Thursday, 6 November 2014

                 પ્રિયે !

પ્રિયે !આજે પણ તું હસે છે ત્યારે
પાનખરને પર્ણો ફૂટે છે ,
મારું ચિતવન વાસંતી હવા લૂંટે છે !

મોતીઓ વરસે છે મન વચાળે 
પ્રાણનો દિપક ઝળહળે છે તન વચાળે ,
ઉપવન ખુદ પુષ્પો ચૂંટે છે !

ચકોર મળે છે પ્રીતમ ચંદ્રને 
ટકોરે છે વાયુ મંદ્રને ,
લાગે છે  હજુ કંઈક ખૂટે છે !

સ્મૃતિઓના તોફાનમાં તું  ભળે છે 
માંહ્યલો તને બરાબર  કળે છે,
લાગણીઓના ધોધ વછૂટે છે !

ભીતર બંસરી વાગે છે 
નાક્ષત્રિક ગગનની મીનાકારી,
નીરદ ને પગલે પગલે તૂટે  છે !

મારી કવિતા જાગી જાય છે 
તમસ  ભાગી જાય છે,
મારી જાત મને જ વટે છે !

પ્રિયે !આજે પણ તું 'કાન્ત' હૈયામાં 
પ્રેમનો એકડો ફરીથી ઘૂંટે છે,
અસાર બંધનો  જો ને  છૂટે છે !
                   ***
-'કાન્ત'


No comments:

Post a Comment