની પાળીએ આથમતો સૂર્ય આપણો 'SUNSET POINT ' બની શકે.......... '
કવિ વ્રજગજકંધ કહે છે તેમ આ 'આંખ ધૂનનનો'જાદુ આપણે શીખી લેવા જેવો છે........................
'જાધુ એડો તું ગોતે રખ,મોં ભંધ રખેં નેં બોલે અખ !'
                                                                **
-'કાન્ત'

Thursday, 6 November 2014

                 પ્રિયે !

પ્રિયે !આજે પણ તું હસે છે ત્યારે
પાનખરને પર્ણો ફૂટે છે ,
મારું ચિતવન વાસંતી હવા લૂંટે છે !

મોતીઓ વરસે છે મન વચાળે 
પ્રાણનો દિપક ઝળહળે છે તન વચાળે ,
ઉપવન ખુદ પુષ્પો ચૂંટે છે !

ચકોર મળે છે પ્રીતમ ચંદ્રને 
ટકોરે છે વાયુ મંદ્રને ,
લાગે છે  હજુ કંઈક ખૂટે છે !

સ્મૃતિઓના તોફાનમાં તું  ભળે છે 
માંહ્યલો તને બરાબર  કળે છે,
લાગણીઓના ધોધ વછૂટે છે !

ભીતર બંસરી વાગે છે 
નાક્ષત્રિક ગગનની મીનાકારી,
નીરદ ને પગલે પગલે તૂટે  છે !

મારી કવિતા જાગી જાય છે 
તમસ  ભાગી જાય છે,
મારી જાત મને જ વટે છે !

પ્રિયે !આજે પણ તું 'કાન્ત' હૈયામાં 
પ્રેમનો એકડો ફરીથી ઘૂંટે છે,
અસાર બંધનો  જો ને  છૂટે છે !
                   ***
-'કાન્ત'


                    ગીત 

મારા  ઘટમાં  ગહેકે  કોઈ  શેર,
........શબ્દો નથી ત્રાંબિયાના તેર !

મનમાં  નથી  કોઈનીયે   માયા,
........હું  ઝંખું છું  શીતળ   છાયા  !

મને ભીંજવે તારા  હેતની  લ્હેર,
.......હું  પલળું  છું  ને  હોંશ ભેર  !

ઉંબરે  ઉભી  જોઉં   તારી   વાટ ,
......નથી મારી કને કોઈ ઠાઠ માઠ !

આવ,હવે ઊતરી ગયું શંકાનું ઝેર,
......આંસુઓ જ મોતીઓની   સેર !

મારા ચરણોમાં તો  ઘૂઘરા  વાગે,
......મારી જાત મને જ  છે   તાગે !

નહીં   વર્તાવું  હું  હવે   કાળો કેર,
......હોંશે પધાર હવે 'કાન્ત' ને ઘેર !

                       ***
-'કાન્ત' 

Wednesday, 5 November 2014

                                                       સ્પર્શ !

...હું 'સુરભિ ગ્રુપ ઓફ મ્યુઝિક  -ભુજ ' દ્વારા યોજાયેલા 'સંગીત સંધ્યાના' કાર્યક્રમની કેસેટ 
સાંભળી રહ્યો છું.આ ગ્રુપનાં ગાયિકા હેમાલી કેશવાણી ગીત ગાઈ રહ્યા છે,'કભી તન્હાઈયોં
મેં યું તુમ્હારી યાદ આયેગી....'અને મને મુબારક બેગમે ગાયેલાં ગીતો યાદ આવી જાય છે.
મુબારક બેગમને મોટા ભાગે ફિલ્મ 'હમારી યાદ આયેગીના' આ ગીત માટે યાદ કરવામાં 
આવે છે.પરંતુ આ ગાયિકા 'ONE SONG WONDER 'નહોતાં.મુબારક બેગમ એમના જ -
માનાના એક ઉમદા ગાયિકા હતા.'મેરે આંસુઓ પે ના મુસ્કરા....' અથવા 'એ દિલ બતા...'
જેવાં ગીતો એમનાં સ્વર-દર્દ -અંતરમાં છુપાયેલી કોમળતાથી જાણે છલકાઈ જાય છે.
...વર્ષ 1953માં આવેલી ફિલ્મ 'દાયરા'યાદ કરો.મંદિરના ઘંટારવ વચ્ચે સંભળાતો મુબારક 
બેગમ અને રફીનો અવાજ 'થામ લો અપની રાધાકો  ભગવાન....'એ જ રીતે 1964માં આવે-
લી ફિલ્મ 'હમીર હઠ'નું ગીત 'નિગાહોંસે દિલમેં ચલે આઈયેગા...'અથવા તલત મહેમૂદ સા-
થે ગાયેલું 'શગુન' ફિલ્મનું ગીત 'ઇતને કરીબ આ કે....'ફિલ્મ મધુમતીનું ગીત 'હમ હાલે દિ-
લ સુનાયેંગે....'ફિલ્મ 'સુશીલા'નું ગીત 'બે-મુરવ્વત બે-વફા બેગાના-એ-દિલ આપ હૈં........'
આ ગીતો આજે પણ આપણી સ્મૃતિઓમાં સચવાયેલાં છે.અને 'કભી તન્હાઈયોં મેં યું હમા -
રી યાદ આયેગી' ની મનોવેદના મારા ભીતર ઊતરતી રહે છે.
                                                               ***
-'કાન્ત'   
                पाँच पुतले !

आधी रात को शहर के पाँच पुतले,
बीच चौराहे पर बैठकर रो  रहे थे। 

ज्योतिबा बोले :'आखिर मैं हुआ 
सिर्फ मालीओंका।'

शिवाजी महाराज बोले :'मैं हुआ 
सिर्फ मराठोंका !'

आंबेडकर बोले :'मैं बना सिर्फ 
पिछड़े लोगोंका !'

तिलक बोले :'मैं हुआ सिर्फ 
चित्त पावन ब्राह्म्णोंका !

गांधीजी ने गले की सिसकी रोकी,
और बोले :'आप सब तो नसीब वाले हैं। 

आपकी पीठ के पीछे कोई तो है !
मेरी पीठ के पीछे तो सिर्फ 
सरकारी दफ़्तरोंकी दीवालें हैं !!!
                ***
-मराठी कवि कुसुमाग्रज 
-हिंदी अनुवाद -कृष्णकांत भाटिया 
'कान्त '

Monday, 3 November 2014

             ગઝલ 

ઈશ્કનો  ચહેરો  ગઝલ,
ચન્દ્રનો  પહેરો  ગઝલ !

શક્યતાના રણ વચાળે,
ધૂળની   લહેરો  ગઝલ !

સૂર થઈને સળવળો તો, 
સરિતાની નહેરો ગઝલ !

ચાતક જેમ ટળવળો તો,
અશ્રુનો જ સહેરો ગઝલ !

'કાન્ત' થઈ  લખ્યા કરું,
શબ્દોની બહેરો  ગઝલ !
              ***
-'કાન્ત'

Saturday, 1 November 2014

                    ग़ज़ल 

तेरे  सामने  मुझे  ग़ज़ल  गानी  है,
ग्रहण  में  भी  चाँदनी  सजानी   है !

शब्द, शराब  से  बन  गया है पानी,
मीरां तो  श्याम  की  ही दीवानी  है !

काफ़िये  रदीफ़  को   साथ    लेकर ,
कमबख्त  मायूसी  को  हरानी   है  !

तेरे  आग़ोश  में  मैं  पिघल    गया,
यही बात की तो  मुझे  परेशानी  है  !

मन  ही  मन  में  मैं  तड़प  रहा  हुँ ,
सोच  रहा हुँ  ये  कैसी  नादानी   है !

दिल  के  दर्द  बेचता  हुँ   शायर  हुँ ,
कलम की ताक़त  आज बतानी  है !

महफ़िल में इरशाद का भूखा नहीं  ,
दर्द  है - उसकी  आँख में   पानी है !

                     ***
-'कान्त '