Sunday, 3 March 2019

શિવજી !

ત્રીજું  નેત્ર  ખોલો શિવજી, ત્રીજું નેત્ર ખોલો,
આસનથી ડોલો શિવજી,  આસનથી  ડોલો  !

મોહ-માયા  મત્સર પજવે, કામ કરે ઘાયલ,
આકુળ-વ્યાકુળ  કરી   દે  મેનકાની પાયલ !

બમ બમ હવે બોલો શવજી,બમ બમ બોલો !
આસનથી ડોલો   શિવજી,  આસનથી ડોલો !

મંગલ દિન મંગળ ઘડી, શિવરાત્રીની આજે,
ઉપવાસ કર્યો છે  ,શિવજી કેવળ મારા કાજે !

ઉતારી   નાખ્યો   આજે  મેં,દંભ તણો ચોલો,
આસનથી  ડોલો  શિવજી,   આસનથી ડોલો  !

પવન સભર સભર લહેરાય, વસંતની ધૂમ,
જય ગિરનારીની   ઊઠે    મારી ભીતર બૂમ !

પજવે નહીં મને , શિવજી  ભસ્માસુર ઓલો,
આસનથી  ડોલો   શિવજી, આસનથી ડોલો  !
                              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




No comments:

Post a Comment