સ્પર્શ !
...હું 'સુરભિ ગ્રુપ ઓફ મ્યુઝિક -ભુજ ' દ્વારા યોજાયેલા 'સંગીત સંધ્યાના' કાર્યક્રમની કેસેટ
સાંભળી રહ્યો છું.આ ગ્રુપનાં ગાયિકા હેમાલી કેશવાણી ગીત ગાઈ રહ્યા છે,'કભી તન્હાઈયોં
મેં યું તુમ્હારી યાદ આયેગી....'અને મને મુબારક બેગમે ગાયેલાં ગીતો યાદ આવી જાય છે.
મુબારક બેગમને મોટા ભાગે ફિલ્મ 'હમારી યાદ આયેગીના' આ ગીત માટે યાદ કરવામાં
આવે છે.પરંતુ આ ગાયિકા 'ONE SONG WONDER 'નહોતાં.મુબારક બેગમ એમના જ -
માનાના એક ઉમદા ગાયિકા હતા.'મેરે આંસુઓ પે ના મુસ્કરા....' અથવા 'એ દિલ બતા...'
જેવાં ગીતો એમનાં સ્વર-દર્દ -અંતરમાં છુપાયેલી કોમળતાથી જાણે છલકાઈ જાય છે.
...વર્ષ 1953માં આવેલી ફિલ્મ 'દાયરા'યાદ કરો.મંદિરના ઘંટારવ વચ્ચે સંભળાતો મુબારક
બેગમ અને રફીનો અવાજ 'થામ લો અપની રાધાકો ભગવાન....'એ જ રીતે 1964માં આવે-
લી ફિલ્મ 'હમીર હઠ'નું ગીત 'નિગાહોંસે દિલમેં ચલે આઈયેગા...'અથવા તલત મહેમૂદ સા-
થે ગાયેલું 'શગુન' ફિલ્મનું ગીત 'ઇતને કરીબ આ કે....'ફિલ્મ મધુમતીનું ગીત 'હમ હાલે દિ-
લ સુનાયેંગે....'ફિલ્મ 'સુશીલા'નું ગીત 'બે-મુરવ્વત બે-વફા બેગાના-એ-દિલ આપ હૈં........'
આ ગીતો આજે પણ આપણી સ્મૃતિઓમાં સચવાયેલાં છે.અને 'કભી તન્હાઈયોં મેં યું હમા -
રી યાદ આયેગી' ની મનોવેદના મારા ભીતર ઊતરતી રહે છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment