સ્પર્શ !
...18 મી નવેમ્બર ની સવાર મારા માટે 63 વર્ષનું ભાથું લઈને આવી છે.મારું શરીર આજે 64 માં
વર્ષમાં પ્રવેશ્યું છે.મન હજુ દસ વર્ષનું જ છે.આજનો મારો જન્મદિવસ કવિતાનો જન્મ દિવસ છે,
વાર્તાનો જન્મદિવસ છે,કલાકારનો જન્મદિવસ છે,સૂર અને ગીતનો જન્મદિવસ છે,પીંછી અને
રંગનો જન્મ દિવસ છે.છ દાયકાની મારી જીવન યાત્રામાં મારા શરીરે અને મન એ સારી રીતે
સાથ આપ્યો છે.આજે સૌથી પહેલાં એમણે જ મને વહેલી સવારે 'Happy birthday ....'કહીને
શુભેચ્છાઓ આપી છે !18-11-1951 થી કરીને 18-11-2014 સુધીનાં 63 વર્ષો દરમિયાન મૈત્રી ...
મહેફિલ ....સાથે જમાવટ કરી છે.સમજણો થયો ત્યારથી જંપીને બેઠો નથી.એક કર્મઠ માનવી
તરીકે જીવ્યો છું .
...મેં ગરીબાઈ જોઈ છે પણ ગાઈ નથી.સારી આર્થિક સ્તિથી પણ ભોગવું છું.સમાજમાં માન -
અકરામ બધું જ મળ્યું છે પણ એનો અપચો થયો નથી.મિત્રો,સાથીદારો ,સ્નેહીઓ સાથે જલસે -
જલસા કર્યા છે.સંબંધોમાં રખાવટ રાખી છે.ગાંઠિયા અને મરચાંનાં ભજિયાંનો સ્વાદ આજે
પણ લઉં છું.મારી આંખ સામે મેં મારો અગ્નિસંસ્કાર થતો જોયો છે.જીવનમાં આજે પણ મને
એટલો જ રસ છે ,જેટલો બાળપણ કે યુવાનીમાં હતો.મને માણસ માત્રમાં રસ છે.જીવનને ચારે
બાજુથી મેં વ્યાપકપણે જોયું છે.
...મેં સમયને સાચવ્યો છે....સમયે મને સાચવ્યો છે !આયુષ્યના રસ્તા પર ચાલતાં -ચાલતાં
મેં હંમેશાં આનંદ અનુભવ્યો છે.મને એ ખબર છે કે મારા જીવનનું પ્રયોજન શું છે.હું શા માટે
જન્મ્યો છે.મને સંગીતમાં રસ છે તો મારી આંગળીઓ હાર્મોનિયમને સોંપી દઉં છું.કવિતા લખું
છું ત્યારે શબ્દો મારી પાસે દોડતા આવે છે.ગીત ગાઉં છું ત્યારે 'સ્વરલહેરી 'મારી સાથે સિતાર
વગાડે છે.મારી પાસે મારું પોતાનું માપ છે.એક લગન છે.નાનપણથી સારો કંઠ મળ્યો છે,એ
કંઠને મેં ઉછેર્યો છે અને તેથી જ ઘાંટા પાડવાનો વારો આવ્યો નથી.
...હું ભાગ્યશાળી છું કે મને સાચવે એવી જીવનસંગિની મળી છે.મારા સંઘર્ષ -સફળતામાં એ
સદા મારી સાથે રહી છે.'કભી ખુશી-કભી ગમ' હાથમાં હાથ રાખીને અમે ભોગવ્યાં છે.મારી દીક-
રિયે સાસરિયામાં મારા કુળને ઉજળું કર્યું છે.મારા જમાઈ 'વિશાલ'નામ પ્રમાણે 'વિશાળ 'છે.
મારી પોત્રી ક્રિષ્ના ...મારી દોહિત્રી-દોહિત્ર ક્રિષા -આયુષ ....મારા આયુષ્યને વધારનારા છે.
...હવે મારે કશું જ જોઈતું નથી.આંખ સામે કોઈ મોડેલ રાખીને હું સ્વત્વ ને ઉપસવા માંગતો ન-
થી મારે કૃષ્ણકાંત થવું છે.કર્મયોગથી પ્રેરાઈને જીવી જવાનો હું પુરુષાર્થ કરું છું.જાળમાં માછલી
ઊંચકી શકાય છે પણ આખો દરિયો ઊંચકી શકાતો નથી.આ મર્યાદા સમજીને મારી આસપાસના
માણસોના શ્વાસને સુગંધિત કરવાનો પ્રયાસ કરું છું.મારી પુત્રવધુ અને પુત્ર અંતિમ સમયે મારી
સમક્ષ રહે અને હું એમના હાથે 'અગ્નિદાહ 'પામું એવી ઈચ્છા !
***
-'કાન્ત'

No comments:
Post a Comment