Friday, 22 March 2019

ગાલ કર !

ગાલગાગા,ગાલગાગા,ગાલગા 

લિફ  મિડ઼ે  છડ, ચૂંટણી  જી  ગાલ કર,
ઢોલ  તેં  નચ , દાદરો   તું  તાલ  કર.

જાર  મેં    ફાંસે    ભરાભર,  પંજ  વરેં ,
વૉટ  ડે  ને , પિંઢ   કે  માલામાલ કર.

આવઈ    હી    ઘોડઘી    ને ,સટ  કઢે,
 જીતજી  તું   કો , મતારી     ચાલ કર.

પંધ    છેટા    ગાલ    છેટી     વેણજી ,
સા  ખણી  ગિન , વારસાઈ કાલ  કર.

લોકશાહી    દેશ    મેં  પાં    લાય મેં ,
મત ડઈ  તું  કો  મુડસ  કે ન્યાલ કર.
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '







ચૂંટણી 

ગાલગાગા , ગાલગાગા ,ગાલગાગા, ગાલગા 

ન્યાર    માડી   મોં    મથે   ખી  ખી  કરેતી ચૂંટણી ,
ઢોલ     ભેગી     માડુએંમેં     કીં    ગજેતી  ચૂંટણી  ?

વેં    ભલેં    તા  ચેર  તેં  હી , દેશ જા  હી  નેતાજી , 
સટ   કઢે   ને   ચૂસ   ડે તી ,  ને   ભજેતી  ચૂંટણી.   

આય નેતા  જો  હિ  શ્વાસ  ને  આશરેજો  મોભિયો,  
ફૂડ     કે     રાજી  રખે  તી  ને    નચેતી    ચૂંટણી.   

કીમતી  ને   લોકશાહી  જો   ભરોસો  આય  મત,
હકલ   પેતી   આસમાની , ને   સજેતી    ચૂંટણી .

'કાંત 'ચે તો  ધોડ  જા  મતદાર  મુંજી  ગઝલ જા ,
 મુલક  ગોતે   મુડસ   નેતા,  ને  અચેતી  ચૂંટણી.  
                                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
         




                         



ग़ज़ल  
लगागा ,लगागा,लगागा ,लगागा 

हमें   सोचना  आ  गया  है  अभी  से,
घना  कोहरा  छा  गया  है  अभी  से। 

चले    जा   रहे  हैं ,  हमें   चाहते  थे,
बसेरा  यहाँ  भा   गया  है  अभी  से। 

कि  तेरा  इश्क  है  ,कली  मोगरे की,
मदन ही  उसे  पा  गया  है  अभी से। 

ग़ज़ल भी फलक में ,बसेरा  करे जो,
अब्र  ही  उसे   गा  गया  है अभी से। 

किसीकी  जबानी ,सुनी  जा रही  है ,
नशे मन  नशा आ गया है अभी से। 
                     ***
-कृष्णकांत भाटिया 'कान्त '






Wednesday, 20 March 2019

ફાગણિયો લહેરાય !

કેસૂડાની    ડાળે   ડાળે    ફાગણિયો   લહેરાય  !
પક્ષીઓના   માળે  માળે  ફાગણિયો  લહેરાય !

સીમ પડી તી સૂની,આજે વરણાગી થઈ જાગી,
કોયલના  ટહુકા પાછળ ,એ દોટ મૂકીને ભાગી.

મસ્ત  પવનની   હારે હારે  ફાગણિયો લહેરાય !
પક્ષીઓના  માળે  માળે    ફાગણિયો  લહેરાય !

મસ્તીમાં  છે  મસ્ત ગગન,સરવર ઉછળે છોળ,
ભીતરના  દરવાજા  તું   ઝટપટ ઝટપટ ખોલ.

બાવળિયાના  ચાળે  ચાળે ફાગણિયો લહેરાય !
પક્ષીઓના   માળે  માળે    ફાગણિયો લહેરાય !

ફાગણની  મસ્તી  ને  ફાગણની  છે  મોજમજા,
ઘરમાં  બેસીને   પાગલ, કાં દે  તું  ખુદને સજા ?

સરવરની તો  પાળે પાળે  ફાગણિયો લહેરાય,
પક્ષીઓના   માળે માળે,   ફાગણિયો  લહેરાય !
                              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Saturday, 16 March 2019

ચૂંટણી  !

આજે તો ચૂંટણીનું  ગીત  મારે ગાવું  જોઈએ,
વચનોને  ગાંઠે    બાંધી, મારે નહાવું જોઈએ.

પાંચ    વરસે   પધારી   છે    આ   રાજરાણી  ,
નેતાઓએ   આજે નતમસ્તક  થાવું  જોઈએ.

કેટલી   કિંમત  છે   મારા ,  એક  જ   મતની,
કમસેકમ  આજે  તો   મને સમજાવું  જોઈએ.

રાજગાદીએ  બેસનારા, ફૂટપાથ પર આવશે,
અસત્યમેવ જયતે ,આજે મને દેખાવું જોઈએ.

લોકશાહીમાં  હું સર્વોપરી   માત્ર એક દિવસ,
પછીના  પાંચ વરસ ,ખેતર  ખેડાવું  જોઈએ.

મારા જ  નામથી , મ્હાલે  છે  દેશના સેવકો,
એ ખાઈ શકે,એટલે મારે ઓછું ખાવું જોઈએ.

'કાન્ત 'ને  સમજે છે અહીં બધાં કવિ બિચારો,
પુષ્પો  નથી, શબ્દોથી સ્વાગત થાવું જોઈએ.
                               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ગીત  !

આ   તો  સપનું  તૂ ટયાનું  ગીત  છે   સખી !
તારે મારે  જનમોજનમની  પ્રીત  છે  સખી !

હળવે  રે   હળવે   હલેસાં  મારે  છે   સાજન, 
પાર   ઉતરવાની  આ   નવી રીત  છે સખી !
દરિયો  ઊછળે  છે , કેદૂણો  આકુળ વ્યાકુળ, 
એની  સામે  મારી અણધારી  જીત છે સખી !
                                                   0આ તો..
તુલસીના   કયારે    કર્યા  શ્રદ્ધાના   દીવડા,
ઓરતાં  પૂરાં  કરે, મારા મનમીત છે સખી !
હોઠે    છે  નામ એમનું ને આંખોમાં  છે ઘેન.
વૈશાખી  બપોર પણ  આજે  શીત  છે સખી !
                                                  0 આ તો 
ઊતર્યાં  છે  અજવાળાં , આતમના  દેશમાં,
અંધકાર  આજે   ચારે ખાને ચીત  છે સખી !
ખંખેરી નાખ  તું   હવે , જીવતરના  ભારને,
નિરાશાઓ  બધી  આજે ભયભીત છે સખી !
                                                 0આ તો 
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Friday, 15 March 2019

ગઝલ 


તમે  તો  કહી  દો ,હવે  આ  આકાશને,
છુપાવી    ન   રાખે ,  કદીયે  પ્રકાશને.

તરફડે  કેવી,  આ  નિશાએ  બેબાકળી ,
ભરી  દો  હવાથી , લડખડાતા શ્વાસને.

ડુબાવી  નથી  મેં , વેદના  પાતાળમાં.
સદાયે   હસીને  સજાવી    આ જાતને !

મિલનની મસ્તીમાં ,મહાલે ભાગીરથી.
ઘડીભર  સહેવા  પરમના    પ્રપાતને !

રસ્તામાં મળી  ને  ગયાં  છે સંભારણા,
કહી છે  બધીયે,  ગઝલ સાથે વાતને  !
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






Wednesday, 13 March 2019

ગરમાળો  !

ધોમધખતા  તાપમાં ઊભો ,હું છું  ભઈ  ગરમાળો,
તમે  કદીયે  મને   આકુળ-વ્યાકુળ  નહીં    ભાળો  !

સોનાવરણી  સીમ  બની  છે,   કેસૂડો  એ  ખીલ્યો ,
વાસંતીનો  અક્કેક  બોલ,તરુવરોએ  પણ ઝીલ્યો !
અંતરના ભીડેલાં દ્વારોનો ,ખુલી જશે  ભઈ  તાળો !
                                                               0હું  છું 
મોસમ  છે આ  રંગવાની  ખૂબ  કરો  તમે  મસ્તી,
ભૂલી  જાઓ   સુધબુધ ,ભૂલી જાઓ  તમે   હસ્તી !
તવ  સંગે  નાચશે  ગાશે ,ઝૂમી  ઊઠશે  આ ડાળો  !
                                                               0હું  છું 
ઊતર્યાં  છે  આ ધરતી ઉપર ,રંગો મેઘ ધનુષના ,
પિચકારી ભરવી  છે એને, ખેલ જોવા  મનુષ્યના ! 
લાલચટકનો છું હું પ્યાસી,રંગ જોઈએ નહીં કાળો !
                                                               0હું છું 
દન  આખો  કલબલ કલબલ ,સૌ કોઈ છે ઘાયલ,
ક્યાંક  વાગતી  ફાગણિયાની, રૂમઝૂમ     પાયલ !
ટમકે  આકાશે  તારલિયાં  ,   નથી  ચંદ્રને  વાળો !
                                                               0હું છું 
ફાગ  ગવાય  હોળીના ,ફળિયે  છે    ધીંગામસ્તી,
વરણાગી  લાગે   છે   આજે  ચારે   બાજુ  વસતિ  !
ભાગી   જાય  દોટ   મૂકીને  મનનો બધો  કંટાળો !
                                                               0હું છું 
                             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





        

Thursday, 7 March 2019

ગઝલ  
 ગાલગાગા,ગાલગાગા,ગાલગાગા 

 રાત આખી  જાગતી આ  રાતરાણી !
 મોહિનીશી   લાગતી  આ રાતરાણી !

 ને   પગેરું   શોધવાને   ઝાકળતણું ,
 બૂંદ સાથે     ભાગતી આ રાતરાણી ! 

 છે મનોહર , રૂપ  એનું  ઘાયલ  કરે, 
ચાંદનીશી    નાચતી  આ રાતરાણી !

મઘમઘે  છે  ,સોરવે છે ,માધવી  એ,
સાથ   સૌનો  માંગતી આ રાતરાણી !

'કાંત ' ને  તો  પામવું   છે  એટલું ને,
 ભેદ સઘળા ,જાણતી આ રાતરાણી 
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '









Tuesday, 5 March 2019

પરીક્ષાર્થીઓ  !

ધો.10-12 ની  પરીક્ષા  આપવા માટે 
સજ્જ  થયેલા વિદ્યાર્થી ભાઈ-બહેનો 
હંસ  પર બિરાજિત  સરસ્વતી 
હમણાંજ  મને કહી ગયા  
'કવિ,મારો એક  સંદેશો  પરીક્ષાર્થીઓ 
સુધી  વહેતો મૂકીશ..'
મેં કહ્યું , 'દેવી !જેવી તમારી આજ્ઞા !'
સરસ્વતી  બોલ્યા :
'છાત્રો :'તમે બધા મારા ઉપાસકો છો 
સૂર્યને શોધો અને સૂર્યને ઉથાપો 
એવું  તેજ તમારામાં છે.
પરીક્ષા ખંડમાં  પ્રવેશો  ત્યારે 
બિલકુલ ઘબરાતા નહીં.
શાંત ચિત્તે  પેપર લખજો.
પ્રશ્નપત્રને  સમજજો  !
ઉતાવળ જેવો બીજો કોઈ શત્રુ નથી,
ઉતાવળથી કોઈ કામ સફળ થતું નથી !
તમારું સમગ્ર ધ્યાન પેપર લખવામાં 
પરોવજો ,કોઈ મૂંઝવણ હોય 
તો આપસમાં  નહીં.નિરીક્ષકને પૂછજો ,
બની શકે તો સારા અક્ષર કરજો !
હૈયામાં હામ અને  ધ્યાન ધરજો ,
સફળતા તમારી રાહ જોઈ રહી છે,
નિષ્ફ્ળતા ખૂણામાં રોઈ રહી છે !
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
                        


ગઝલ 

વાત   મારી   નક્કર  હતી ,
સામસામે     ટક્કર    હતી !

ગઝલ   લખાણી -મપાણી,
કાફિયાની   પક્કડ    હતી !

વાત    કયાં   સમજે     એ,
પૂરેપૂરી   ઘનચક્કર  હતી !

મને યુવાન સમજતો રહ્યો,
કરચલીએ  અક્ક્ડ    હતી !

ઈશ્કમાં ક્યાં યાદ રહે બધું ?
સ્મૃતિઓ   ભુલક્કડ   હતી !
                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Monday, 4 March 2019

સંપાદકીય 

        'સાંધ્યદીપના  બારમા  કાવ્ય  સંગ્રહ  'ઝાલર 'નું  આજે  લોકર્પણ થાય છે એ અમારા માટે આનંદની 
ઘટના છે.વર્ષ -2005માં અમારી વરિષ્ઠ નાગરિક કવિઓની  આ  સંસ્થા  અસ્તિત્વમાં આવી  ત્યારથી  કરી-
ને આજ સુધી  ભુજના દાદા-દાદી  પાર્કનો  એક ખૂણો  કવિતામય બની રહ્યો છે.અમારામાં  પડેલી  'લેખન 
શક્યતાને  ' આ ખૂણાએ ઉજાગર કરી છે. કવિતામાં પડેલી  મોજને આંખ-કાન  અને હૃદયથી  પરખાય  છે.
અને આ મોજને અમે બરાબર પારખી છે.અમે કવિતા રચીએ છીએ,કવિતાનો પાઠ  કરીએ છીએ  અને  મોં-
જથી  જીવીએ છીએ.
           'ઝાલર'ની  વાત  કરું તો  આ નામકરણ  ભગવાનજીભાઈ  પીઠડે  કર્યું  છે.એ અર્થમાં એ 'ઝાલરના 
ફઈ  છે.અને અમે કવિઓ  સાંજ  ટાણે  શબ્દોની  'ઝાલાર ' વગાડીએ છીએ. ' રણકે છે અહીં  ઝાલર  શબ્દ 
થઈને ,કવિતા ઊડે  છે અહીં અબ્દ થઈને  !' આ કવિઓનો ખૂણો છે, ઉગી નીકળે છે  ગીત-ગઝલ  લબ્ધ 
થઈને ! અમારા  'સાંધ્યદીપને ' બારી-બારણાં કે છત  નથી.કદાચ  તેથી જ  આખું આકાશ  અમારે  ત્યાં 
ડોકાય છે.સૂર્ય કે ચંદ્રને  અહીં ટકોરા  મારવા નથી પડતા.અહીં ઊભેલું  વૃક્ષ અમારી આંખમાં  વવાઈ  જા-
ય છે.
          આ  કાવ્ય સંગ્રહમાં અમારા કવિઓએ  રંગભૂમિ ,પ્રકૃતિ પ્રેમ,કર્મયોગ,અધ્યાત્મ  ઇત્યાદિ  અનેક 
વિષય પર કવિતા લખી છે.બે પંક્તિઓના આધારે કુદરતનું દર્શન પણ કરાવ્યું  છે.'ગીતો  મધુર  કાને 
પડે ,રંગીનતા ડોલે.'કમર ' રેલાય મસ્તી  મસ્તાનની ,બારાખડીના બાગમાં.'કહેવાતા  ઘરડા પણ મન-
થી નાના વયસ્ક કવિઓની કવિતા 'ઝાલર'માં પ્રગટ થઇ છે.હું સમજુ છું  ત્યાં સુધી 'આ કાવ્ય સંગ્રહ  બ-
જારમાં  ખપે કે ના ખપે,અમારું  અંતર  તો એને જ જપે !'આ કવિતાઓ  અમારામાં  સદાકાળ  જીવંત 
રહેશે,કારણ કે આ જ અમારી મોજ છે.....આ જ  અમારો  આનંદ છે !
           આજે  બે  માણસ  મળતા જ  નથી. તેમનાં  પ્રતિબિંબ મળે છે .'ઝાલર ' એ કવિતાનું  મિલન છે.
એટલે એનો રણકાર પણ મીઠો જ હોય !એ  ભાવકોને જરૂર પ્રસન્ન કરે.કવિતા વગરનું જીવન  અમારે 
મન તો  શુષ્ક જ લાગે. તમે ટાગોરનું  કોઈ પણ ગીત વાંચો  મન પ્રફુલ્લિત થઈ  જાય. એક ઠેકાણે  ટા -
ગોર  કહે છે  ,'હે  ઈશ્વર  હું  તમને  સવારના સોનેરી  ગાલીચા પર બિરાજેલા જોઉં છું  !અમારા કવિય  -
ત્રી  પણ કહે છે,' તું  સમી  સાંજે  અચૂક દરિયા  કિનારે  આવજે  ,હું  દૂરથી તારી  ઉપાસનાની  સુગંધ 
માણી  શકું છું  !આ  કલ્પના જ કેટલી અદભુત છે !પરમેશ્વરને પામવા નથી; દૂરથી જોવા છે. ખરા 
અર્થમાં  આ સાચી ભક્તિ છે.વાણીનો સ્વામી કવિ,દૂરથી પરમેશ્વરનું સ્વાગત કરી શકે છે.
           અમે વયસ્ક કવિઓ અમારા એકાંતને માણીએ  છીએ। ...અમારી જાતને આદર  આપીએ  છી -
એ. અમારી ઈચ્છા  કવિતા તરફ વળી છે.અમારે મન એ જ પ્રાર્થના છે.અમારા હૃદયની  પાનખરને 
કવિતા દૂર કરે છે.આ કવિતા અમને બહારથી ઠેઠ અંદર સુધી લઈ  જાય છે.હા  છેલ્લે એક વસવસો  
રહી  જાય છે કે અમારા પ્રમુખ  અને  કવિ કનુભાઈ જોશી  સદેહે  આ અવસરે અમારી વચ્ચે નથી.
કવિતાના એક કાર્યક્રમમાં  તેમણે  આ  લખનારના હાથમાં દેહ છોડ્યો।....થોડી  સેકંડમાં  એ હતા 
ન હતા થઈ ગયા.આટલી  નજીકથી મૃત્યુને મેં પહેલીવાર જોયું. હું કશુંજ  કરી ન શક્યો.શું કરી શકું ?
હજુ  અસ્વસ્થ છું ! 'હસું છું  હસાતું  નથી,ધોધમાર રડતું નથી ! કનુ તો ગયો, કનુ પાસે જવાતું નથી !
           'ઝાલરને  પ્રકાશિત કરવા માટે છેલ્લાં  દસ  વર્ષથી  શ્રી કાકુભાઈ ચત્રભુજ રગવાલા મેમો-
રિયલ તટ્રસ્ટ  તરફથી  અમને આર્થિક સહયોગ મળતો રહ્યો છે  ત્યારે  આ ટ્રસ્ટના સેટલર શ્રીમતી 
હિનાબહેન  માનસત્તા ,ટ્રસ્ટી શ્રી અજિતભાઈ  માનસત્તાનો  અહીંથી અમે ઋણ  સ્વીકાર કરીએ છીએ.
જેમણે  હમેશાં  અમારી પીઠ થાબડી છે  એવા એડવોકેટ  શ્રી  શંકરભાઈ  સચદે,કવિ શ્રી  જોરાવર 
સિંહજી રાઠોડ 'ચાંદ',કવિવર શ્રી જયંતિ  જોશી 'શબાબ ' શ્રી મદનકુમાર અંજારિયા 'ખ્વાબ ' અને 
મુદ્રણ માટે  ભવાની  કોંપ્યુટરના  શ્રી શૈલેષભાઈ  રાવલના આભારી છીએ. આશા છે  'ઝાલર 'આપ-
ને ગમશે.
                                                                                                         -કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
                                                                                                                 સંપાદક મંડળ 










Sunday, 3 March 2019

શિવજી !

ત્રીજું  નેત્ર  ખોલો શિવજી, ત્રીજું નેત્ર ખોલો,
આસનથી ડોલો શિવજી,  આસનથી  ડોલો  !

મોહ-માયા  મત્સર પજવે, કામ કરે ઘાયલ,
આકુળ-વ્યાકુળ  કરી   દે  મેનકાની પાયલ !

બમ બમ હવે બોલો શવજી,બમ બમ બોલો !
આસનથી ડોલો   શિવજી,  આસનથી ડોલો !

મંગલ દિન મંગળ ઘડી, શિવરાત્રીની આજે,
ઉપવાસ કર્યો છે  ,શિવજી કેવળ મારા કાજે !

ઉતારી   નાખ્યો   આજે  મેં,દંભ તણો ચોલો,
આસનથી  ડોલો  શિવજી,   આસનથી ડોલો  !

પવન સભર સભર લહેરાય, વસંતની ધૂમ,
જય ગિરનારીની   ઊઠે    મારી ભીતર બૂમ !

પજવે નહીં મને , શિવજી  ભસ્માસુર ઓલો,
આસનથી  ડોલો   શિવજી, આસનથી ડોલો  !
                              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




ग़ज़ल 

अजनबी  नहीं  हम ,सनम  हैं  तुम्हारे ,
जरा   पास   आओ,  बलम  हैं  तुम्हारे !

फलक  जो  हमें ,दे  खुदाई न  लें  हम,
ठहर  जा  जरा  सी, करम   हैं  तुम्हारे !

अभी    नींद   आती  नहीं  है  हमें   तो ,
कयामत   न  आये,  भरम हैं   तुम्हारे !

नशेमन  -  लबेबाम - है ,  आ   बसेंगे,
कसम  से  कहें  तो  ,धरम  हैं  तुम्हारे !

जमाना     भले    ही , हमें   मौत  दे दे,,
ग़ज़ल    है    हमारी,  परम  हैं  तुम्हारे !
                       ***
-कृष्णकांत भाटिया 'कान्त '