Saturday, 8 November 2014

                                                           સ્પર્શ !

...મને વિદ્યાર્થી અવસ્થાથી જ પગે ચાલવાની ટેવ છે.જે આજે આટલાં વર્ષો પછી પણ 'walking'
સ્વરૂપે જળવાઈ રહી છે.ફરવું મને ગમે છે.હમણાં એક બહુ મજાનો SMS મારા મોબાઇલ પર આ-
વ્યો 'Open Your eye ....close your I ....'અર્થાત આંખ ઉઘાડો ને તમારા 'હું'ને બંધ કરો.મારા 
મનમાં તરત ઝબકારો થયો.હું પણ ચાલતી વખતે  રસ્તામાં જે કોઈ મળે એની સાથે 'આંખધૂનન'
કરી લઉં છું.કેટલો સરસ શબ્દ છે !!!'હસ્ત ધૂનન નહી,આંખ ધૂનન.'
...પણ આપણે તો મોટા ભાગે આપણી આંખોને 'હું'નામના કાળા 'goggles 'પહેરાવી દઈએ છીએ.
આપણી આજુબાજુ કુદરત નર્તન કરે છે છતાં આ બધાંની વચ્ચે બેઠેલો આપણો 'હું' (I ) એ જોવા 
દેતો નથી.'હું' ને તગડ્યા વગર આપણી ગતિ શક્ય નથી.જયાં સુધી આ 'હું' જશે નહી ત્યાં સુધી 
'આંખ ધૂનન 'નહી થઈ શકે.
...આંખની પોતાની એક ભાષા છે.શબ્દ વગરની નિ:શબ્દ ભાષા તરત સમજાઈ જાય એવી છે.પરં-
તું એને સમજવા માટે 'ખરી આંખ'હોવી જરૂરી છે.કવિ 'ખ્વાબ' લખે :'નરી આંખે વંચાય તે અક્ષરો ,
ખરી આંખે વંચાય તે કવિતા...'આ 'આંખ ધૂનન'કોઈ કવિતાથી કમ નથી.જો આપણે 'આંખ ધૂનન'
કરી શકીએ તો......'વરસાદમાં એક જ છત્રીમાં લપાયેલા બે જણ આપણને ભીંજવી શકે....,કોઈક 
ઠેકાણે ચરતી ગાય આપણને તૃપ્ત કરી શકે.....,વૃક્ષને પાણી પાતી વ્યક્તિ આપણી તરસ છિપાવી 
શકે....,ગામના તળાવની પાળીએ આથમતો સૂર્ય આપણો 'SUNSET POINT ' બની શકે.......... '
કવિ વ્રજગજકંધ કહે છે તેમ આ 'આંખ ધૂનનનો'જાદુ આપણે શીખી લેવા જેવો છે........................
'જાધુ એડો તું ગોતે રખ,મોં ભંધ રખેં નેં બોલે અખ !'
                                                                **
-'કાન્ત'

No comments:

Post a Comment