પરીક્ષાર્થીઓ !
ધો.10-12 ની પરીક્ષા આપવા માટે
સજ્જ થયેલા વિદ્યાર્થી ભાઈ-બહેનો
હંસ પર બિરાજિત સરસ્વતી
હમણાંજ મને કહી ગયા
'કવિ,મારો એક સંદેશો પરીક્ષાર્થીઓ
સુધી વહેતો મૂકીશ..'
મેં કહ્યું , 'દેવી !જેવી તમારી આજ્ઞા !'
સરસ્વતી બોલ્યા :
'છાત્રો :'તમે બધા મારા ઉપાસકો છો
સૂર્યને શોધો અને સૂર્યને ઉથાપો
એવું તેજ તમારામાં છે.
પરીક્ષા ખંડમાં પ્રવેશો ત્યારે
બિલકુલ ઘબરાતા નહીં.
શાંત ચિત્તે પેપર લખજો.
પ્રશ્નપત્રને સમજજો !
ઉતાવળ જેવો બીજો કોઈ શત્રુ નથી,
ઉતાવળથી કોઈ કામ સફળ થતું નથી !
તમારું સમગ્ર ધ્યાન પેપર લખવામાં
પરોવજો ,કોઈ મૂંઝવણ હોય
તો આપસમાં નહીં.નિરીક્ષકને પૂછજો ,
બની શકે તો સારા અક્ષર કરજો !
હૈયામાં હામ અને ધ્યાન ધરજો ,
સફળતા તમારી રાહ જોઈ રહી છે,
નિષ્ફ્ળતા ખૂણામાં રોઈ રહી છે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ધો.10-12 ની પરીક્ષા આપવા માટે
સજ્જ થયેલા વિદ્યાર્થી ભાઈ-બહેનો
હંસ પર બિરાજિત સરસ્વતી
હમણાંજ મને કહી ગયા
'કવિ,મારો એક સંદેશો પરીક્ષાર્થીઓ
સુધી વહેતો મૂકીશ..'
મેં કહ્યું , 'દેવી !જેવી તમારી આજ્ઞા !'
સરસ્વતી બોલ્યા :
'છાત્રો :'તમે બધા મારા ઉપાસકો છો
સૂર્યને શોધો અને સૂર્યને ઉથાપો
એવું તેજ તમારામાં છે.
પરીક્ષા ખંડમાં પ્રવેશો ત્યારે
બિલકુલ ઘબરાતા નહીં.
શાંત ચિત્તે પેપર લખજો.
પ્રશ્નપત્રને સમજજો !
ઉતાવળ જેવો બીજો કોઈ શત્રુ નથી,
ઉતાવળથી કોઈ કામ સફળ થતું નથી !
તમારું સમગ્ર ધ્યાન પેપર લખવામાં
પરોવજો ,કોઈ મૂંઝવણ હોય
તો આપસમાં નહીં.નિરીક્ષકને પૂછજો ,
બની શકે તો સારા અક્ષર કરજો !
હૈયામાં હામ અને ધ્યાન ધરજો ,
સફળતા તમારી રાહ જોઈ રહી છે,
નિષ્ફ્ળતા ખૂણામાં રોઈ રહી છે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment