ચૂંટણી !
આજે તો ચૂંટણીનું ગીત મારે ગાવું જોઈએ,
વચનોને ગાંઠે બાંધી, મારે નહાવું જોઈએ.
પાંચ વરસે પધારી છે આ રાજરાણી ,
નેતાઓએ આજે નતમસ્તક થાવું જોઈએ.
કેટલી કિંમત છે મારા , એક જ મતની,
કમસેકમ આજે તો મને સમજાવું જોઈએ.
રાજગાદીએ બેસનારા, ફૂટપાથ પર આવશે,
અસત્યમેવ જયતે ,આજે મને દેખાવું જોઈએ.
લોકશાહીમાં હું સર્વોપરી માત્ર એક દિવસ,
પછીના પાંચ વરસ ,ખેતર ખેડાવું જોઈએ.
મારા જ નામથી , મ્હાલે છે દેશના સેવકો,
એ ખાઈ શકે,એટલે મારે ઓછું ખાવું જોઈએ.
'કાન્ત 'ને સમજે છે અહીં બધાં કવિ બિચારો,
પુષ્પો નથી, શબ્દોથી સ્વાગત થાવું જોઈએ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આજે તો ચૂંટણીનું ગીત મારે ગાવું જોઈએ,
વચનોને ગાંઠે બાંધી, મારે નહાવું જોઈએ.
પાંચ વરસે પધારી છે આ રાજરાણી ,
નેતાઓએ આજે નતમસ્તક થાવું જોઈએ.
કેટલી કિંમત છે મારા , એક જ મતની,
કમસેકમ આજે તો મને સમજાવું જોઈએ.
રાજગાદીએ બેસનારા, ફૂટપાથ પર આવશે,
અસત્યમેવ જયતે ,આજે મને દેખાવું જોઈએ.
લોકશાહીમાં હું સર્વોપરી માત્ર એક દિવસ,
પછીના પાંચ વરસ ,ખેતર ખેડાવું જોઈએ.
મારા જ નામથી , મ્હાલે છે દેશના સેવકો,
એ ખાઈ શકે,એટલે મારે ઓછું ખાવું જોઈએ.
'કાન્ત 'ને સમજે છે અહીં બધાં કવિ બિચારો,
પુષ્પો નથી, શબ્દોથી સ્વાગત થાવું જોઈએ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment