Monday, 10 February 2014

----------------------------નિમંત્રણ--------------------------------------------
---------------------------સાંધ્ય દીપ------------------------------------------
---(વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા,દાદાદાદી પાર્ક ,ભુજ )----------------------
=======================================================
સ્નેહી શ્રી,
...ભુજના વરિષ્ઠ નાગરિક કવિઓની સંસ્થા 'સાંધ્ય દીપનો 'દસમો 
વાર્ષિકોત્સવ તા.16-02-2014,રવિવારના સાંજે 05:00 કલાકે કચ્છ 
જીલ્લા પંચાયતના સભાખંડમાં યોજાશે.આ કાર્યક્રમમાં પધારવા 
આપશ્રીને હાર્દિક નિમંત્રણ છે.
------------------------------------------------------------------------------------
0સમારંભના અધ્યક્ષ :મા.પ્રા.કમલભાઈ મહેતા-(પ્રમુખશ્રી,સાંધ્ય દીપ)
0દીપ પ્રાગટ્ય: મા. શ્રી ત્રિકમભાઈ છાંગા-(અધ્યક્ષ,કચ્છ જીલ્લા પંચાયત)
0'ઝાલર' કાવ્ય સંગ્રહનું વિમોચન: મા.શ્રી અજીતભાઈ માનસત્તા-(ઉદ્યોગપતિ)   
0અતિથી વિશેષ:મા.શ્રીમતી હેમલતાબેન ગોર-(અધ્યક્ષા,ભુજ નગર સેવા સદન )
0વ્યક્તિ વિશેષ:મા.શ્રી જયંતિભાઈ જોશી'શબાબ'-(પૂર્વ નિયામક શ્રી આકાશવાણી)
0વિશેષ ઉપસ્થિતિ:મા.શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા-(વિપક્ષના નેતા,ભુજ નગર સેવા સદન)
0વિશેષ ઉપસ્થિતિ:મા.શ્રી નિતીનભાઈ કેશવાણી-(ચેરમેન શ્રી,દૂન સ્કૂલ )
+++++++++++++++++++++નિમંત્રક++++++++++++++++++++++++++++++++++
0કૃષ્ણકાંત ભાટિયા -મંત્રી--------0કનુભાઈ જોશી-ઉપપ્રમુખ------0પ્રા.કમલ મહેતા-પ્રમુખ 
=====================કારોબારી સભ્યો ============================
0શંકરલાલ જોશી 0ભગવાનજી પીઠડ0ચન્દ્રવદન ધોળકિયા 0સરસ્વતીબેન સોલંકી 
---------------------------------------------------------------------------------------------
ખાસ નોંધ :આ પ્રસંગે કવિ સંમેલન પણ યોજવામાં આવશે.તા.16-02-2014,રવિવાર,સાંજે 
05:00 કલાકે,સ્થળ:જિલ્લા પંચાયત સભાખંડ ,ભુજ-કચ્છ.
----------------------------------------------------------------------------------------------



        

Friday, 7 February 2014

------------गज़ल--------------
बसंत  बहार  चारों  और  छाई   है,
कामदेव ने भी ली आज अंगड़ाई है। 

पृकृति कैसी दुल्हन की तरह सजी,
प्रेम के अक्षर भी तो प्यारे  ढाई  हैं। 

मौसम ने देखो कैसे रंग-रूप बदला,
धरती ने  हरी-भरी चादर बिछाई है। 

मैं तुझ में समा जाऊं तू मुझ में समा,
रंग रलना मना लें प्रेम ऋतु आई है !

अब छोड़ भी दे दामन तू  पतझड़  का,
'फलक' ने फूलों से  ही  डगर सजाई है!
-------------------------------------
-कृष्णकांत भाटिया 'फलक'
+++++++++++++++++++++++++

Tuesday, 4 February 2014

------------------ગીત -------------------
વાસંતી વાયરાની વાત મને સમજાઈ ગઈ ,
સહેજ અડી લહેરખી મુજમાં જો સમાઈ ગઈ!

...............  લાવી મને વાળીને..................
.................ઓરતાં  પલાળીને...................
.................એ તો મને ભાળીને.................
.................ચલતી  સંભાળીને.................

પગલાં પાળીને પાળ  કરતી'તી  ત્યાં તો  જો,
વસંત તારી  રુમઝૂમતી  ચાલ પકડાઈ ગઈ!

.................જોઉં તો આંખ ઠરે.......................
.................ચાલું તો ભોંય અડે.....................
.................જાતને સંભાળું તો.....................
.................પાલવ શિરેથી સરે.......................

ઘૂંઘટ કાઢીને વાત કરતી'તી ત્યાં તો કેવી એ,
લટકાળી જાત જુઓ એકદમ ઓળખાઈ ગઈ!

..................ઊગતા પરોઢમાં જો......................
..................પંખીઓના સૂર ગૂંજે.......................
..................કોકિલાના કંઠેથી તો.......................
...................કુહુ -કુહુ બોલ દૂજે જ .....................

શમણાં ઓઢીને એ સૂતી'તી ઢોલિયે ત્યાં તો એ,
કુદરતમાં જોને ચારે બાજુ કેવી પથરાઈ ગઈ !

...................બહાના તો બહુ કર્યા.........................
...................છાનાં છપનાં ફળ્યાં ..........................
...................તોરણીયા ભાળીને  ..........................
....................હૈયાં હરખથી ભર્યાં............................

કમર લચકાવીને રાસ રમતી 'તી ચોકમાં ત્યાં ,
'કાન્ત'વરણાગી ગીતોએ એ તો છલકાઈ ગઈ!
===============================
કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત,
++++++++++++++++++++++++++++++++